ઉદ્ધવ ઠાકરેએ કહ્યું-મને ખબર છે કંઇ વાત પર એકનાથ શિંદે વેચાયા, શિવસેના અને...

PC: khabarchhe.com

પોતાની પાર્ટી શિવસેનામાં ફૂટ પડ્યા બાદ પહેલી વખત ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મુખ્યમંત્રી એકનાથ શિંદેના ગૃહ વિસ્તાર થાણેની મુલાકાત લીધી અને એકનાથ શિંદે તેમજ તેમના નેતૃત્વવાળા ગ્રુપ પર પ્રહાર કર્યો. તેમણે શિવસેનાના દિવંગત નેતા આનંદ દીધેના સ્મારક પર પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી, જેમને મુખ્યમંત્રી એકનાથ શિંદેના ગુરુ પણ માનવામાં આઆવે છે. ઉદ્ધવ ઠાકરેએ એ પણ જાહેરાત કરી કે, તેઓ જલદી જ થાણેમાં એક વિશાળ સભા કરશે.

તેમણે કહ્યું કે, એકનાથ શિંદે ગ્રુપ વેચાઇ ગયું છે. મને ખબર છે કે એકનાથ શિંદે કઇ વાત પર વેચાયા છે. દીધેની જયંતીની પૂર્વ સંધ્યા પર થાણે પશ્ચિમમાં શિવજી મેદાનમાં આયોજિત ચિકિત્સા શિબિરનું ઉદ્દઘાટન કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ‘મારા પ્રેમાળ થાણેકર. હું આજે અહીં ભાષણ આપવા આવ્યો નથી. હું વાસ્તવમાં અહીં આપણાં સાંસદ રાજન વિચારે દ્વારા આયોજિત સ્વાસ્થ્ય શિબિર અને કેટલાક અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા આવ્યો છું. આજે હું અહીં નાગરિકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા આવ્યો છું.

તેમણે કહ્યું કે, જલદી જ હું ભાષણ આપવા અને થાણેકરોના રાજનૈતિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે પાછો આવીશ. ત્યારબાદ તેમણે શહેરમાં જૈન સમુદાય દ્વારા આયોજિત સમારોહમાં ભાગ લીધો હતો. ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું કે, રાજનીતિમાં વિકૃતિ અને ગંદકી વધવા છતા અસલી વફાદાર, શિવ સૈનિક જે અત્યારે પણ તેમની સાથે છે, શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેના શિક્ષણનું પાલન કરી રહ્યા છે, જેમણે 80 ટકા સામાજિક કાર્ય અને 20 ટકા રાજનૈતિક કામ કરવાનું શીખવ્યું છે.

તેમણે આગળ કહ્યું કે, મને એક વાતનો સંતોષ અને ગર્વ છે કે, રાજનીતિમાં વધતી વિકૃતિ અને ગંદકી છતા શિવસેના પોતાના લક્ષ્ય અને ઉદ્દેશ્યોને ભૂલી નથી. રાજન (વિચારે) અને અન્ય જે સાચા વફાદાર શિવસૈનિક છે, અહીં અમારી સાથે છે. શિંદે ગ્રુપ પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે તેઓ કઇ કિંમત પર વેચાઇ ગયા. શિંદે ગ્રુપ પર કટાક્ષ કરતા અને શિવસેનાના સમર્થકો દ્વારા લગાવવામાં આવેલા ‘પચાસ ખોખે, એકદમ ઠીક હૈ’ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, આ નારો દેશના ખૂણે ખૂણા સુધી પહોંચી ગયો છે અને શિવસેનામાં રાજનૈતિક વિભાજને મહારાષ્ટ્ર અને શિવસેનાને પણ બદનામ કરી દીધા છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, સંજય રાઉત કાશ્મીરમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ગયા હતા. ફર્યા બાદ તેમણે મને એક વીડિયો દેખાડ્યો. ત્યાં પણ લોકો એ નારો લગાવી રહ્યા છે. ઠાકરેની મુલાકાત પર પ્રતિક્રિયા આપતા એકનાથ શિંદેએ કહ્યું કે, લોકતંત્રમાં દરેકને પોતાની રાજનૈતિક પાર્ટી માટે પ્રચાર કરવા અને પોતાની પાર્ટીના વિકાસ માટે કામ કરવાનો અધિકાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp