INDIAની મીટિંગ બાદ ઉદ્ધવ અને અજિતની મુલાકાત, શું ચાલી રહ્યું છે?

PC: tfipost.com

બેંગલોરમાં વિપક્ષી મહાગઠબંધનની મીટિંગ અને તેને INDIA નામ આપવાના આગલા દિવસે મહારાષ્ટ્રમાં એક મુકલાકાતની ચર્ચા ખૂબ ચાલી રહી છે. શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના નવા ડેપ્યુટી મુખ્યમંત્રી અજિત પવાર સાથે મુલાકાત કરી છે. અજિત પવારે બગાવત કરીને NDA સરકારનો હાથ પકડ્યો છે. તે સિવાય 8 અન્ય સમર્થક ધારાસભ્યોને પણ મંત્રી પદ આપવામાં આવ્યા છે.

અજિત પવાર સાથેની મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મને આશા છે કે, તેઓ રાજ્યની જનતાના હિતમાં સારા કામો કરશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મેં અજિત પવાર સાથે દોઢ વર્ષ સુધી કામ કર્યું છે. હું તેમના સ્વભાવને જાણું છું. બીજુ તો સત્તા મેળવવાની રણનિતી છે, પણ હું માનું છું ત્યાં સુધી તેઓ લોકોની મદદ કરશે. આ મીટિંગને લઇને કયાસ માટે પણ લાગી રહ્યું છે, કારણ કે, NCPથી અજિત પવારની બગાવત બાદ એક ફરી વાર ઉદ્ધવ ઠાકરેએ તેમના પર હુમલો નથી બોલ્યો.

અજિત પવારે ઉદ્ધવ ઠાકરે સાથે મીટિંગ પહેલા શુક્રવાર, રવિવાર, સોમવારના રોજ કાકા શરદ પવાર સાથે પણ મુલાકાત કરી હતી. બે દિવસ તો તેમણે પોતાના સમર્થક 30 ધારાસભ્યોને લઇને મળ્યા હતા. આ દરમિયાન તેમણે શરદ પવારને અપીલ કરી હતી કે, તેઓ ભાજપ સરકારના સમર્થનની માગને સ્વીકાર કરી લે, જેથી NCPના ભાગલા ન પડે. જોકે, શરદ પવારે મંગળવારના રોજ સાંજે કહ્યું કે, હું ભાજપ સાથે ન જઇશ.

મહારાષ્ટ્રના રાજકારણની ગલીઓમાં રવિવારના રોજ ચર્ચાઓ શરુ થઇ છે. ડેપ્યુટી મુખ્યમંત્રી અજિત પવારે રવિવારના રોજ કાકા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતો પર ઉદ્ધવ ઠાકરે દળની શિવસેનાનું પણ નિવેદન સામે આવ્યું છે. સંજય રાઉતે આ મુદ્દે ટિપ્પણી કરતા કહ્યું કે, જે લેકોએ વિશ્વાસઘાત કર્યો છે અને દગો કર્યો છે, તેમના માટે દરવાજા ન ખુલવા જોઇએ. સંજય રાઉતે તેની આગળ NCP પર પણ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, હવે દરેક પાર્ટી તો શિવસેના જેવી નથી હોતી. જો હું શરદ પવારની જગ્યા પર હોત તો હું અજિત પવાર અને દગાખોર સાથિઓ માટે દરવાજા ન ખોલતે. રાઉતે કહ્યું કે, અમારી સાથે જે લોકોએ દગો કર્યો હતો, એ લોકોને અયોગ્ય ઘોષિત કરાવીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp