BJPના સસ્પેન્ડેડ MLAએ કહ્યુ- ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે, જેમાં મુસ્લિમો વોટ નહીં..

PC: twitter.com/ANI

હૈદરાબાદના સસ્પેન્ડેડ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય ટી. રાજા સિંહે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે તો તેની રાજધાની દિલ્હી નહીં, પણ મથુરા, કાશી કે અયોધ્યા હશે. તેમણે એમ પણ કહ્યું કે હિન્દુ રાષ્ટ્રમાં મુસ્લિમોને વોટ આપવાનો અધિકાર નહીં હોય. હૈદરાબાદમાં શોભા યાત્રા દરમિયાન ટી. રાજાએ આ નિવેદન આપ્યું છે. રાજા સિંહે આગળ કહ્યું કે, આપણાં સાધુ સંતોએ મોટી રચના પણ શરૂ કરી દીધી છે કે, આપણું હિન્દુ રાષ્ટ્ર કેવું હશે. એ ચર્ચા પણ શરૂ થઈ ગઈ, તેનું સંવિધાન બનવાનું શરૂ થઈ ગયું છે.

તેમણે કહ્યું કે, આપણાં હિન્દુ ભારતમાં ખેડૂતોને દરેક પ્રકારની સુવિધા આપવામાં આવશે. ટેક્સ ફ્રી ખેડૂત હશે. આપણા દેશમાં ‘આપણે બે, આપણાં બેવાળાને વોટિંગનો અધિકાર હશે, આપણે 5, આપણા 50વાળાને વૉટિંગનો અધિકાર નહીં.’ આપણાં સંવિધાનના પહેલા પાનાં પર અખંડ હિન્દુ રાષ્ટ્રની તસવીર હશે. આપણાં હિન્દુ રાષ્ટ્રમાં ગૌહત્યા નહીં થાય. લવ-જિહાદ નહીં થાય. ધર્માંતરણ પણ નહીં થાય. જો પણ લવ-જિહાદ કરશે તેને ભરત બહાર મોકલી દેવામાં આવશે. ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા ટી. રાજા સિંહ પોતાના વિવાદિત નિવેદનોને લઈને મોટાભાગે ચર્ચામાં રહે છે.

ભાજપે વિવાદિત નિવેદનના કારણે જ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. ગયા વર્ષે ઓગસ્ટમાં ટી. રાજા સિંહની ધરપકડ કરવામાં આવી હતી. રાજા સિંહે કોમેડિયન મુનવ્વર ફારુકીને લઈને એક વીડિયો અપલોડ કર્યો હતો. ટી રાજા સિંહે મુનવ્વર ફારુકી પર હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. વીડિયોમાં ટી. રાજા સિંહે પયગમ્બર મોહમ્મદ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તેમની વિરુદ્ધ મુસ્લિમ સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં વિરોધ કર્યો હતો.

ત્યારબાદ ટી. રાજા સિંહની હૈદરાબાદ પોલીસ ધરપકડ કરી લીધી હતી. જો કે, તેમને એ જ દિવસે જામીન મળી ગયા હતા. તેના 72 કલાકની અંદર પોલીસે ફરી તેમની ધરપકડ કરીને જેલ મોકલી દીધા. રાજા સિંહ વિરુદ્ધ હવે હાલમાં જ મહારાષ્ટ્રમાં કેસ નોંધાયો છે. ગત 29 જાન્યુઆરીના રોજ ટી. રાજા સિંહે મુંબઇમાં એક રેલી કરી હતી. મુંબઈ પોલીસે ટી. રજા સિંહ વિરુદ્ધ હેટ સ્પીચનો કેસ નોંધ્યો છે. પોલીસને આ રેલીને લઈને ફરિયાદ મળી હતી કે ટી. રાજા સિંહે રેલીમાં જે ભાષણ આપ્યું હતું તેનાથી ધાર્મિક ભાઇચારાને નુકસાન પહોંચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp