
રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય પદ રદ થયા પછી કોંગ્રેસે સરકાર સામે લડત ચાલું કરી છે. રવિવારે દિલ્હીમાં રાજઘાટ પાસે એક સભાને સંબોધન કરતી વખતે કોંગ્રેસના મહાસચિવ અને રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી વાઢ્રાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કેટલીક ઇમોશનલ વાતો પણ કરી હતી.
#WATCH आप परिवारवादी कहते हैं तो भगवान राम कौन थे? क्या वो परिवारवादी थे? क्या पांडव परिवारवादी थे? और हमें क्या शर्म आनी चाहिए कि हमारे परिवार के सदस्य इस देश के लिए शहीद हुए?: कांग्रेस महासचिव प्रियंका गांधी, दिल्ली pic.twitter.com/fUvZU1LLtq
— ANI_HindiNews (@AHindinews) March 26, 2023
પ્રિયંકા ગાંધી વાઢ્રાએ કહ્યું કે, જ્યારે અહીં સ્ટેજ પર બેઠી હતી ત્યારે મારા મનમાં 32 વર્ષ જુની યાદ તાજી થઇ ગઇ હતી. મે 1991માં મારા શહિદ પિતાની સ્મશાન યાત્રા નિકળી હતી. હું મારી માતા અને રાહુલ એક કારમાં હતા. મારા પિતાની અંતિમ યાત્રા થોડી જ આગળ ગઇ હતી અને રાહુલે કહ્યું કે મારે ગાડીમાંથી નીચે ઉતરવું છે. મારી માતાએ ઇન્કાર કર્યો, પરંતુ રાહુલ માન્યો નહી અને અંતિમ યાત્રામાં ચાલતા ચાલતા રાજઘાટ સુધી પહોંચ્યો હતો.
મારા પિતાનું શબ તિરંગામાં લપેટાયેલું હતું. આમ છતા મારા શહિદ પિતાનું સંસદ કરવામાં આવે છે, મારી માતાનું સંસદમાં અપમાન કરવામાં આવે છે. તમારા મંત્રી એમ પુછે છે કે રાહુલના પિતા કોણ છે? તમારા પ્રધાનમંત્રી જાતે સંસદમાં કહે છે કે ગાંધી પરિવાર નહેરુ ઉપનામનો ઉપયોગ કેમ નથી કરતું? તમારા મંત્રીએ મારા ભાઇ રાહુલ ગાંધીને દેશદ્રોહી કહ્યો, મીર જાફર સાથે સરખામણી કરી.પ્રિયંકાએ કહ્યું કે, મારે એ પુછવું છે કે તમારા પર કોઇ કેસ કેમ નથી થતો? તમારું સભ્ય પદ કેમ રદ કરવામાં નથી આવતું?
પ્રિયંકાએ કહ્યું કે આ દેશના લોકતંત્રને મારા પરિવારના લોકોએ લોહીથી સિંચન કર્યું છે. જે લોકો એમ વિચારે છે કે અમને અપમાનિત કરીને, ડરાવીને, ધમકાવશે, અમારી પાછળ સરકારની તમામ એજન્સીઓ પાસે દરોડા પડાવશે તો અમે ડરી જઇશું તો એ લોકો ખોટું વિચારી રહ્યા છે. અમને જેટલા ધમકાવશો એટલા અમે વધારે મજબુત થઇને બહાર આવીશું. લોકતંત્ર માટે અમે કઇ પણ કરવા માટે તૈયાર છીએ.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાના વિરોધમાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ આજે, રવિવારે મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સામે એક દિવસીય સત્યાગ્રહ કર્યો હતો. પાર્ટી અનુસાર, આ 'સંકલ્પ સત્યાગ્રહ' રાહુલ ગાંધી સાથે એકતામાં તમામ રાજ્યો અને જિલ્લાઓમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સામે કરવામાં આવ્યો હતો. જો કે પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે 5 વાગ્યા સુધી ચાલશે પરંતુ તે માત્ર 3.30 વાગ્યે જ સમાપ્ત થઇ ગયો હતો.
राहुल गांधी ने एजेंडा बदल दिया है, अब देश में लोकतंत्र बचाने का एजेंडा चल रहा है। राहुल गांधी ने स्पीकर से बोलने का मौका मांगा था लेकिन उन्हें मौका नहीं दिया गया और सदन से निष्कासित कर दिया, इस साजिश पर देश के लोगों में गुस्सा है: राजस्थान CM अशोक गहलोत, दिल्ली pic.twitter.com/PXv308OSoG
— ANI_HindiNews (@AHindinews) March 26, 2023
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ એજન્ડા બદલ્યો છે, હવે દેશમાં લોકશાહી બચાવવાનો એજન્ડા ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીએ સ્પીકર પાસે બોલવાની તક માંગી હતી, પરંતુ તેમને તક આપવામાં આવી ન હતી અને ગૃહમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, દેશની જનતા આ ષડયંત્રથી નારાજ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp