રાજસ્થાનમાં ચૂંટણી લડી રહેલા 7 નેતાઓની બબ્બે પત્ની, 3ના 5થી વધારે સંતાનો
રાજસ્થાનમાં 25 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી થવાની છે અને કોંગ્રેસ અને ભાજપ 230 બેઠકો જીતવા માટે ભારે મહેનત કરી રહ્યા છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં 7 ઉમેદવારો એવા છે જેમની બબ્બે પત્નીઓ છે અને 3 નેતા એવા છે જેમાના 5થી વધારે સંતાનો છે.
રાજસ્થાનના મેવાડ-વાગડમાં વિધાનસભા ચૂંટણી લડી રહેલા 7 નેતાઓની બે-2 પત્નીઓ છે.3 ઉમેદવારો એવા છે જેમને 5 થી વધુ બાળકો છે. આ વાત ત્યારે સામે આવી જ્યારે આ નેતાઓએ ઉમેદવારી નોંધાવી અને તેની સાથે એફિડેવિટ પણ આપી. એફિડેવિટમાં બે પત્નીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ દિવસોમાં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો પોતાનો પુરો પ્રયાસ કરી રહ્યા છે. અહીં કેટલાક રસપ્રદ પાસાઓ પણ સામે આવ્યા છે. મેવાડ-વાગડની 28માંથી 6 બેઠકો પર 7 ધારાસભ્ય ઉમેદવારો છે જેમને બે પત્નીઓ છે. પ્રતાપગઢ સીટ પર ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોને બે-બે પત્નીઓ છે.
વિધાનસભાની ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોના નોમિનેશન પછી, એફિડેવિટમાં બહાર આવ્યું છે કે એવા ઉમેદવારો છે જેમને 5 થી વધુ બાળકો છે. જેમાં ઝાડોલથી કોંગ્રેસના હીરાલાલ ડારંગીને 7 અને ભાજપના બાબુલાલ ખરાડીને 5 બાળકો છે. ખેરવાડાથી ભાજપના નાનાલાલ અહારીને 6 સંતાનો છે.
ઉદયપુરની વલ્લભનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઉદયલાલ ડાંગીને બે પત્નીઓ છે, જ્યારે ખેરવાડાથી કોંગ્રેસના ઉમેદવાર દયારામ પરમાર અને ઝડોલથી કોંગ્રેસના ઉમેદવાર હીરાલાલ ડારંગીને પણ બે-બે પત્નીઓ છે. પ્રતાપગઢમાં પણ ભાજપના હેમંત મીણા અને કોંગ્રેસના રામલાલ મીણાએ ઉમેદવારી પત્રો સાથે એફિડેવિટમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
રાજસ્થાનના બાંસવાડા જિલ્લા ગઢીથી ભાજપના ઉમેદવાર કૈલાશચંદ મીણી અને ઘાટોલથી કોંગ્રેસના ઉમેદવાર નાનાનાનલ નિનામાને પણ બે પત્નીઓ છે.આદિવાસી સમુદાયમાં બહુપત્નીત્વ હજુ પણ પ્રચલિત છે. અહીં કેટલાક લોકો માટે 2 અને કેટલાક માટે 3 પત્નીઓ હોવી સામાન્ય બાબત માનવામાં આવે છે.
ઉદયપુરના સાંસદ અર્જુનલાલ મીણાને પણ બે પત્નીઓ છે. તાજેતરમાં કરવા ચોથ દરમિયાન તેમની બંને પત્નીઓએ અર્જુનલાલનો ચહેરો જોઈને ઉપવાસ તોડ્યા હતા.ગત વર્ષે તેમની આવી જ તસવીર સામે આવી હતી જેની ખૂબ ચર્ચા થઈ હતી. સાંસદ અર્જૂનલાલ મીણાની પત્નીઓ મીનાક્ષી અને રાજકુમારી બંને બહેનો છે અને ખુશી ખુશી મીણા સાથે રહે છે. રાજકુમારી સરકારી શાળામાં શિક્ષિકા છે અને મીનાક્ષીના નામ પર ગેસ એજન્સી ચાલે છે.
રાજસ્થાનમાં અત્યારે કોંગ્રેસના અશોક ગેહલોતની સરકાર છે. 3 ડિસેમ્બરે પરિણામો જાહેર થયા પછી ખબર પડશે કે ગેહલોત પાસે સત્તા રહે છે કે ભાજપ પાસે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp