
રામચરિતમાનસ પર આપત્તિજનક નિવેદન આપ્યા બાદ જ સ્વામી પ્રસાદ મૌર્ય લાઇમલાઇટમાં બનેલા છે. તેમણે કહ્યું હતું કે, તુલસીદાસના રામચરિતમાનસના કેટલાક અંશ એવા છે જેમના પર આપત્તિ છે. તેમણે રામચારિતમાનસના કેટલાક હિસ્સા પર એમ કહેતા પ્રતિબંધ લગાવવાની માગણી કરી હતી કે તેનાથી સમાજમાં એક મોટા તબક્કાનું જાતિ, વર્ણ અને વર્ગના આધાર પર અપમાન થાય છે. હવે તેના પર સ્વામી પ્રસાદ મૌર્યએ વધુ એક નિવેદન આપી નાખ્યું છે. તો આપણે આ આર્ટિકલમાં જાણીશું કે તેમણે પોતાની સફાઇમાં શું કહ્યું? સાથે જ ધર્મગુરુઓની તુલના કોની સાથે કરી નાખી.
સમાજવાદી પાર્ટી (SP)ના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ લખનૌમાં કહ્યું કે, મેં રામચરિતમાનસની ચોપાઇના કેટલાક અંશોની વાત કરી હતી, જેમાં સ્ત્રીઓ, આદિવાસીઓ અને પછાત જાતિઓને નીચનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાળો ક્યારેય ધર્મનો હિસ્સો નહીં હોય શકે. હું જે બોલી દઉં છું, ક્યારેય તેનું ખંડન કરતો નથી. તેમણે ધર્મગુરુઓ પર પ્રહાર કરતા કહ્યું કે, જો કોઇ બીજા ધર્મના વ્યક્તિ કોઇનું ગળું કાપવા કે જીભ કાપવાનું નિવેદન આપે છે તો એ જ ધર્મગુરુને સંત, મહંત તેને આતંકવાદી કહી દે છે, પરંતુ આજે આ લોકો મારું માથું કાપવા, જીભ કાપવાની વાત કહી રહ્યા છે શું હું તેમને સેતાન, જલ્લાદ અને આતંકી ન સમજુ.
अगर किसी और धर्म का व्यक्ति किसी की गर्दन काटने या जीभ काटने का बयान देता तो यही धर्मगुरु संत-महंत उसे आतंकवादी कह देते हैं, लेकिन आज ये लोग मेरे सिर काटने, जीभ काटने की बात कर रहे हैं तो क्या मैं इन्हें शैतान, जल्लाद, आतंकी न समझूं: सपा नेता स्वामी प्रसाद मौर्य, लखनऊ pic.twitter.com/ZV2WbCXISc
— ANI_HindiNews (@AHindinews) January 27, 2023
ઉલ્લેખનીય છે કે, 24 જાન્યુઆરીના રોજ અખિલ ભારતીય હિન્દુ મહાસભા (ABHM)ના એક નેતાએ સ્વામી પ્રસાદ મૌર્યની જીભ કાપનારને 51,000 રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી હતી. મહાસભાના જિલ્લા પ્રભારી સૌરભ શર્માએ કહ્યું કે, કોઇ સાહસી વ્યક્તિ જો એ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યની જીભ કાપી દે તો તેને 51,000 રૂપિયાનો ચેક આપવામાં આવશે. તેમણે આપણાં ધાર્મિક ગ્રંથનું અપમાન કર્યું છે અને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. એ સિવાય અખિલ ભારતીય હિન્દુ મહાસભાના સભ્યોએ સ્વામી પ્રસાદ મૌર્યનું એક પ્રતિકાત્મક જુલૂસ કાઢ્યું, તેમનું પૂતળા દહન કરવામાં આવ્યું અને તેને યમુના નદીમાં ફેકી દેવામાં આવ્યું છે.
अभी हाल में मेंरे दिये गये बयान पर कुछ धर्म के ठेकेदारों ने मेरी जीभ काटने एवं सिर काटने वालों को इनाम घोषित किया है, अगर यही बात कोई और कहता तो यही ठेकेदार उसे आतंकवादी कहते, किंतु अब इन संतों, महंतों, धर्माचार्यों व जाति विशेष लोगों को क्या कहा जाए आतंकवादी, महाशैतान या जल्लाद।
— Swami Prasad Maurya (@SwamiPMaurya) January 27, 2023
અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રવક્તા સંજય જાટે એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, અમે સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યની અપમાનજનક ટિપ્પણી પર આપત્તિ દર્શાવીએ છીએ. પૂર્વ કેબિનેટ મંત્રી જ્યારે બહુજન સમાજ પાર્ટી (BSP)માં હતા તો 'જય ભીમ, જય ભારત'ના નારા લગાવતા હતા, ભાજપમાં સામેલ થયા તો રામચરિતમાનસનું સન્માન કરવા લાગ્યા અને હવે જ્યારે સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા તો રામચરિતમાનસ પર આપત્તિજનક ટિપ્પણી કરી.
સવામી પ્રસાદ મૌર્ય પહેલા બિહારના શૂક્ષ્યાં મંત્રી ચંદ્રશેખરે 11 જાન્યુઆરીના રોજ નાલંદા ઓપન યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રામચરિતમાનસને સમાજમાં નફરત ફેલાવનારો ગ્રંથ બતાવ્યો હતો. તેમના આ નિવેદન પર ખૂબ વિવાદ થયો હતો. ત્યારબાદ સ્વામી પ્રસાદ મૌર્યએ પણ વિવાદિત નિવેદન આપીને આ બાબતને વધુ હવા આપી દીધી. સ્વામીપ્રસાદ મૌર્યના આ નિવેદન પર સમાજવાદી પાર્ટીના ઘણા ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp