મારા અવાજને દબાવવાની કોશિશ: થ્રી ઈડિયટ્સના અસલી રેન્ચોનો -18 ડિગ્રીમાં ઉપવાસ

PC: twitter.com

તમે આમીર ખાન અભિનીત ‘3 ઇડિયટ્સ’ ફિલ્મ જોઇ હશે. આ ફિલ્મમાં જે સાયન્ટીસનું પાત્ર આમીરે ભજવ્યું હતું તેમનું વાસ્તવિક નામ સોનમ વાંગચુક છે અને તેઓ સ્ટુડન્ટસને  વિજ્ઞાનની પદ્ધતિથી અલગ હટકે શિખવવા માટે જાણીતા છે. મેગ્સેસ એવોર્ડ મેળવાનારા વાંગચુક પર્યાવરણની જાળવણી માટે પણ જાણીતા છે. તેએ અત્યારે ઠુંઠવાતી ઠંડીમાં બરફથી છવાયેલો પહાડોની વચ્ચે 5 દિવસના ઉપવાસ કરી રહ્યા છે.

લદ્દાખના જાણીતા પર્યાવરણવિદ સોનમ વાંગચુકે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર શાસિત પ્રદેશનું તંત્ર તેમનો અવાજ દબાવવા માંગે છે. કારણ કે તેઓ પ્રદેશની પરિસ્થિતિના વિનાશ અને અસ્થિર વિકાસના વિરોધમાં 5 દિવસના લાંબા ઉપવાસ પર છે. પ્રદેશના ગંભીર પર્યાવરણીય 'શોષણ' વિશે જાગૃતિ લાવવા માટે તેમના પાંચ દિવસના ઉપવાસના ત્રીજા દિવસે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં વાંગચુકે કહ્યું કે મારો મેસેજ લોકો સુધી પહોંચતો રોકવા માટે લદ્દાખ એડમિનિસ્ટ્રેશન તેમને એક બોન્ડ પર સહી કરવા માટે મજબુર કરવાની કોશિશ કરી રહ્યું છે. જેના વિશે દાવો કરવામાં આવ્યો છે તે કોપી પણ વાંગચુકે ટ્વીટ કરી છે.

આ એ બોન્ડ છે જેમાં વાંગચુકને કહેવામાં આવ્યું છે કે તેઓ એક મહિના સુધી કોઇ પણ નિવેદન નહીં આપે અનેકોઇ પણ જાહેર બેઠકોમાં ભાગ નહીં લે.

 

બરફથી છવાયેલા પહાડોની વચ્ચે કંબલમાં લપેટાઇને સુતેલા વાંગચુકે કહ્યું કે,હું નજરકેદમાં છું. વાસ્તવમાં તે વધુ ખરાબ છે. જો તમે નજરકેદમાં છો, તો તમે દેખીતી રીતે નિયમો જાણો છો અને તેની સામે કાનૂની માર્ગો શોધી શકો છો પરંતુ અત્યારે મને મારી સંસ્થામાં રાખવામાં આવ્યો છે અને મારી ચળવળને બંધ કરી દેવામાં આવી છે. વાંગચુકે સ્ટુડન્ટસ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખની સ્થાપના કરી છે.જેના લીધે તેઓ 5 દિવસના ઉપવાસ પર છે.

 

વાંગચુક પહેલા Khardung La Passમાં ઉપવાસ કરવાની યોજના બનાવી રહ્યા હતા, જ્યા તાપમાન માઇનસ 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. તેમણે આરોપ લગાવ્યો કે તંત્ર તેમને ત્યાં જતા અટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ટેગ કરીને તેમણે ટ્વિટ કર્યું, છે કે,કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ ઇચ્છે છે કે હું આ બોન્ડ પર હસ્તાક્ષર કરું ત્યારે પણ જ્યારે માત્ર ઉપવાસ અને પ્રાર્થના થઈ રહી હોય. કૃપા કરીને સલાહ આપો, તે કેટલું યોગ્ય છે? શું મારે ચૂપ રહેવું જોઈએ? ધરપકડથી મને કોઇ ફરક પડતો નથી.

સોનમ વાંગચુક વર્ષ 2018માં પ્રતિષ્ઠીત મેગ્સેસ એવોર્ડ મેળવી ચૂક્યા છે. એમના કેરેકટરથી પ્રભાવિત થઇને કાલ્પનિક પાત્ર ફુંગસુંક બાંગડુની કલ્પના કરવામાં આવી હતી જેનું પાત્ર વર્ષ 2009ની બોલિવુડ ફિલ્મ ‘3 ઇડિયટ્સ’માં અભિનેતા આમીર ખાને નિભાવ્યું હતું.

વાંગચુકે કહ્યું કે,નિવારક પગલાં વિના, લદ્દાખનો અસ્થિર ઉદ્યોગ, પર્યટન અને વાણિજ્ય લદ્દાખમાં સતત વિકાસ પામશે અને આખરે આ પ્રદેશનો નાશ કરશે. તેમણે કહ્યું, કાશ્મીર યુનિવર્સિટી અને અન્ય સંશોધન સંસ્થાઓના તાજેતરના અભ્યાસોએ તારણ કાઢ્યું છે કે જો યોગ્ય રીતે જાળવણી ન કરવામાં આવે તો લેહ-લદ્દાખમાં બે તૃતીયાંશ ગ્લેશિયલ એટલે કે હિમશીલા ખતમ થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp