26th January selfie contest

ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે નેતાએ કહ્યું- તે આતંકવાદી, ઢોંગી અને પાખંડી છે

PC: Facebook/bageshwardhamsarkarofficial

સમાજવાદી પાર્ટી (SP)ના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ એક ન્યૂઝ ચેનલ સાથે ઇન્ટરવ્યૂ દરમિયાન બાગેશ્વર ધમના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર પ્રહાર કર્યો હતો. સ્વામી પ્રસાદ મૌર્યને જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોડાયેલો સવાલ કરવામાં આવ્યો તો તેમણે અહીં સુધી કહી દીધું કે એવા લોકો દેશના દુશ્મન છે. સ્વામી પ્રસાદ મૌર્યને પૂછવામાં આવ્યું કે, બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું આહ્વાન કર્યું છે તો તેના પર શું કહેશો?

આ સવાલનો જવાબ આપતા સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, ‘એવા લોકો દેશના દુશ્મન છે, જે સંવિધાન વિરોધી નિવેદન કરે છે અને તે આતંકવાદી છે. દેશના દુશ્મન છે, ઢોંગી અને પાખંડી છે, તેઓ દેશના ન રાષ્ટ્રપતિ અને ન વડાપ્રધાન છે એટલે તેમનું નિવેદન કોઇ મહત્ત્વ ધરાવતું નથી. એક ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમ દરમિયાન સ્વામી પ્રસાદ મૌર્ય સવાલોના જવાબ આપી રહ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ એમ પણ કહ્યું છે કે, જે હિન્દુ ધર્મ છે તે જોખમમાં છે, બીજી તરફ મૌલાના લોકો પણ કહી રહ્યા છે કે અમને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, તેને તમે કઇ રીતે જોઇ રહ્યા છો?

શું આ ચૂંટણી સાથે જોડાયેલું છે? શું હિન્દુ ધર્મમાં હવે જોખમ નજરે પડી રહ્યો છે? જવાબમાં સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યું કે, જો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, ગૃહ મંત્રી અમિત શાહજી, મુખ્યમંત્રી યોગીજી તમામ રાજ્યના મુખ્યમંત્રી ભાજપના, તેમના રહેતા જો હિન્દુ ધર્મ જોખમમાં છે તો અમે કહીએ છીએ કે સરકારના માનનીય વડાપ્રધાનજી અને બધા મુખ્યમંત્રી પોત પોતાના પદ છોડીને બાબાને પોતાનો પૂરો અધિકાર આપી દે. તેઓ જ જો ધર્મના ઠેકેદાર છે, તેઓ જ બધુ સારું કરશે તો શંકરચાર્યએ પોતાની ખુરશી છોડી દેવી જોઇએ.

બધા ધર્માચાર્યોએ આત્મસમર્પણ કરી દેવું હોઇએ, બધાએ જઇને, જો નવા ઉદય થયેલા બાબા, તેમના શરણમાં જતા રહેવું જોઇએ, એટલે મોટી મોટી વાતો કરવાનું છોડીને જમીન પર આવો અને સાથે જ દેશને અંધારામાં લઇ જવાણો પ્રયત્ન ન કરો, સંવિધાન વિરોધી વાત ન કરો. મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાલાજી દરબાર લગાવે છે. તેમના દરબારમાં ચમત્કાર હોવાના દાવા કરવામાં આવે છે. શાસ્ત્રી કથાવાંચક પણ છે અને વિદેશોમાં પણ આ સિલસિલામાં જવાનું થાય છે.

હાલમાં જ તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઇ હતી, ત્યારબાદ તેઓ મુખ્ય ધારાની મીડિયામાં લાઇમલાઇટમાં આવી ગયા. શાસ્ત્રીને લઇને દેશમાં બે ભાગ જોવા મળી રહ્યા છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને શોર્ટ નેમ બાબા વાગેશ્વરના નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ મોટા ભાગે પોતાના સંબોધનમાં સનાતન ધર્મ માટે સમર્પિત દેખાય છે. ઇન્ટરવ્યૂ દરમિયાન મૌર્યએ રામચરિતમાનસ પર વિવાદિત ટિપ્પણી અને રાજનીતિ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે હાલમાં જ રામચરિતમાનસને લઇને વિવાદિત નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે રામચરિતમાનસ પર પ્રતિબંધ લાગે કે તેમની વિવાદિત ચોપાઇઓને હટાવી દેવામાં આવે. તેમના નિવેદનને લઇને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે સાચી વાત તો એ છે કે, હું બધાં ધર્મોનું સન્માન કરું છું, મારું ઉદ્દેશ્ય કોઇની અસ્થાને ઠેસ પહોંચાડવાનું નથી. કોઇના આરાધ્ય દેવ પર કટાક્ષ કરવાનું નથી. તુલસીદાસજી દ્વારા લખેલી રામચરિતમાનસમાં ચોપાઇના કેટલાક અંશ, જેનાથી દેશના 97 ટકા લોકોનું અપમાન થાય છે.

તેના માટે ગાળો સમાન છે, ક્યાંક નીચ કહેવામાં આવ્યા છે, ક્યાંક મારવા પાત્ર કહેવામાં આવ્યા છે અને ક્યાંક સન્માન ન આપવાની વાત કહેવામાં આવી છે. ધર્મ, માનવ સન્માન માનવતાના સશક્તિકરણ માટે હોય છે. ગાળો.. ધર્મમાં નહીં હોય શકે. કોઇ પણ ધર્મને કોઇને અપમાનિત કરવાનો અધિકાર નથી. જે કલ્યાણની વાત કરે છે. કલ્યાણ કરનારું કોઇના અપશુકન, કોઇને અપશબ્દ, કોઇને ગાળો આપવી.. અમે સમજીએ છીએ કે એ ધર્મ નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp