મોદી સરકારે બેરોજગારી-મોંઘવારી પર જવાબ આપવો પડશે.દેશમાં નફરત નહીં ચાલેઃ કોંગ્રેસ

PC: opindia.com

રાહુલ ગાંધીએ રવિવારે બપોરે એટલે કે, 29મી જાન્યુઆરીના રોજ શ્રીનગરના લાલ ચોક પર ત્રિરંગો લહેરાવ્યો છે. ત્રિરંગો લહેરાવ્યા બાદ યાત્રા નહેરૂ પાર્ક તરફ આગળ વધી. લોલ ચોક પર ત્રિરંગો લહેરાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાનો સાધ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ પોતાના મનના ચોરને જોઇ લેવો જોઇએ, તો તેમને ખબર પડશે કે, દેશમાં નફરત કોણ ફેલાવી રહ્યું છે અને દેશના ભાગલા કોણ પાડી રહ્યું છે.

રણદીપ સુરજેવાલાએ લાલ ચોક પર પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, આજે દેશમાં નફરત અને ડરનો માહોલ બનાવવામાં આવ્યો છે. તેમણે તેના માટે મોદી સરકારને જવાબદાર ઠેરવી છે. સુરજેવાલાએ કહ્યું કે, લાલ ચોક પર ભારતનો ત્રિરંગો લહેરાવીને અમે એ બતાવ્યું કે, નફરત પણ ન ચાલશે અને ભાગલા પણ ન ચાલશે. આ દેશમાં પ્રેમ, મોહબ્બત અને ભાઇચારો જ ચાલશે.

સુરજેવાલા અહીં જ ન થોભ્યા, તેમણે આગળ કહ્યું કે, મોદી સરકારે બેરોજગારી અને મોંઘવારી પર જવાબ આપવો પડશે. આજે દેશમાં નફરત અને ભાગલાનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. સુરજેવાલાએ કહ્યું કે, 140 કરોડ લોકો દેશના વડાપ્રધાનથી પણ મોટા છે, તેઓ મોદી હોય કે કોઇ અન્ય. આ લોકો જ આ દેશનો ઝંડો છે. આજે અમે લાલ ચોક પરથી કોઇ જંગ નહીં પણ દેશને ફરીથી જોડવાનું એલાન કરી રહ્યા છીએ.

એક સવાલના જવાબમાં સુરજેવાલાએ કહ્યું કે, કાશ વડાપ્રધાન પોતાના મનના ચોરને જોઇ લે તો સત્ય સામે વી જાય. આ દેશને દરરોજ કબ્રસ્તાન અને સ્મશાનમાં તોડવામાં આવી રહ્યો છે. અમે કહેવા માગીએ છીએ કે, આદેશ આમ ન ચાલશે, આ દેશ રોજગારથી ચાલશે, ગેસનો સિલિન્ડર જ્યારે 400 રૂપિયાનો થશે ત્યારે દેશ બદલાશે. જ્યારે દાળ 60 રૂપિયાની થશે ત્યારે દેશ બદલાશે. જ્યારે બેરોજગારોને રોજી રોટી મળશે ત્યારે દેશ ચાલશે.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે, રાહુલ ગાંધીએ 30મી જાન્યુઆરીના રોજ પીસીસી કાર્યાલય પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો છે, કારણ કે, બીજે ક્યાંય તેની અનુમતિ ન હોતી આપવામાં આવી. કાલે સાંજે રાજ્ય પ્રશાસને તેમને લાલ ચોક પર ઝંડો લહેરાવવાની અનુમતિ એક શરત સાથે આપી અને એ શરત હતી કે, આ કાર્યક્રમ 29મી તારીખે થવો જોઇએ.

કોંગ્રેસની ભારત જોડો યાત્રા લાલ ચોક પછી શહેરના બુલેવાર્ડ ક્ષેત્રમાં નહેરૂ પાર્કની તરફ આગળ વધી છે, જ્યાં 4080 કિલોમીટર લાંબી આ પદયાત્રાનું 30મી જાન્યુઆરીનો રોજ સમાપન થશે. આ યાત્રા સાતમી સપ્ટેમ્બરના રોજ તામિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઇ હતી અને આખા દેશના 75 જિલ્લાઓમાંથી પસાર થઇ ચૂકી છે.

જાણકારી અનુસાર, સોમવારે રાહુલ ગાંધી શ્રીનગરમાં MA રોડ સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં ત્રિરંગો લહેરાવશે, ત્યાર બાદ તેના સ્ટેડિયમમાં એક જનસભા આયોજિત કરવામાં આવશે. આ જનસભા માટે 23 વિપક્ષી દળોના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp