PM મોદી પર બનેલી ડોક્યુમેન્ટ્રી પર બ્રિટિશ સાંસદ બોલ્યા-BBCનો પ્રોપગેન્ડા વીડિયો

PC: youtube.com

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનાવવામાં આવેલી BBCની ડોક્યુમેન્ટરી પર હવે બ્રિટનના સાંસદ બોબ બ્લેકમેને જ સવાલ ઉઠાવી દીધા છે. તેમણે આ ડોક્યુમેન્ટરીને પ્રોપગેન્ડા વીડિયો બતાવી દીધો અને ગંદા પત્રકારત્વનો કરાર આપી દીધો. તેમણે કહ્યું કે, આ ડોક્યુમેન્ટ્રીને રીલિઝ જ ન થવા દેવી જોઈતી હતી. આ ડોક્યુમેન્ટ્રીમાં એ વાતને નજરઅંદાજ કરી દેવામાં આવી કે વર્ષ 2002ના ગુજરાત દંગાઓ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ દાવાઓની પોતે સુપ્રીમ કોર્ટે તપાસ કરી છે અને તે ખોટા સાબિત થયા.

એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા બોબ બ્લેકમેને BBCની ઓફિસ પર દિલ્હી અને મુંબઇમાં થયેલા ઇનકમ ટેક્સ સર્વેને લઈને પણ વાત કરી છે. તેમણે કહ્યું કે, આ કોઈ નવી વાત નથી. પહેલા પણ એમ થઈ ચૂક્યું છે. બોબ બ્લેકમેન બ્રિટનની સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ છે અને હેરો ઈસ્ટ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી રહેતા નરેન્દ્ર મોદીએ દંગાઓને રોકીને શાંતિ વ્યવસ્થા કાયમ કરવા માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા. BBCની આ ડોક્યુમેન્ટરી એક પ્રોપગેન્ડા છે અને તેનાથી ભારત અને બ્રિટનના સંબંધ ખરાબ થઈ શકે છે.

સાંસદ બોબ બ્લેકમેને આગળ કહ્યું કે, એ ખૂબ જ શરમની વાત છે. ભારત અને બ્રિટનની મિત્રતા મજબૂત છે. આ પ્રકારની વસ્તુ ખલેલ નહીં પાડી શકે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામકાજના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશિપમાં ભારતની ઈકોનોમી ઝડપથી આગળ વધી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર BBCની ડોક્યુમેન્ટરી ખોટા તથ્યોથી ભરેલી છે. તેમણે BBCના વલણ પર પણ સવાલ ઊભા કર્યા. તેમણે કહ્યું કે, BBCએ આ ડોક્યુમેન્ટ્રીનું પ્રસારણ કરવું જોઈતું નહોતું કેમ કે આખી દુનિયામાં પ્રતિષ્ઠા રહેલી છે.

આ ડોક્યુમેન્ટ્રીમાં મહત્ત્વના તથ્યોને નકારવામાં આવ્યા છે. અહીં સુધી કે ભારતની સુપ્રીમ કોર્ટની વાત પણ સામેલ કરવામાં આવી નથી, જેણે આ કેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લિનચિટ આપી દીધી હતી. બોબ બ્લેકમેન વર્ષ 2010થી જ હેરો ઈસ્ટ સીટ પરથી સાંસદ છે. તેમણે કહ્યું કે, દંગાઓ દરમિયાન મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ બીજા રાજ્યો પાસેથી પણ પોલીસ બળની માગણી કરી હતી. એ સિવાય સેનાને પણ તૈનાત કરવાની માગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp