વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય પર પોર્ન જોવાનો આરોપ, વીડિયો વાયરલ

PC: webdunia.com

ત્રિપુરા વિધાનસભાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ભાજપના એક ધારાસભ્ય પોતાના મોબાઇલ પર પોર્ન વીડિયો જોઇ રહ્યા હોવાનો આરોપ લાગ્યો છેય ત્રિપુરા યુથ કોંગ્રેસે આ ધારાસભ્યનો વીડિયો વાયરલ કર્યો છે. 27 માર્ચનો આ વીડિયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ત્રિપુરાની બાગવાસા વિધાનસભા બેઠકથી સત્તાધારી ભાજપના ધારાસભ્ય જાદવ લાલ નાથનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો 27 માર્ચે વિધાનસભાની કાર્યવાહી દરમિયાનનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર ભાજપના ધારાસભ્ય જાદબ લાલ નાથનો એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે તેઓ તેમના મોબાઇલ પર અશ્લીલ વીડિયો જોઇ રહ્યા છે અને પાછળથી કોઇ તેમનો વીડિયો ઉતારી રહ્યું છે.

ભાજપના ધારાસભ્યના આ વીડિયોને લઇને કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. ત્રિપુરા યુથ કોંગ્રેસે ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી આ વીડિયો જારી કર્યો છે અને કેપ્શમાં લખ્યું છે, વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ધારાસભ્ય જાદબ લાલ નાથ પોર્ન વીડિયો જોતા રહ્યા, પાર્ટીએ હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી.

CPI(M)ના કાર્યકર જાદબ લાલ નાથ 2018ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. જાદબે CPI(M)ના ઉમેદવાર અને ભૂતપૂર્વ સ્પીકર રામેન્દ્ર ચંદ્ર દેબનાથ સામે 2018ની ચૂંટણી લડી હતી, પરંતુ ચૂંટણી હારી ગયા હતા. તાજેતરમાં યોજાયેલી 2023 વિધાનસભાની ચૂંટણીમાં, તેઓ ફરીથી ભાજપમાંથી લડ્યા અને જીત્યા.

ત્રિપુરામાં તાજેતરમાં જ આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને વાયરલ ધારાસભ્ય જદબ લાલ નાથ બગબાસા વિધાનસભા બેઠક પરથી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. જાદબે CPMના વર્તમાન ધારાસભ્ય બિજીતા નાથને 1461 મતોના માર્જિનથી હરાવ્યા હતા. આ પહેલાની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર બિજિતા નાથને 18081 મત મળ્યા હતા, મતલબ કે 48.41 ટકા વોટ મળ્યા હતા.

અને ભાજપના ઉમેદવાર પ્રદીપ કુમાર નાથને 17731 મત મળ્યા હતા. આ બેઠક પર CPMનો કબ્જો હતો, પરંતુ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જાદવ લાલ નાથને મેદાનમાં ઉતાર્યા હતા અને તેઓ ચૂંટણી જીતી ગયા હતા

ત્રિપુરના ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાજીવ ભટ્ટાચાર્યએ કહ્યુ કે, મીડિયાના માધ્યમથી જાણકારી મળી છે. રાત્રે જાદવ લાલ નાથ સાથે ફોન પર વાત થઇ છે. પાર્ટી તરફથી તેમને એક નોટીસ મોકલવામાં આવશે. ધારાસભ્ય જાદબ લાલ નાથે કહ્યું કે, મારી સામે ષડયંત્ર રચવામાં આવ્યું છે, તેઓ પાર્ટીને ચોખવટ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp