સોનિયા ગાંધીએ દિલ પર હાથ રાખીને આપ્યો સંજય સિંહને સાથ, આ વીડિયોના સંકેત સમજો

PC: ndtv.com

સંસદ પરિસર બહાર વિપક્ષી એકજૂથતાનો એક અલગ જ નજારો નજરે પડ્યો. ખાસ કરી આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ સોનિયા ગાંધીએ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહના વખાણ કરતા સમર્થનની વાત કહી. સોનિયા ગાંધીના આ પગલાંને એ બંને પાર્ટીઓ વચ્ચે નવી મિત્રતા તરીકે જોવામાં આવી રહ્યું છે. જો કે, તેની ઝલક બેંગ્લોરમાં વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં જ દેખાઈ ગઈ હતી. આ બેઠક પર મોટો સવાલ હતો કે શું દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મીટિંગમાં હિસ્સો લેશે? કેમ કે તેમની માગ હતી કે, દિલ્હીવાળા વટહુકમ પર કોંગ્રેસ ખૂલીને તેના સમર્થનની જાહેરાત કરે.

કોંગ્રેસે એમ કર્યું પણ. તો બેંગ્લોરમાં કોંગ્રેસી નેતાઓ તરફથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત બીજા આમ આદમી નેતાઓનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. ત્યાં નેતા ગળે મળતા નજરે પડ્યા. હવે આ અનુસંધાને બુધવારની તસવીર દેખાય છે. જો કે, મોનસૂન સત્રમાં જ્યારથી સંજય સિંહને આખા સત્રથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારથી એવું જ છે. કોંગ્રેસના સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીએ મોનસૂન સત્રથી સસ્પેન્ડ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને બુધવારે કહ્યું કે, તેઓ તેમનું સમર્થન કરે છે.

પોતાના સસ્પેન્શન વિરુદ્ધ સંજય સિંહ સંસદ પરિસરમાં જ ધરણાં પર બેઠા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી લોકસભાની કાર્યવાહીમાં સામેલ થવા માટે સંસદ ભવનમાં જઈ રહ્યા હતા અને એ દરમિયાન તેઓ સંજય સિંહ પાસે રોકાયા અને તેમની સાથે વાતચીત કરી. કોંગ્રેસના કેટલાક નેતાઓ અને સમર્થકો દ્વારા તેમનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. સંજય સિંહે સોનિયા ગાંધીને જણાવ્યું કે, માત્ર મણિપુરના કેસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે જવાબ માગવા માટે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

ત્યારબાદ સોનિયા ગાંધીએ તેમને કહ્યું કે તમને અમારું સમર્થન છે. સંજય સિંહ તરફથી ટ્વીટર પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને સોમવારે રાજ્યસભામાં હોબાળો અને આસન નિર્દેશોનું ઉલ્લંઘન કરવા માટે વર્તમાન ચોમાસું સત્રની બાકી અવધિ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સંજય સિંહને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યા એ સમયે પણ પૂરી રીતે કોંગ્રેસ આ નિર્ણયના વિરોધમાં ઊભી રહી. કોંગ્રેસે સંજય સિંહને રાજ્યસભાથી હાલના સત્રથી બાકી અવધિ માટે સસ્પેન્ડ કરવાના નિર્ણય પર સવાલ ઊભા કરતા કહ્યું કે, આ કાર્યવાહી પૂરી રીતે અનુચિત છે.

સંજય સિંહ વિરુદ્ધ આ કાર્યવાહી પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે, એ ઉચિત નથી. UPA સરકારમાં કેટલી વખત એમ થયું NDAના લોકો આસન નજીક આવીને પ્રદર્શન કરતા હતા અને એ સમયના નેતા પ્રતિપક્ષ અરુણ જેટલી જી કહેતા હતા કે તે અમારો લોકતાંત્રિક અધિકાર છે. સસ્પેન્શનની કાર્યવાહી અનુચિત છે અને તેઓ તેની સખત નિંદા કરે છે. કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ પણ રાત્રે પ્રદર્શનના સમયે સાંજે સિંહ સાથે સૂરમાં સૂર મળાવ્યાં.

હાલમાં જ વિપક્ષી પાર્ટીઓનું નવું ગઠબંધન I.N.D.I.A. બન્યું છે. ચોમાસું સત્ર દરમિયાન વિપક્ષી ગઠબંધન પૂરી રીતે એકજૂથ દેખાઈ રહ્યું છે. તેની આગેવાની કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહી છે. એક વાત તો લગભગ નક્કી છે કે જો સીટોનો મામલો વધુ ન અટક્યો તો I.N.D.I.A.માં સામેલ વિપક્ષી પાર્ટીઓ એક સાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરશે. I.N.D.I.A.માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને લઈને જ સૌથી વધુ સવાલ હતા. આ આખા ઘટનાક્રમમાં જે પ્રકારે બંને પાર્ટી નજીક આવી રહી છે, તેનાથી પોત પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓને પણ સંદેશ આપવાનો પ્રયાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp