ત્રિપુરા વિધાનસભામાં જબરદસ્ત હંગામો, મારામારી, 5 MLA સસ્પેન્ડ, પોર્ન ફિલ્મ મામલો

PC: dainiksaveratimes.com

ભાજપના એક ધારાસભ્ય વિધાનભામાં  પોર્ન ફિલ્મ જોઇ રહ્યા હતા તેવો વીડિયો વાયરલ થવા છતા સ્પીકરે કોઇ પગલાં નહીં લેતા શુક્રવારે ત્રિપુરા વિધાનસભામાં ભારે બબાલ મચી ગઇ હતી. ધારાસભ્યોએ એકબીજા સાથે મારામારી કરી હતી.

ત્રિપુરા વિધાનસભામાં આજે જબરદસ્ત હંગામો થયો હતો. બજેટ સત્ર દરમિયાન ધારાસભ્યોની એકબીજા સાથે અથડામણ થઇ હતી. ભાજપ અને ટીપરા મોથા પાર્ટીના ધારાસભ્યોએ ગૃહની અંદર ઝપાઝપી શરૂ કરી. આ દરમિયાન માર્શલ્સ આવ્યા અને દરમિયાનગીરી કરી હતી. વિધાનસભાની કાર્યવાહીમાં અવરોધ ઉભો  કરવા બદલ સ્પીકરે 5 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે, જેના વિરોધમાં વિરોધ પક્ષોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.

વિધાનસભાના અધ્યક્ષ વિશ્વબંધુ સેને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી) નયન સરકાર, કોંગ્રેસના સુદીપ રોય બર્મન અને ટિપરામોથાના 3 ધારાસભ્યોને ગૃહમાં અડચણ ઉભી કરવા બદલ એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા. ટીપરા મોથાના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોમાં બ્રિસ્વકેતુ દેબબર્મા, નંદિતા રેઆંગ અને રણજીત દેબબર્માનો સમાવેશ થાય છે.

ત્રિપુરા વિધાનસભામાં હંગામો ત્યારે થયો જ્યારે 13મી એસેમ્બલી પહેલા બજેટ સેશનના પહેલા દિવસે કોંગ્રેસના ધારાસભ્ય સુદીપ બર્મન ગંગા જળ લઇને વિધાનસભા પહોંચ્યા હતા. તેમણે એસેમ્બલીમાં દરેક જગ્યાએ ગંગા જળ છાંટ્યું હતુ, જ્યાં તેઓ ગયા હતા. તેમનું કહેવું છે કે ભાજપ ધારાસભ્ય જાધવ લાલ નાથે વિધાનસભામાં પોર્ન ફિલ્મ જોઇ હતી. છતા પણ સ્પીકરે કોઇ પગલાં લીધી નહોતા. એટલે ગૃહમાં ગંગા જળથી શુદ્ધિ કરવાની જરૂરત છે.

કોંગ્રેસના ધારાસભ્યના આ પગલાંથી વિધાનસભામાં હંગામો મચી ગયો હતો. એ પછી ટીપરા મોર્થાના વિપક્ષ નેતા અનિમેશ દેબબર્માએ ઉભા થઇને સ્પીકરને કહ્યું કે,શું તમે ભાજપના ધારાસભ્યની સામે સ્થગિત પ્રસ્તાવ લાવવાની મંજરી આપશો. સ્પીકર આ વાતને નકારી દેતા હંગામો વધી ગયો હતો. એ દરમિયાન અન્ય ધારાસભ્યોએ પણ તેમની ખુરશી પરથી ઉઠીને અવાજો કરવા માંડ્યા હતા.સ્પીકર વિશ્વબંધુ સેને ધારાસભ્યોને તેમની ખુરશી પર બેસી જવા કહ્યું, પરંતુ ધારાસભ્યો માન્યા નહીં.

એ પછી ત્રિપુરા વિધાનસભામાં મારામારીના વરવા દ્રશ્યો સર્જાયા હતા અને પ્રજાના પ્રતિનિધિઓ એકબીજાને મુક્કા અને લાતો મારી રહ્યા હતા.

માર્ચ મહિનામાં સોશિયલ મીડિયા પર એક 54 સેકન્ડની વીડિયો ક્લીપ વાયરલ થઇ હતી. જેમાં ભાજપના ધારાસભ્ય જાધવ લાલ નાથ પોર્ન ફિલ્મ જોતા નજરે પડ્યા હતા. જો કે ભાજપના ધારાસભ્યએ પોતાનો તર્ક આપ્યો હતો કે વારંવાર ફોન આવી રહ્યા હતા ત્યારે પોર્ન ફિલ્મ અચાનક ખુલી ગઇ હતી.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp