
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ફરી એકવાર હુમલાવર થયા છે. તેમણે પોતાના ભાષણમાં BJP પર મોટો હુમલો બોલ્યો છે. માલદામાં આયોજિત એક જનસભામાં પોતાના સંબોધન દરમિયાન મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ખોટું બોલવા અને જનકલ્યાણના કામ ન કરવાનો આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ પોતાના ભાષણમાં કેન્દ્ર સરકાર પર હુમલો કરતા કહ્યું હતું કે, આ દિલ્હીના નેતા ચૂંટણીમાં ખોટું બોલે છે, ખોટાં વાયદાઓ કરે છે પરંતુ, પૈસા નથી આપતા. પોતાના રાજ્યના પૈસા અમને જ નથી મળતા. સરકાર એ પૈસાથી અર્થનીતિ નહીં પરંતુ, રાજનીતિ કરી રહી છે, કોઈ જનકલ્યાણના કામો નથી કરી રહી.
હાલમાં જ મમતા બેનર્જીએ આંદમાન નિકોબારના કેટલાક દ્વીપોના નામ બદલવાને લઈને પણ કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની પહેલ માત્ર એક લોકપ્રિયતા હાંસલ કરવા માટે કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝે પોતે જ 1943માં બે દ્વીપોના નામ ક્રમશઃ શહીદ અને સ્વરાજ રાખ્યા હતા. નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના 21 દ્વીપોનું નામકરણ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર કરાયા બાદ મમતા બેનર્જીની આ પ્રતિક્રિયા સામે આવી હતી.
મમતા બેનર્જીએ કહ્યું હતું કે, આજે માત્ર લોકપ્રિયતા મેળવવા માટે કેટલાક લોકો દ્વીપોના નામ શહીદ અને સ્વરાજ રખાયા હોવાનો દાવો કરી રહ્યા છે પરંતુ, આ સત્ય નથી. નેતાજીએ સેલુલર જેલના પ્રવાસ દરમિયાન આ દ્વીપોના આ નામો રાખ્યા હતા.
ये दिल्ली के नेता चुनाव में झूठ बोलते हैं, झूठे वादे करते हैं लेकिन पैसे नहीं देते। अपने राज्य का पैसा हमें ही नहीं मिलता। सरकार उन पैसों से अर्थनीति नहीं राजनीति कर रही है, कोई जनकल्याण का काम नहीं कर रहीः पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी, मालदा pic.twitter.com/C3w7nng2bt
— ANI_HindiNews (@AHindinews) January 31, 2023
આ અગાઉ પણ મમતા બેનર્જીએ કેન્દ્રની BJP સરકાર પર હુમલો બોલ્યો હતો. તેમણે કહ્યું હતું કે, BJPની વિચારધારા આત્મકેન્દ્રિય થવાનું છે. સંવિધાનનું પાલન કરવું આપણી મજબૂરી છે, પરંતુ આજે ઈતિહાસ, ભૂગોળ, રાજકારણને ભૂલવવામાં આવી રહ્યા છે. શિક્ષણ અને સંસ્કૃતિને બદલવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, હું દેશમાં એકતા ઈચ્છું છું. સંઘીય ઢાંચાને મજબૂત કરવા માંગુ છું. સમગ્ર ભારતમાં અભૂતપૂર્વરીતે TMC સરકાર વિરુદ્ધ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. મમતા બેનર્જીએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું હતું કે, તમારે વિનમ્રતા સાથે લોકોની વાત સાંભળવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp