મોદી સરકારે બોલાવ્યું સંસદનું વિશેષ સત્ર, લાવી શકે છે આ બિલ

PC: indianexpress.com

કેન્દ્રની મોદી સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્ર 18-22 સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 5 બેઠકો થશે. આ 17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મુ સત્ર હશે. અમૃતકાળ વચ્ચે સંસદના વિશેષ સત્રમાં સાર્થક ચર્ચાઓ અને બહેસની આશા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સત્રમાં 5 બેઠકો હશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સંસદના આ વિશેષ સત્રમાં મોદી સરકાર ‘એક દેશ એક ચૂંટણી’ પર બિલ લાવી શકે છે. દેશમાં ‘વન નેશન વન ઇલેક્શન’ને લઈને બહેસ ઘણા સમયથી ચાલી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં લૉ કમિશને તેને લઈને રાજનૈતિક પાર્ટીઓ પાસેથી 6 સવાલોના જવાબ માગ્યા હતા. સરકાર તેને લાગૂ કરવા માગે છે તો ઘણી રાજનૈતિક પાર્ટી તેના વિરોધમાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કહ્યું હતું કે સીધા કહી દેજો કે અમે તેના પક્ષધર નથી. તમે તેના પર ચર્ચા કરો ભાઈ, તમારા વિચાર હશે. આપણે વસ્તુઓને સ્થગિત કેમ કરીએ છીએ. હું માનું છું કે જેટલા પણ મોટા-મોટા નેતા છે, તેમણે કહ્યું કે યાર આ બીમારીથી મુક્ત થવું જોઈએ. 5 વર્ષમાં એક વખત ચૂંટણી થાય, મહિના બે મહિનાનો ઉત્સવ ચાલે, ત્યારબાદ ફરી કામમાં લાગી જાય, આ વાત બધાએ કહી છે. સાર્વજનિક રૂપે સ્ટેન્ડ લેવામાં પરેશાની થતી હશે.

તેમણે કહ્યું કે, શું આ સમયની માગ નથી કે આપણાં દેશમાં ઓછામાં ઓછા વોટરોની લિસ્ટ તો એક હોય. આજે દેશનું દુર્ભાગ્ય છે કે જેટલી વખત મતદાન થાય છે એટલી જ વોટર લિસ્ટ આવે છે. 22માં લૉ કમિશને સાર્વજનિક નોટિસ જાહેર કરીને રાજનીતિક પાર્ટીઓ, ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા બધા સંગઠનોને લઈને તેમના વિચાર માગ્યા હતા. લૉ કમિશને પૂછ્યું હતું કે શું એક સાથે ચૂંટણી કરાવવું કોઈ પણ પ્રકારે લોકતંત્ર, સંવિધાનના મૂળ ઢાંચા કે દેશના સંઘીય ઢાંચા સાથે ખેલવાડ છે?

કમિશને પણ પૂછ્યું હતું કે હંગ એસેમ્બલી કે સામાન્ય ચૂંટણીમાં ત્રિશંકુ જનાદેશની સ્થિતિમાં જ્યારે કોઈ પણ પાર્ટી પાસે સરકાર બનાવવા માટે બહુમત ન હોય, ચૂંટણી સંસદ કે વિધાનસભાના સ્પીકર તરફથી વડાપ્રધાન કે મુખ્યમંત્રીની નિમણૂક કરી શકાય છે? સંવિધાનના અનુચ્છેદ 85 હેઠળ સંસદનું સત્ર બોલાવવાનું પ્રવધાન છે. એ હેઠળ સરકારને સંસદનું સત્ર બોલાવવાનો અધિકાર છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ નિર્ણય લે છે જેને રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રૂપ આપવામાં આવે છે, જેના માધ્યમથી સાંસદો (સંસદ સભ્યો)ને એક સત્રમાં બોલાવવામાં આવે છે.

આ સંશોધનની કેમ જરૂર?

આઝાદી બાદ વર્ષ 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે જ થતી હતી. ત્યારબાદ વર્ષ 1968 અને વર્ષ 1969માં ઘણી વિધાનસભાઓ સમય અગાઉ જ ભંગ કરી દેવામાં આવી. ત્યારબાદ વર્ષ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી. તેનાથી એક સાથે ચૂંટણીની પરંપરા તૂટી ગઈ. ઑગસ્ટ 2018માં ‘વન નેશન વન ઇલેક્શન’ પર લૉ કમિશનનો રિપોર્ટ આવ્યો હતો.

આ રિપોર્ટમાં સૂચન આપવામાં આવ્યું હતું કે દેશમાં બે ચરણમાં ચૂંટણી કરાવી શકાય છે. પહેલા ફેઝમાં લોકસભા સાથે જ કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને બીજા ફેઝમાં બાકી રાજ્યોની વિધાનસભાની ચૂંટણી, પરંતુ તેના માટે કેટલીક વિધાનસભાઓનો કાર્યકાળ વધારવો પડશે તો કેટલીકનો સમય અગાઉ ભંગ કરવો પડશે અને આ બધુ સંવિધાન સંશોધન વિના સંભવ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp