26th January selfie contest

ગૃહ મંત્રાલયે ભાજપના આ 3 નેતાઓને આપી Y+ કેટેગરીની સુરક્ષા, કેવી હોય છે આ સુરક્ષા

PC: oneindia.com

ગૃહ મંત્રાલયે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વધુ 3 નેતાઓને Y+ કેટેગરીની VVIP સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. આ નેતાઓમાં ઋતુરાજ સિંહા, નલિન કોહલી અને અભય ગિરીનું નામ સામેલ છે. હવે આ 3 નેતા CISF કમાન્ડોન ઘેરામાં રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારે નાગાલેન્ડ ચૂંટણીના કારણે આ નેતાઓને VVIP સુરક્ષા પ્રદાન કરી છે કેમ કે નલિન કોહલીને નાગાલેન્ડના પ્રદેશ પ્રભારી બનાવવામાં આવ્યા છે. નાગાલેન્ડમાં આ મહિને 27 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે.

જ્યારે મતગણતરી 2 માર્ચના રોજ હશે. રાજ્યમાં 60 વિધાનસભા સીટો છે. એવામાં સત્તામાં આવવા માટે બધી રાજનીતિક પાર્ટીઓ પૂરો જોર લગાવી રહી છે. નાગાલેન્ડમાં નામાંકન પ્રક્રિયા પોતાના અંતિમ ચરણમાં છે. ભારતમાં 6 પ્રકારના સુરક્ષા કવર છે. X, Y, Y+, Z, Z+ અને SPG છે. લગભગ 600 કરોડ રૂપિયાના વાર્ષિક બજેટવાળું સુરક્ષા ગ્રુપ (SPG) માત્ર વડાપ્રધાનની સુરક્ષા કરે છે. SPGની સુરક્ષા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સિવાય સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ પ્રદાન કરવામાં આવે છે. જો કે લગભગ 3 વર્ષ અગાઉ તેમની સુરક્ષામાં ઘટાડો કરીને Z+ સિક્યોરિટી કરી દેવામાં આવી છે.

કેવી રીતે મળે છે સુરક્ષા?

કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF)ને VPIઓને સુરક્ષા પ્રદાન કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. જો કે મંત્રીઓને સરકારમાં તેમની સ્થિતિના કારણે કેન્દ્રીય સુરક્ષા કવર મળે છે. અંગત વ્યક્તિઓ માટે એવી સુવિધાઓ સીધી ઇન્ટેલિજેન્સ એજન્સીઓના ઇનપૂટના આધાર પર આપવામાં આવે છે.

શું છે X શ્રેણીની સિક્યોરિટી?

બે વ્યક્તિગત સુરક્ષા અધિકારી 24 કલાક સાથે રહે છે. લગભગ 6 PSO 8 કલાકની શિફ્ટમાં કામ કરે છે.

શું છે Y અને Y+ સિક્યોરિટી?

Y શ્રેણીની સુરક્ષા હેઠળ PSO અને એક સશસ્ત્ર ગાર્ડ 24 કલાક નિવાસ અને રાત્રે અતિરિક્ત સુરક્ષા પ્રદાન કરે છે. લગભગ 11 (નિવાસ માટે 5 અને વ્યક્તિગત સુરક્ષા માટે 6) સૂરક્ષાકર્મી શિફ્ટ વાઇઝ ડ્યુટી કરે છે. તેની સંખ્યા શિફ્ટ મુજબ ઓછી કે વધારે પણ થઇ શકે છે. જ્યારે Y+ના સુરક્ષા કવર હેઠળ 5 કર્મચારી એક CRPF કમાન્ડર અને 4 કોન્સ્ટેબલ આવાસ પર ફરજ બજાવે છે. 6 વ્યક્તિગત સુરક્ષા અધિકારીઓ (PSO)ને 3 શિફ્ટમાં રોટેશનના આધાર પર સુરક્ષા સાથે તૈનાત કરવામાં આવે છે. તેનો અર્થ છે કે PSO દરેક સમયે સુરક્ષા પ્રાપ્ત વ્યક્તિ સાથે હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp