ઉદ્ધવને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી, શિંદે ગ્રુપ પાસે જ રહેશે શિવસેના

PC: lokmat.com

ઉદ્ધવ ગ્રુપને સુપ્રીમ કોર્ટમાંથી હજુ સુધી રાહત મળી નથી. કોર્ટે ચૂંટણી પંચના નિર્ણયને યથાવત રાખ્યો છે. એટલે કે શિવસેના અને ધનુષ બાણ બંને શિંદે ગ્રુપની પાસે જ રહેશે.એવું પણ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ દ્વારા ઉદ્ધવ જૂથને આપવામાં આવેલ મશાલ ટોર્ચનું ચૂંટણી ચિહ્ન ભવિષ્યમાં પણ ચાલુ રહી શકે છે.

સુપ્રીમ કોર્ટમાંથી પણ ઉદ્ધવ ઠાકરેને હજુ સુધી રાહત મળી નથી. કોર્ટે ચૂંટણી પંચના નિર્ણયને યથાવત રાખ્યો છે. એટલે કે શિવસેના અને ધનુષ બાણ શિંદે ગ્રુપ પાસે રહેશે. આ સિવાય કોર્ટે ઉદ્ધવ અને શિંદે બંને પક્ષોને નોટિસ પણ પાઠવી છે.

થોડા દિવસો પહેલા ચૂંટણી પંચે ઉદ્ધવ ગ્રુપને મોટો ઝટકો આપ્યો હતો. ચૂંટણી પંચે શિંદે ગ્રુપને વાસ્તવિક શિવસેના માન્યું હતું અને ધનુષ અને તીરનું પ્રતીક પણ તેમની પાસે ગયું હતું. તે નિર્ણયને ઉદ્ધવ ગ્રુપ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ હવે ત્યાંથી પણ કોઈ રાહત નથી. ચૂંટણી પંચના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો છે.

બુધવારે સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ઉદ્ધવ ગ્રુપ વતી દલીલ કરી હતી.તેમણે એમ પણ કહ્યું હતું કે 21 જૂન પહેલા પક્ષની અંદર કોઈ અસંમતિ કે મતભેદ નહોતા. મતભેદનો મુદ્દો ત્યારે જાણી શકાયો જ્યારે શિંદે ગ્રુપના લોકોએ આસામ જઇને નિવેદન આપવાનું શરૂ કર્યુ હતું. સિબ્બલે સવાલ કર્યો કે બળવાખોરો પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડે છે, બહુમતી ભોગવે છે. અને પછી  પાર્ટી બદલી નાંખે છે. સદસ્યતા એ કોઈની ખાનગી મિલકત નથી, જેનો તેઓ  વેપાર કરવા મંડી પડે.

સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે એ પણ દલીલ કરી  હતી કે ચુંટણી પંચના નિર્ણયનો આધાર તો એ હતો કે વિધાનસભાફ્લોર ટેસ્ટ થઈ શકે. તેમને આ ટ્રેન્ડ પર પણ અનેક સવાલો છે. હવે આ સમયે ઉદ્ધવ ગ્રુપ સામે અનેક પડકારો ઉભા છે. તેમણે નવેસરથી રાજનીતિ શરૂ કરવી પડશે, તે પણ શિવસેના વિના. સૌથી મોટી કસોટી BMC ચૂંટણીના રૂપમાં આવવાની છે જ્યાં લાંબા સમયથી શિવસેનાનો દબદબો છે. પરંતુ આ વખતે શિવસેના એકનાથ શિંદે પાસે ગઈ હોવાથી ઉદ્ધવે પોતાનું રાજકીય પાસા નવેસરથી ગોઠવવા પડશે.

આ રાજકીય આંચકા પર ઉદ્ધવ ઠાકરેએ તેમના તરફથી પ્રતિક્રિયા આપી દીધી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું  કે તેમની શિવસેનાની ચોરી થઈ ગઈ છે અને તેઓ આ જ વાતનો જનતામાં પ્રચાર કરવા જઈ રહ્યા છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે શિવસેનાનો જન્મ ભારતીય જનતા પાર્ટીના પગ ચાટવા માટે થયો નથી. ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે, 'સોપારી' આપીને શિવસેનાને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ હતું કે,અત્યારે આપણા માટે આ સૌથી મુશ્કેલ સમય છે. આજે આપણે ફરી એ તબક્કે આવ્યા છીએ, જ્યારે શિવસેના પ્રમુખ બાળાસાહેબ આપણને છોડીને ચાલ્યા ગયા હતા. બાળાસાહેબના નિધન બાદ કહેવામાં આવ્યું હતું કે હવે શિવસેના ચાલી શકશે નહીં. પરંતુ અમે આ વાત ખોટી સાબિત કરી. અમે શિવસેનાને ચલાવીને બતાવ્યું. કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે કે જો આપણે અત્યારે નહીં જાગીએ તો 2024 પછી આપણે સરમુખત્યારશાહીને આધીન થઇ જઇશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp