રામભદ્રાચાર્ય કહે છે- જાતિ પર વોટ નહીં મળે, રામ-કૃષ્ણની વાત કરશે એ જ રાજ કરશે

PC: Prabhatkhabar.com

ચિત્રકૂટના તુલસી પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્યે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના જાતિ ગણતરીના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે બંને નેતાઓને સલાહ આપતા કહ્યું કે, જાતિના આધારે વોટ મળવાના નથી. જે રામ અને કૃષ્ણની વાત કરશે એજ રાજ કરશે. તેમણે નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ પર હિંદુઓને વહેંચવાનો આરોપ પણ લગાવ્યો છે. ચંપારણમાં રામકથા દરમિયાન તેમણે આ વાત કહી.

રામનગરના અર્જુન વિક્રમ શાહ સ્ટેડિયમમાં તેમણે રામકથાની શરૂઆત મંગળવારે કરી. રિપોર્ટ અનુસાર તેમણે પોતાના પ્રવચનમાં જાતિ ગણનાને લઇ બિહાર સરકાર પર નિશાનો સાધ્યો. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી નીતીશ કુમાર અને તેજસ્વી યાદવની જાતિગણના નીતતિ હિંદુઓમાં ત્રિરાડ પાડવાની છે. આ લોકોને કોણ સમજાવે કે હિંદુઓને જાતિના આધારે વહેંચી શકાય નહીં.

તેમણે કહ્યું કે, દેશને જાતિના આધારે વહેંચવાની નીતિ ક્યારે પણ સફળ થશે નહીં. જાતિના આધારે વોટ મળશે નહીં. હવે તો કામ કરનારાઓને જ વોટ મળશે. સ્વામી રામભદ્રાચાર્યે કહ્યું કે, જે રામ-કૃષ્ણની વાત કરશે તે જ ભારત પર રાજ કરશે. ચૂંટણીના માહોલમાં સ્વામીનું આ નિવેદન હવે રાજકીય ગલિયારામાં ચર્ચાનો વિષય બન્યો છે.

રામભદ્રાચાર્યે પોતાના પ્રવચનમાં કહ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણ આપણા આદર્શ છે. હજારો વર્ષો પહેલા તેમણે સમાજમાં જે આદર્શ સ્થાપિત કર્યા તે આજે પણ લોકો માટે પ્રેરણાદાયી છે. જ્યારે પણ ધર્મ પર સંકટ આવે છે તો ભગવાન અવતાર લે છે. તેમણે રામચરિત માનસ અને વેદોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વેદ કશે અને ક્યારેય પણ સનાતન હિંદુ ધર્મને ભેદ કરતા નથી. તેમાં બધાં એકસમાન છે.

તેમના આ નિવેદન પછી બિહારનું રાજકારણ ગરમાયું છે. એકબાજુ ભાજપાએ તેમના આ નિવેદનનું સમર્થન કર્યું તો બીજી બાજુ મહાગઠબંધન નેતાએ તેમના નિવેદન બહાને એ સલાહ આપતા દેખાયા કે, સંતનું કામ પૂજાપાઠ કરવાનું છે, રાજકારણ કરવાનું નથી. તો RJD ધારાસભ્ય વિરેન્દ્ર કહે છે કે, કોઇપણ ધર્મ પ્રચારક કે સાધુ મહાત્માએ આ બધી વાતોથી દૂર રહેવું જોઇએ અને આ પ્રકારના રાજકારણમાં ભાગ લેવો જોઇએ નહીં. રામ હોય કે કૃષ્ણ કે ખુદા...કોઇપણ જાતિના કે ધર્મના હોય કોઇ એક માટે નથી. આ બધા માટે છે. આ રીતના નિવેદનથી સાધુ મહાત્માએ દૂર રહેવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp