ઓપરેશન દોસ્તને ભૂલ્યુ તુર્કી, UNHRCમાં ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો, ભારતે આપ્યો જવાબ

PC: newsroompost.com

તુર્કીએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં ફરી એક વખત પાકિસ્તાનનો સાથ આપતા ભારત પર પાયાવિહોણા આરોપ લગાવ્યા છે. તુર્કીએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનનો સાથ આપતા આરોપ લગાવ્યો કે, ભારત જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તુર્કીના આ આરોપ પર ભારતે પણ મૌન સાધ્યું નથી. ભારતના પ્રતિનિધિએ UNHRCમાં તુર્કીને ફટકાર લગાવતા કહ્યું કે, તુર્કી ભારતના આંતરિક મામલે અનાવશ્યક નિવેદનોથી બચે.

તુર્કીમાં આવેલા ભૂકંપ બાદ ત્યાંના લોકોની મદદ માટે ભારતની મદદ માટે ચલાવવામાં આવેલા ‘ઓપરેશન દોસ્ત’ છતા તુર્કીએ UNHRCમાં કાશ્મીર પર પાકિસ્તાનના રાગડા તાણ્યા છે. ભારત વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ પ્રચારનો જવાબ આપવા માટે ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 52મા સત્રના ઉચ્ચ સ્તરીય ખંડમાં પોતાના ઉત્તર આપવાના અધિકારનો ઉપયોગ કર્યો. સયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ સીમા પૂજાણીએ પાકિસ્તાનમાં અહમદિયા સમુદાય, ઇસાઇઓ, હિન્દુઓ અને સિખો સહિત ધાર્મિક લઘુમતીઓના ઉત્પીડનનો મુદ્દો ઉઠાવ્યો.

સીમા પૂજાણીએ પાકિસ્તાનમાં લઘુમતીઓના ગાયબ કરવાની ‘ક્રૂર નીતિ’ માટે તેની નિંદા કરી. તેનાથી ખાસ કરીને બલુચિસ્તાન પ્રાંત અને અન્ય સ્થળો પર રહેતા લોકો પ્રભાવિત થાય છે. તેમણે અહમદિયા સમુદાયની દુર્દશા પર ભાર આપ્યો અને કહ્યું કે, પાકિસ્તાનમાં અહમદિયા સમુદાયને માત્ર પોતાના વિશ્વાસનું પાલન કરવા માટે સતાવવામાં આવી રહ્યા છે. અહીં સુધી કે, પાકિસ્તાની પાસપોર્ટ હાંસલ કરવા માટે પણ સમુદાયને પોતાના સંસ્થાપકની નિંદા કરવી પડે છે.

સીમા પૂજાણીએ એ વાત પર પ્રકાશ પાડ્યો કે, આખી દુનિયામાં હજારો નાગરિકોના મોત માટે પાકિસ્તાનની નીતિઓ સીધી રીતે જવાબદાર છે. ભારત વિરુદ્ધ કોઇ આધાર વિના ખોટો પ્રચાર કરવા પર ભારતે પાકિસ્તાનને ખરું-ખોટું સંભળાવ્યું. ભારતે કહ્યું કે, પાકિસ્તાનને તેની જગ્યાએ પોતાની જનતા માટે કામ કરવા પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. સીમા પૂજાણીએ જમ્મુ-કાશ્મીર મુદ્દાને ઉઠાવવા માટે તુર્કી અને ઇસ્લામિક સહયોગ સંગઠન (OIC) પર પણ નિશાનો સાધ્યો અને તેનાથી ભારતના આંતરિક મામલા પર ટિપ્પણી કરતા બચવાની આપણ સલાહ આપી દીધી.

ભારતના રાજદૂત સીમા પૂજાણીએ કહ્યું કે, પાકિસ્તાનન નેતાઓ અને અધિકારીઓએ પોતાના દેશના લોકોની આજીવિકા, સ્વતંત્રતા પર ધ્યાન આપવું જોઇએ, પરંતુ પાકિસ્તાન તેની તરફ ધ્યાન આપવાની જગ્યાએ પૂરા ઝનૂનથી ખોટી પ્રાથમિકતાને મહત્ત્વ આપી રહ્યું છે. પાકિસ્તાની પ્રતિનિધિએ ફરી એક વખત ભારત વિરુદ્ધ દૂષ્પ્રચાર કરવા માટે ખોટું મંચ પસંદ કર્યું છે. માનવાધિકારો પર પાકિસ્તાન તરફથી વાત કરવાનું એક મોટું મજાક છે, આ દેશમાં અવાજ ઉઠાવનારા ગાયબ થઇ જાય છે. છેલ્લા એક દશકમાં પાકિસ્તાન તપાસ આયોગને 8,463 લોકો ગુમ થવાની જાણકારી મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp