ઉદ્ધવ ઠાકરે જૂથનું આ તારીખે NCPમાં થવા જઈ રહ્યું છે વિલયઃ BJP ધારાસભ્યનો દાવો

PC: postsen.com

ઉદ્વવ ઠાકરે જૂથનું શરદ પવારની NCPમાં વિલય થવા જઈ રહ્યું છે. તેની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. પોતાની નક્કી તારીખે ઠાકરે જૂથનું NCPમાં વિલય થઈ જશે. આ દાવો BJP ધારાસભ્ય નિતેશ રાણેએ કર્યો છે. તેમણે એવો પણ દાવો કર્યો કે, આ કામને પૂર્ણ કરવા માટે સંજય રાઉતને 100 કરોડની દલાલી મળી છે. સંજય રાઉત ઠાકરે જૂથને NCPમાં વિલય કરાવવાના કામને ખૂબ જ સારી રીતે અંજામ આપી રહ્યા છે. BJP ધારાસભ્ય નિતેશ રાણેએ ઠાકરે જૂથના NCPમાં વિલયની તારીખ પણ જણાવી દીધી છે. નિતેશ રાણેનો દાવો છે કે, 19 જૂનના રોજ ઠાકરે જૂથના NCPમાં વિલયનો કાર્યક્રમ સંપન્ન થશે અને પછી સંજય રાઉતને આ કામના અવેજમાં આપવામાં આવનારા કમિશનનું પેમેન્ટ કરી દેવામાં આવશે.

નિતેશ રાણેએ આજની પોતાની પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું, ઉદ્ધવ ઠાકરેનું જૂથ આધિકારીકરીતે NCP ની સાથે વિલય કરવાનું છે. ઉદ્ધવ ઠાકરે તેની જાહેરાત 19 જૂનના રોજ કરવાના છે. આ સાચુ છે કે ખોટું? સંજય રાઉત જણાવે. 19 જૂને ઉદ્ધવ ઠાકરેને શિવસેનાની સાલગિરી મનાવવાનો કોઈ અધિકાર નથી. શિવસેના તો આજે એકનાથ શિંદેની પાસે છે. શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) એટલે કે ઠાકરે જૂથની સ્થાપનાની તારીખ 10 ઓક્ટોબર, 2022 છે. કારણ કે આ દિવસે ઉદ્ધવ ઠાકરેના જૂથને શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે નામ અને ચૂંટણી ચિહ્ન મશાલ હાંસલ થયુ હતું.

નિતેશ રાણેએ આગળ કહ્યું, મારી જાણકારીમાં મહાવિકાસ અઘાડીના ગઠનના સમયે સંજય રાઉતને 200 કરોડ રૂપિયાનું કમિશન મળ્યું હતું. ઉદ્ધવ ઠાકરેને NCP માં વિલય માટે તૈયાર કરવાના બદલામાં સંજય રાઉતને 100 કરોડ રૂપિયાની ઓફર છે. સંજય રાઉત BJP પર બોલતા પહેલા, PM મોદી પર બોલતા પહેલા, દેવેન્દ્ર ફડણવીસ પર બોલતા પહેલા પોતાના માલિકની હેસિયત શું રહી ગઈ છે, તેના પર બોલે અથવા એક સંપાદકીય લખે.

BJP ધારાસભ્યએ કહ્યું કે, આથી 19 જૂને મુંબઈમાં થનારી ઉદ્ધવ ઠાકરેની સભા ગેરકાયદેસ અને નિયમ વિરુદ્ધ છે. શિવસેનાની સાલગિરી મનાવવાના કાર્યક્રમના આયોજનનો અધિકાર ઉદ્ધવ ઠાકરેને નથી. ચૂંટણી આયોગના નિયમો અનુસાર, CM એકનાથ શિંદે જે સભા આયોજિત કરી રહ્યા છે, શિવસેનાની એ જ અધિકૃત સાલગિરી સાથે સંકળાયેલી સભા થવાની છે. બીજાના ઝંડા, બીજાની પાર્ટી પર બોલતા પહેલા પોતાના જૂથમાં શું ચાલી રહ્યું છે ઉદ્ધવ તે જુએ.

નિતેશ રાણેએ કહ્યું કે, લોકતંત્રમાં ચૂંટણી આયોગ છે. સર્વોચ્ચ કોર્ટ છે. શિવસેના નામ અને ધનુષબાણ ચૂંટણી ચિહ્ન એકનાથ શિંદેનો આપવામાં આવી ચુક્યુ છે. 19 જૂને શિવસેનાના નામથી ઉદ્ધવ જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે તે ગેરકાયદેસર છે. રાજનીતિક લાવારિસ બની ચુકેલા ઉદ્ધવને એ સલાહ છે કે તેઓ બીજાના મા-બાપની ચોરી ના કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp