પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક વીડિયો પાકિસ્તાનમાં વાયરલ થઇ રહ્યો છે, PMએ કહેલુ

PC: hindustantimes.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક વીડિયો ભારતમાં તો વાયરલ થયો જ છે, પરંતુ પાકિસ્તાનમાં પણ જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.   આ વીડિયોને પાકિસ્તાનના પૂર્વ મંત્રીથી માંડીને પત્રકારો પણ શેર કરી રહ્યા છે.

એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મજુબ PM મોદીનો આ વીડિયો વર્ષ 2019નો જણાવવામાં આવી રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે અમે પાકિસ્તાનની હેકડી કાંઢી નાંખી છે મતલબ કે પાકિસ્તાનનો ઘમંડ દૂર કરી દીધો છે. તેને કટોરો લઇને દુનિયાભરમાં ફરવા માટે મજબૂર કરી દીધું છે. PM મોદીનો આ વીડિયો પાકિસ્તાનની પીટીઆઈ પાર્ટીના નેતા આઝમ ખાન સ્વાતિ સહિત ઘણા પૂર્વ મંત્રીઓએ શેર કર્યો છે.

આઝમ ખાન સ્વાતિએ પાકિસ્તાનની તત્કાલિન સરકાર પર નિશાન સાધ્યું અને લખ્યું  કે, પાકિસ્તાનની સત્તાધારી સરકારને એવું કહેતા શરમ આવવી જોઇએ કે તેઓ બદલાવ લાવી રહ્યા છે. લોકોએ હવે પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન માટે વિચારવું જોઇએ. આ દેશને માત્ર ઇમરાન ખાન જ બચાવી શકે તેમ છે.

પાકિસ્તાનની વર્તમાન આર્થિક સ્થિતિ ખૂબ જ કંગાળ છે. હાલત એવી છે કે લોકો લોટ અને રોટી માટે રસ્તાઓ પર સંઘર્ષ કરતા જોવા મળે છે. પાકિસ્તાન દુનિયાના મોટા દેશો પાસેથી આર્થિક મદદની વિનંતી કરી રહ્યું છે.

તાજેતરમાં પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને શાહબાજ શરીફની સરકાર પર નિશાન સાધીને કહ્યું હતું કે, શહબાઝ શરીફના નેતૃત્વમાં બદમાશોએ દેશની અર્થવ્યવસ્થા નષ્ટ કરી નાંખી છે. હવે પાકિસ્તાન સરકાર દુનિયાભરમાં ભીખ માંગી રહી છે.

ઇમરાન ખાને કહ્યુ હતું કે,જો આપણે આઈટી સેક્ટરનું ઉદાહરણ લઈએ તો વર્ષ 2000માં ભારતની આઈટી નિકાસ 8 હજાર કરોડ રૂપિયાની આસપાસ હતી જે આજે એક લાખ કરોડને આંબી ગઈ છે. અને જુઓ પાકિસ્તાન આજે ક્યાં ઊભું છે. શરીફ અને ઝરદારી નામના બે પરિવારો 35 વર્ષ સુધી સત્તામાં રહ્યા પરંતુ આ લોકોએ ક્યારેય તેની નિકાસ પર ધ્યાન આપ્યું નહીં.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ વાયરલ વીડિયો શેર કરીને પાકિસ્તાન પત્રકાર નાયલા ઇનાયતે લખ્યું કે, મજાની વાત એ છે કે PTI નેતા આ વીડિયો શેર કરીને શાહબાઝ સરકારને એ કહેવા માંગે છે કે PM મોદી તેમની સરકાર વિશે શું કહી રહ્યા છે? આ વીડિયો 2019નો છે અને તે વખતે પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર હતી.

તાજેતરમાં જ પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે અલ અરેબિયા ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતને આર્થિક મદદ માટે વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે તે બંને દેશો પર નિર્ભર કરે છે કે આપણે શાંતિથી રહીએ, પ્રગતિ કરીએ અથવા એકબીજા સાથે ઝઘડો કરીને આપણો સમય અને સંશાધન વેડફી નાંખીએ. પાકિસ્તાને ભારત સાથે ત્રણ યુદ્ધો કર્યા છે, જેના કારણે દેશમાં ગરીબી અને બેરોજગારી આવી છે. અમે આમાંથી બોધપાઠ શીખ્યા છે. અમે હવે શાંતિથી જીવવા માંગીએ છીએ અને અમારી તમામ સમસ્યાઓ ઉકેલવા માંગીએ છીએ.

શાહબાઝે એમ પણ કહ્યું કે અમે પાકિસ્તાનમાં ગરીબી ખતમ કરવા અને સમૃદ્ધિ લાવવા માંગીએ છીએ. અમે અમારા લોકોને વધુ સારી શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ અને રોજગારની તકો આપવા માંગીએ છીએ. અમે અમારા સંશાધનો બોમ્બ અને દારૂગોળો પર વેડફવા માંગતા નથી. શાહબાઝે કહ્યું કે હું આ સંદેશ PM મોદીને આપવા માંગુ છું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp