પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફની પુત્રી જેલમાંથી છુટી અને તરત ધરપકડ કરી લેવામાં આવી
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની પાર્ટીની નેતા, પૂર્વ આર્મી ચીફની પૌત્રી અને ખુબસૂરત ફેશન ડિઝાઇનર 6 મહિના પછી જેલમાંથી છુટી અને તરત જ પોલીસે ધરપકડ કરી લીધી છે.
પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફની પૌત્રી અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના નેતા ખાદીજા શાહ શુક્રવારે જેલમાંથી છૂટ્યા પછી તરત જ લાહોરમાં ફરીથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ખાદીજાની 9 મેના રોજ થયેલી હિંસામાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. જનરલ આસિફ નવાઝ જંજુઆની પૌત્રી અને ફેશન ડિઝાઈનર ખાદીજાને પંજાબ પ્રાંતમાં સ્થિત લાહોરની કોટ લખપત જેલમાંથી છૂટ્યા બાદ તરત જ મેન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર (MPO) ઓર્ડિનન્સ હેઠળ 30 દિવસના સમયગાળા માટે અટકાયતમાં રાખવામાં આવી હતી.
પાકિસ્તાનનીપંજાબ પોલીસે કહ્યું હતું કે, ખાદીજા શાહની મુક્તિથી પ્રાંતમાં કાયદો અને વ્યવસ્થા બગડી શકે છે. ખાદીજા 'લાહોર કોર્પ્સ કમાન્ડર હાઉસ' પર હુમલાના સંબંધમાં છેલ્લા 6 મહિનાથી જેલમાં હતા. 'લાહોર કોર્પ્સ કમાન્ડર હાઉસ' ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાના પુત્રની માલિકીની જગ્યા છે.
પાકિસ્તાન તહરીક- એ ઇન્સાફ (PTI) ના ઓછામાં ઓછા 10,000 નેતાઓ અને કાર્યકરોની 9 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી.રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર અને ફૈસલાબાદ શહેરમાં ISI બિલ્ડીંગ સહિત સરકારી સંસ્થાઓ અને લશ્કરી થાણાઓ પર કથિત રીતે હુમલા અને આગચંપી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) દ્વારા ભ્રષ્ટાચારના કેસમાં ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાનની ધરપકડ બાદ PTI કાર્યકરો દ્વારા કથિત હુમલો કરવામાં આવ્યો હતો. ખાદીજા શાહને ચારેય આતંકવાદી કેસોમાં જામીન મળી ગયા હતા અને શુક્રવારે લાહોર આતંકવાદ વિરોધી અદાલતે તેમને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
જો કે, ખાદીજા જેલમાંથી બહાર આવી કે તરત જ મોટી સંખ્યામાં પોલીસ દળો કોટ લખપત જેલની બહાર પહોંચી ગયા અને પબ્લિક ઓર્ડર ઓર્ડિનન્સને ટાંકીને તેની ફરી ધરપકડ કરી હતી. લાહોરના ડેપ્યુટી કમિશનરે ખાદીજાને કસ્ટડીમાં લેવાનો આદેશ જારી કર્યો હતો.
ખાદિજા શાહે કહ્યું કે 9 મેના વિરોધ પ્રદર્શનમાં શાંતિપૂર્ણ રીતે ભાગ લેવા બદલ તેમને ચાર મહિનાથી વધુ સમય માટે જેલમાં રાખવામાં આવી હતી.દરેક PTI મહિલા કેદીએ લાહોરની કોટ લખપત જેલમાં અકલ્પનીય સજા ભોગવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp