રાજ્યપાલ બોલ્યા-ગર્ભવતી મહિલાઓ કરે સુંદરકાંડનો પાઠ, વાંચે રામાયણ

PC: indiatoday.in

તેલંગાણાના રાજ્યપાલ તિમિલિસાઈ સૌંદરરાજને રવિવારે (11 જૂનના રોજ) કહ્યું કે, ‘ગર્ભવતી મહિલાઓ માનસિક અને શારીરિક રૂપે સ્વાસ્થ્ય બાળકોને જન્મ આપવા માટે સુંદરકાંડનો પાઠ કરે અને તેમણે રામાયણ જેવા મહાકાવ્યો પણ વાંચવા પડશે. તિમિલિસાઈ સૌંદરરાજને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા એક સંગઠનના ‘ગર્ભ સંસ્કાર’ કાર્યક્રમની શરૂઆત કરતા આ ટિપ્પણી કરી હતી. તિમિલિસાઈ સૌંદરરાજન પોતે પણ એક સ્ત્રી રોગ નિષ્ણાંત અને ભ્રૂણ ચિકિત્સક છે.

સંવર્ધિની ન્યાસ તરફથી તૈયાર કરવામાં આવેલા ‘ગર્ભ સંસ્કાર’ કાર્યક્રમ હેઠળ સંગઠન સાથે જોડાયેલા ડૉક્ટર ગર્ભવતી માતાઓને વૈજ્ઞાનિક અને પારંપારિક ઉપાયો બાબતે બતાવશે, જેથી તેઓ સંસ્કારી અને દેશભક્ત બાળકોને જન્મ આપી શકે. ઓનલાઇન માધ્યમથી જાહેર કરવામાં આવેલા ‘ગર્ભ સંસ્કાર’ મોડ્યુલ અનુસાર આ ઉપાયોમાં ભગવદ ગીતા જેવા ધાર્મિક ગ્રંથોના પાઠ કરવા, સંસ્કૃત મંત્રોનો જાપ કરવા અને યોગાભ્યાસ સામેલ હશે. આ પ્રક્રિયા ગર્ભધાનથી પહેલા પ્રસાવના ચરણ સુધી શરૂ થશે અને ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી સંતાન 2 વર્ષનું ન થઈ જાય.

આ કાર્યક્રમ દરમિયાન ગર્ભવતી મહિલાઓના પરિવારના સભ્યોનું પણ માર્ગદર્શન કરવામાં આવશે. સંવર્ધિની ન્યાસ, રાષ્ટ્ર સેવિકા સમિતિની એક શાખા છે. કાર્યક્રમને સંબોધિત કરતા તિમિલિસાઈ સૌંદરરાજને ગર્ભ સંસ્કાર’ કાર્યક્રમ મોડ્યુલ વિકસિત કરવામાં સંવર્ધિની ન્યાસના પ્રયાસોના વખાણ કર્યા અને કહ્યું કે, ગર્ભાવસ્થા પ્રત્યે આ વૈજ્ઞાનિક અને સમગ્ર દૃષ્ટિકોણના કાર્યાન્વયથી નિશ્ચિત રૂપે સકારાત્મક પરિણામ મળશે. ગામોમાં આપણે ગર્ભવતી મહિલાઓને રામાયણ, મહાભારત અને અન્ય મહાકાવ્યો સાથે સાથે સારી કહાનીઓ વાંચતા જોઈ છે.

ખાસ કરીને તામિલનાડુમાં એવી માન્યતા છે કે ગર્ભવતી મહિલાઓએ કમ્બ રામાયણના સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન સુંદરકાંડનો પાઠ કરવો બાળકો માટે ખૂબ સારો હશે. સુંદરકાંડ, રામાયણનો એક અધ્યાય છે. સંગઠનના એક વરિષ્ઠ પદાધિકારી મુજબ, ગર્ભ સંસ્કાર કાર્યક્રમને આખા દેશમાં સંવર્ધિની ન્યાસ સાથે જોડાયેલા ડૉક્ટરો દ્વારા લાગૂ કરવામાં આવશે. સંવર્ધિની ન્યાયાસના એક પદાધિકારીએ કહ્યું કે, આ ઉદ્દેશ્ય માટે અમે દેશને 5 ક્ષેત્રોમાં વચ્ચે છે અને દરેક ક્ષેત્રમાં 10 ડૉક્ટરોની ટીમ હશે જે આ કાર્યક્રમને લાગૂ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp