યુક્રેને મા કાળીની આપત્તિજનક તસવીર શેર કરી, રશિયાએ જાણો શું કહ્યું

PC: oneindia.com

ભારે વિનાશનો સામનો કર્યા પછી પણ યુક્રેનનો અકડ હજુ તુટી નથી અને હવે તે રશિયાના મિત્ર ભારતની ભાવનાઓને ઠેસ પહોંચાડવા પર ઉતરી આવ્યું છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલય દ્વારા હિંદુ દેવી કાલી માતાની એક વિવાદાસ્પદ તસવીર પોસ્ટ કરવામાં આવી હતી, જેને યુક્રેને વર્ક ઓફ આર્ટ તરીકે ગણાવ્યું છે. યુક્રેનના રક્ષા મંત્રાલયના આ ફોટા પર કડક પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે અને ટ્વિટર એકાઉન્ટ પરથી લખવામાં આવ્યું છે કે મા કાલી વિનાશનું પ્રતીક છે અને એવું લાગે છે કે યુક્રેન તેના વિનાશને ખૂબ નજીકથી જોઈ રહ્યું છે. લોકો એવું કહી રહ્યા છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર હુમલો કરીને બરાબર જ કામ કર્યું છે.

યુક્રેનના સંરક્ષણ વિભાગે મા કાલીની એક વાંધાજનક તસવીર ટ્વીટ કરી છે, જેના પર રશિયાએ પણ તીખી પ્રતિક્રિયા આપી છે. યુક્રેનના આ કૃત્યની નિંદા કરતા રશિયાએ તેની તુલના નાઝીવાદ સાથે કરી છે.

યુક્રેનના સંરક્ષણ મંત્રાલય દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી તસ્વીરમાં બે તસ્વીરોને ભેગી કરવામાં આવી છે.  એક તસ્વીરમાં બોમ્બ આકાશમાં વિસ્ફોટનો ગુબ્બારો  જોવા મળે છે. જ્યારે બીજી તસવીરમાં કાળકા માતાની વિકૃત તસવીર રાખવામાં આવી છે. વિસ્ફોટ પછીના ગુબ્બારામાં મા કાળીને આપત્તિજનક સ્થિમાં દર્શાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ તસ્વીરો જોઇને લોકો આક્રોશમાં આવી ગયા છે અને આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

RAE નામના ટ્વિટર હેન્ડલ પરથી લખવામાં આવ્યું છે કે, ભગવાનની મજાક ઉડાવનારા માટીમાં ભળી જશે. અન્ય યૂઝર મોનિકા વર્માએ લખ્યું છે કે આ કોઈ મજાક નથી. સાથે જ ચંદન શર્માએ લખ્યું છે કે રશિયા યુક્રેન સાથે યોગ્ય કામ કરી રહ્યું છે. રશિયા એવું જ કરતા રહો. ભારત અને રશિયા ભાઈઓ છે અને દરેક ભારતીય રશિયાની સાથે છે. જય હિંદ, જય રશિયા.

હકીકતમાં, 30 એપ્રિલના દિવસે, યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે એક તસ્વીર ટ્વીટ કરી હતી જેમાં મા કાળીના ગરદનની આસપાસ ખોપરીની માળા દર્શાવવામાં આવી હતી અને તેની જીભ ધુમાડાના પ્લમ ઉપર દેખાતા ચિત્રમાં બહાર ચોંટેલી હતી. તેને મા કાળી  તરીકે દર્શાવીને હિંદુ આસ્થાની મજાક ઉડાવવાની વાત સામે આવી. બાદમાં વિવાદ વધતાં યુક્રેને આ ટ્વીટ ડિલીટ કરી દીધી હતી. યુક્રેન સરકારે તેના સંરક્ષણ વિભાગના ટ્વીટ માટે માફી પણ માંગી હતી.

યુક્રેનની નાયબ વિદેશમંત્રી Emine Dzhaparovaએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, હું અને મારો રક્ષા વિભાગ હિંદુ દેવી મા કાળીની તસ્વીરને ખોટી રીતે દર્શાવવા માટે શરમ અનુભવીએ છીએ. યુક્રેન અને યુક્રેનના લોકો ભારતીય સંસ્કૃતિનું સન્માન કરે છે અને તેમના સમર્થનની પ્રસંશા કરીએ છીએ. આ તસ્વીર હટાવી લેવામાં આવી છે અને અમે પરસ્પર સહયોગ અને આપસી સન્માન વધારવા માટે સમર્પિત છીએ.

રશિયાએ આ મુદ્દે યુક્રેનને  ભીંસમાં મૂક્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના પ્રતિનિધિ દિમિત્રી પોલિન્સકીએ કહ્યું કે યુક્રેનની સરકાર કોઈની પણ આસ્થાની પરવા કરતી નથી, પછી તે હિન્દુ હોય, મુસ્લિમ હોય કે ખ્રિસ્તી રૂઢિચુસ્ત હોય. યુક્રેનના સૈનિકો કુરાન બાળી રહ્યા છે, મા કાળીની મજાક કરી રહ્યા છે અને રૂઢિવાદી ખ્રિસ્તીઓના પવિત્ર સ્થળોનો નાશ કરી રહ્યા છે. તે માત્ર નાઝી વિચારધારામાં માને છે. તે યુક્રેનને બધાથી ઉપર માને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp