ચીનને ભારતની તાકાત સારી રીતે ખબર છે, 2047 સુધીમાં ભારત વિશ્વની ટોપ ઈકોનોમી બનશે

PC: twitter.com/rajnathsingh

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચેલા ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક કંગાળી પર કહ્યું કે, પછી પાકિસ્તાન ઓક્યૂપાઇડ કાશ્મીર (PoK) હોય કે પાકિસ્તાન હોય ત્યાંની જનતા સુખી રહે, અમે હંમેશાં એ જ કામના કરીશું કેમ કે ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે જેણે ભારતની સીમામાં રહેતા લોકોને પોતાના જ પરિવારના સભ્ય માન્યા છે, પરંતુ આખા વિશ્વની પટલ પર રહેનારા લોકોને પરિવારના સભ્ય માનતા વસુધૈવ કુટુંબકમ એ સંદેશ આપનારો ભારત છે.

તેની સાથે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કામના કરી કે કરવામાં PoK હોય કે પાકિસ્તાન હોય કોઇ સંકટમાં ન રહે, બધા સુખી થાય. કોઇ ભૂખથી, તરસથી દમ તોડી ન દે, એવી સ્થિતિ ઉત્પન્ન ન થઇ શકે એ જ અમે કામના કરીશું. તેની સાથે જ ચીનના વારંવાર ભારતને આંખ દેખાડવાના સવાલ પર તેમણે કહ્યું કે, તેને ભારતની તાકાત સારી રીતે ખબર છે. મારે આ સંબંધમાં કોઇ ટિપ્પણી કરવાની જરૂરિયાત નથી. ભારત આજે દુનિયાની ટોપ-5 અર્થવ્યવસ્થામાં પહોંચી ચૂક્યું છે.

અર્થવ્યવસ્થાના જાણકાર એ માનવા લાગ્યા છે કે વર્ષ 2027 સુધી ભારત દુનિયાના ટોપ-3 અર્થવ્યવસ્થા બની જશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે પ્રકારે દેશ આગળ વધી રહ્યો છે, વર્ષ 2047 સુધીમાં ભારત વિશ્વની ટોપ અર્થવ્યવસ્થા બની જશે. ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહે પ્રયાગરાજમાં પશ્ચિમ બંગાળના પૂર્વ ગવર્નર દિવંગત કેશરી નાથ ત્રિપાઠીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, પંડિત કેશરી ત્રિપાઠીને હું મોટા ભાઇના રૂપમાં જોતો હતો. તેમની યોગ્યતા અને પ્રતિભા ક્ષમાતાથી આખો દેશ સારી રીતે પરિચિત છે અને તેમના નિધનથી આખા દેશમાં અપૂર્ણિય ક્ષતિ થઇ છે.

રાજનાથ સિંહ શુક્રવારે પૂર્વ રાજ્યપાલ કેશરીનાથના બેસણામાં ભાગ લેવા માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા. રાજનાથ સિંહ લગભગ એક કલાક સુધી લોહિયા માર્ગ સ્થિતિ પૂર્વ રાજ્યપાલના આવાસ પર રહ્યા હતા. તેમણે કેશરીનાથન ફોટો પર પુષ્પ અર્પિત કર્યા બાદ તેમના પુત્ર નીરજ ત્રિપાઠી, પુત્ર વધુ કવિતા યાદવ ત્રિપાઠીને મળીને તેમનું મનોબળ વધાર્યું. રાજનાથ સિંહે કેશરીનાથ ત્રિપાઠી સાથે વિતાવેલી પોતાની પળોને યાદ કરી. સેનાના વિમાનથી પ્રયાગરાજ પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp