મોદી સરનેમ કેસમાં આ તારીખે થશે સુનાવણી, SCની ગુજ. સરકાર અને પૂર્ણેશ મોદીને નોટિસ

PC: thehindu.com

મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધી દ્વારા ગુજરાત હાઇ કોર્ટના નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરીને સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આજે ગુજરાત સરકાર અને કેસના ફરિયાદકર્તા પૂર્ણેશ મોદીને નોટિસ મોકલી છે. રાહુલ ગાંધીનો પક્ષ રાખનારા વરિષ્ઠ એડવોકેટ અભિષેક મનુ સિંધવીએ સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો કે સજાના નિર્ણય પર અથવા તો રોક લગાવવામાં આવે કે પછી જલદી સુનાવણી થાય. તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સજા સંભળાવ્યા વિના નિર્ણય પર રોક નહીં લગાવી શકાય.

ત્યારબાદ સુપ્રીમ કોર્ટ તરફથી આ નોટિસ જાહેર કરવામાં આવી. કોર્ટે 10 દિવસમાં જવાબ આપવા પણ કહ્યું છે. સુપ્રીમ કોર્ટે 4 ઑગસ્ટના રોજ આગામી સુનાવણીની તારીખ આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ સ્તર પર સીમિત પ્રશ્ન એ છે કે શું દોષસિદ્ધિ રદ્દ કરવા યોગ્ય છે? તો સુનાવણી પૂર્વે કેસની સુનાવણી કરનારા બે ન્યાયાધીશોમાંથી જસ્ટિસ બી.આર. ગવઈએ પોતાને કેસથી અલગ કરી લીધા હતા. તેમણે આ નિર્ણય પર સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે, ‘મને પરેશાની છે, મારા પિતા 40 વર્ષ કરતા વધુ સમય સુધી કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે. મારા ભાઈ અત્યારે પણ રાજનીતિમાં છે.’

રાહુલ ગાંધી તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સિંધવીએ 18 જુલાઇએ કેસનો ઉલ્લેખ કર્યો હતો અને અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો અનુરોધ કર્યો હતો. ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડની આગેવાનીવાળી પીઠ અરજી પર સુનાવણી માટે સહમત થઈ ગઈ હતી. અભિષેક મનુ સિંધવીએ સુપ્રીમ કોર્ટને 21 કે 24 જુલાઇના રોજ સૂચિબદ્ધ કરનાનો અનુરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટના 7 જુલાઇના એ નિર્ણયને પડકાર આપ્યો છે, જેમાં કોર્ટે દોષસિદ્ધિ (2 વર્ષની સજા) પર રોક લગાવવાના અનુરોધ કરનારી અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં કહ્યું કે, જો હાઇ કોર્ટના નિર્ણય પર રોક ન લગાવવામાં આવી તો તે લોકતાંત્રિક સંસ્થાઓને વ્યવસ્થિત રીતે, વારંવાર નબળી કરશે અને તેના પરિણામસ્વરૂપ લોકતંત્રનો શ્વાસ રૂંધાઈ જશે, જે ભારતના રાજનીતિક માહોલ અને ભવિષ્ય માટે ગંભીર રૂપે હાનિકારક હશે. અત્યંત સન્માનપૂર્વક એ દલીલ આપવામાં આવે છે કે જો વિવાદિત નિર્ણય પર રોક ન લગાવવામાં આવી તો તેનાથી સ્વતંત્ર ભાષણ, સ્વતંત્ર અભિવ્યક્તિ, સ્વતંત્ર વિચાર અને સ્વતંત્ર નિવેદનનો શ્વાસ રૂંધાઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp