આદિવાસીઓની માંગ 4 રાજ્યોને તોડીને એક ભીલ પ્રદેશ બનાવો

PC: ndtv.com

રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના પ્રમુખ તીર્થ સ્થાન માનગઢ ધામમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના આદિવાસીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. તેમણે માંગ કરી છે કે 4 રાજ્યોને તોડીને એક ભીલ પ્રદેશ બનાવો.

રાજસ્થાનમાં બાંસવાડા, ડુંગરપર, બાડમેર, જાલોર, સિરોહી, ઉદયપુર, ઝાલાવાડ, રાજસમંદ, ચિતોડગઢ, કોટા, બાંરા અને પાલી. જ્યારે ગુજરાતના અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, વડોદરા, તાપી, નવસારી, છોટાઉદેપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, ભરૂચ. મધ્ય પ્રદેશમાંથી ઇંદોર, ગુના, શિવપુરી, મંદસોર,નીમચ, રતલામ, ધાર, દેવાસ, ખંડવા,ખરગોન, બુરહાનપુર, બજવાની અને અલીરાજપુર. મહારાષ્ટ્રમાંથી નાસિક, ઠાણે, જલગાંવ, ધૂલિયા, પાલઘર અને નંદરબાર. આ જિલ્લાને તોડીને ભીલ પ્રદેશ બનાવવાની માંગ કરવામાં આવી છે.

રાજસ્થાનમાં આદિવાસીઓ રાજકરાણમાં મોટું મહત્ત્વ ધરાવે છે. 8 જિલ્લા, 92 લાખની વસ્તી, 25 વિધાનસભા અને 17 સીટ આદિવાસી માટે રિઝર્વ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp