‘INDIA’ નામ રાખનાર વિપક્ષ સામે ભાવનાને ઠેસ પહોંચાડવાની ફરિયાદ

PC: facebook.com/IndianNationalCongress

બેંગલુરુમાં મળેલી વિપક્ષ પાર્ટીની બેઠકમાં 26 પાર્ટીઓએ મંગળવારે સર્વાનુમતે તેમના નવા મહાગઠ બંધન માટે ‘INDIA’ એટલે કે ઇન્ડિયન નેશનલ ડેવપલમેન્ટલ ઇન્ક્લ્યુસીવ એલાયન્સ. વિપક્ષી એકતા બતાવવા માટે આ નામ તો રાખ્યું , પરંતુ વિપક્ષ હવે નામ રાખીને ખરાબ રીતે ફસાયા છે. દિલ્હીમાં ફરિયાદ કરવામાં આવી છે અને ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે India નામ રાખવાને કારણે અમારે ભાવનાને ઠેસ પહોંચી છે. આ ફરિયાદ 26 વર્ષના અવનીશ મિશ્રાએ નોંધાવી છે.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કોઇ પણ વ્યકિત તેના વ્યક્તિગત ફાયદા માટે INDIA નામનો ઉપયોગ કરી શકે નહીં. એ વાત પર પણ ભાર મુકવાં આવ્યો કે 26 પાર્ટીઓએ Embles એક્ટનું ઉલ્લંઘન કર્યું છે. મંગળવારે બેંગલુરુમાં મળેલી વિપક્ષ એકતાની જે બીજી બેઠક મળી હતી, તેમાં નવા ગઠબંધનનું નામ INDIA રાખવાનો નિર્ણય લેવાયો હતો.

 હવે વિપક્ષો તરફથી એવો તર્ક રજૂ કરવામાં આવી રહ્યો છે કે INDIA નામ એટલા માટે રાખવામાં આવ્યું છે કે કારણકે આખો દેશ તેમની સાથે ઉભો છે. એવું પણ કહેવામાં આવ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને પ્રધાનમંત્રી મોદીનો સામનો વિપક્ષ નહી, પરંતુ  INDIA કરશે.

એવું જાણવા મળ્યું છે કે INDIA નામ રાખવાનો આઇડિયા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો હતો અને બાકીના નેતાઓએ પછી મંજૂરી પર મહોર મારી હતી. પરંતુ અત્યારે તો આ નામ વિપક્ષ માટે માથાનો દુખાવો બની રહ્યું છે. 24 કલાકની અંદર જ  મહાગઠબંધનના નવા  નામ INDIA સામે ફરિયાદ નોંધાઇ ગઇ. હજુ સુધી વિરોધ પક્ષની આ વિશે કોઇ ટીપ્પણી સામે આવી નથી.

લોકસભાની ચુંટણી આવતા વર્ષે એટલે કે 2024માં થવાની છે અને બધી રાજકીય પાર્ટીઓ તડજોડમાં લાગી ગઇ છે. 2024માં ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હરાવવા માટે વિપક્ષો એક મંચ પર આવ્યા છે. વિપક્ષોની સૌથી પહેલી મિટીંગ બિહારના પટનામાં મળી હતી અને એ મિટીંગની આગેવાની બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કરી હતી. તે વખતે 17 વિપક્ષ પાર્ટીઓ ભેગી થઇ હતી, પરંતુ 17 અને 18 જુલાઇએ જ્યારે બેંગલુરુમાં  વિપક્ષોની મિટીંગ મળી તે કોંગ્રેસની આગેવાની હેઠળ મળી હતી અને 26 વિપક્ષ પાર્ટીઓ ભેગી થઇ હતી.

મંગળવારે ભાજપે તેના સાક્ષી પક્ષો સાથે મિટીંગ કરી હતી અને ભાજપે કહ્યુ હતું કે અમારી સાથે 38 પક્ષો છે. વિપક્ષ પાર્ટીના નામ સામે ફરિયાદ કરનાર  26 વર્ષનો અવિનાશ મિશ્રા કોણ છે તેની અત્યારે માહિતી મળી શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp