MVA ગઠબંધનમાં વિવાદ? 2 સીટ માટે બાખડી 3 પાર્ટીઓ, રોચક થઇ મહારાષ્ટ્ર પેટાચૂંટણી

PC: theprint.in

આ મહિનાના અંતમાં મહારાષ્ટ્ર વિધાનસભાની 2 સીટો પર પેટાચૂંટણી થવાની છે. આ પેટાચૂંટણી અગાઉ મહાવિકાસ અઘાડી (MVA)માં દરાર જોવા મળી રહી છે. ગઠબંધનની સહયોગી કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) બધી પાર્ટી પેટાચૂંટણી લડવાની હોડમાં છે. ઉલ્લેખનીય છે એક 26 ફેબ્રુઆરીના રોજ પેઠ અને પિંપરી-ચિંચવાડ વિસ્તારની વિધાનસભા સીટો માટે પેટાચૂંટણી થવાની છે. શિવસેના (UBT) પિંપરી-ચિંચવાડમાં નહીં, પરંતુ પેઠ વિસ્તારમાં પોતાનો ઉમેદવાર ઉતારવા માગે છે.

જો કે પેઠ વિસ્તાર માટે કોંગ્રેસનો દાવો સ્વીકાર્ય માનવામાં આવી રહ્યો છે. ચિંચવાડ અને પેઠ વિસ્તારની વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ ક્રમશઃ લક્ષ્મણ જગતાપ અને મૂકતા તિલકે કર્યું છે. મુકતા તિલકનું ગયા વર્ષે નિધન થઇ ગયું હતું. ચૂંટણી આયોગ દ્વારા જાહેર કાર્યક્રમ મુજબ પેટાચૂંટણી 26 ફેબ્રુઆરીના રોજ થશે અને પરિણામ 2 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતનું કહેવું છે કે પાર્ટી કાર્યકર્તા પિંપરી ચિંચવાડ સીટ પરથી ચૂંટણી લડવા માટે પાર્ટી પર દબાવ વધી રહ્યો છે.

પિંપરી-ચિંચવાડથી પેટાચૂંટણી લડવાની શિવસેનાની માગ તેના હાલના ઘટનાક્રમો સાથે જોડાયેલી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું કહેવું છે કે, પિંપરી ચિંચવાડ મતવિસ્તારમાં તેનો એક સંગઠનાત્મક આધાર છે. એવા સમયમાં જ્યારે ઉદ્ધવ સેના રાજનૈતિક ઉથલ-પાથલનો સામનો કરી રહી છે. તો તે ચૂંટણી લડાઇથી બહાર જોવા માગતી નથી. તો જો રિપોર્ટોનું માનીએ તો NCP ચિંચવાડને કોઇ પણ કિંમત પર શિવસેનાને નહીં આપે.

NCP એક વિધાનસભા સીટ જીતવાનો ચાંસ છોડવા માગતી નથી. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે થશે. પૂણે જિલ્લામાં 21 વિધાનસભા સીટો છે. જેમાંથી વર્ષ 2019માં NCPએ 10 અને ભાજપે 9 સીટ જીતી હતી, જ્યારે બાકી બે સીટ કોંગ્રેસના ખાતામાં ગઇ હતી.જિલ્લા પરિષદ પણ બધી NCPના નિયંત્રણમાં છે. આ કેટલાક કારણો છે જે પિંપરી-ચિંચવાડ સીટને મહત્ત્વપૂર્ણ બનાવી રહી છે કેમ કે તેને જીતવાથી શરદ પવારના નેતૃત્વવાળી પાર્ટીઓને આગળની લડાઇમાં પૂણેમાં લીડ મળશે.

એક અંગ્રેજી અખબારે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના સંદર્ભે લખ્યું કે, બે સીટો છે અને અમે 3 પાર્ટીઓ છીએ. કોંગ્રેસ અને NCPએ પોતાની પારંપારિક સીટો શિવસેના (UBT) માટે કેમ છોડવી જોઇએ. જે વર્ષ 2019ની લોકસભા અને વિધાનસભા ચૂંટણી સુધી ભાજપ સાથે ગઠબંધનમાં હતી. વર્ષ 2019ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ બનેલા MVAમાં શિવસેના (ઉદ્ધવ ગ્રુપ), શરદ પવારના નેતૃત્વવાળી NCP અને કોંગ્રેસ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp