સાચા વિશ્વગુરુ માટે યુક્રેનનું સમર્થન જ એકમાત્ર યોગ્ય વિકલ્પ: યુક્રેની મંત્રી

PC: hindustantimes.com

4 દિવસીય યાત્રા પર ભારત આવેલા યુક્રેનના ઉપવિદેશ મંત્રી એમીન ઝારપોવાએ ભારત-રશિયાના સંબંધો પર ટિપ્પણી કરતા કહ્યું છે કે, યુક્રેન ભારતને નિર્દેશ આપવાની સ્થિતિમાં નથી, પરંતુ ભારતે ઉર્જા સાથે સાથે સૈન્ય સંસાધનોને લઈને વ્યાવહારિક થવાની જરૂરિયાત છે. માત્ર રશિયા પર નિર્ભર રહેવું ભારતને ભારે પડી શકે છે કેમ કે રશિયા તેને બ્લેકમેઇલિંગના ઉપકરણની જેમ ઉપયોગ કરે છે. ઝારપોવાએ ભારતીય વિદેશ સચિવ (પશ્ચિમ) સંજય વર્મા સાથે મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરી જ્યાં તેમને ભારતના રશિયા પાસેથી તેલ ખરીદવાને લઈને સવાલ કરવામાં આવ્યો હતો.

જવાબમાં તેમણે કહ્યું કે, અમે બીજા દેશો સાથે આર્થિક સંબંધોને લઈને ભારતને નિર્દેશ આપવાની સ્થિતિમાં નથી. અમારું માનવું છે કે, ઉર્જા સાથે સાથે સૈન્ય સંસાધનોમાં પણ વિવિધતા લાવવાની જરૂરિયાત છે. અમે જોયું છે કે જો તમે રશિયા પર નિર્ભર થઈ ગયા તો તે બ્લેકમેઇલ ઇન્સ્ટ્રુમેન્ટની જેમ ઉપયોગ કરશે. ઝારપોવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું કે, મોદીનું લોકતંત્ર, સંવાદ અને વિવિધતાની નીતિ અને આ યુદ્ધનો યુગ નથી. તેને રણનૈતિક રૂપે અમલમાં લાવવું ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

તેમણે યુક્રેન પર રશિયાના આક્રમણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમનો દેશ પોતાના પાડોશી રશિયા તરફથી કોઈ કારણ વિના કરવામાં આવેલા યુદ્ધનો શિકાર છે. ભારત આવ્યા બાદ ઝાપરોવાએ પોતાની એક ટ્વીટમાં લખ્યું કે, સંતો અને ગુરુઓને જન્મ આપનારી ભૂમિની યાત્રા કરીને ખુશી થઈ. આજે ભારત વિશ્વગુરુ, વૈશ્વિક શિક્ષક અને મધ્યસ્થ બનવા માગે છે. અમારા મામલે નિર્દોષ પીડિતો વિરુદ્ધ એક હુમલાવરની ખૂબ સ્પષ્ટ તસવીર છે. સાચા વિશ્વગુરુ માટે યુક્રેનનું સમર્થન જ એકમાત્ર યોગ્ય વિકલ્પ છે.

યુક્રેની મંત્રીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરીને તેમને પોતાના દેશ બોલાવવા માગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અગાઉ પણ ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી ચૂક્યા છે. ગયા વર્ષે ઓક્ટોબરની શરૂઆતમાં બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સમસ્યાનું સૈન્ય સમાધાન નહીં હોય શકે અને ભારત શાંતિ માટે કોઈ પણ પ્રયાસમાં યોગદાન આપવા માટે તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp