ભાજપનો તેલંગાણા માટે ચૂંટણી ઢંઢેરો, ફ્રી ગાય, 10 લાખ નોકરી, 4 મફત ગેસ સિલિન્ડર..

PC: twitter.com/ANI

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે તેલંગાણા વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)નું સંકલ્પ પત્ર લોન્ચ કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે, કોંગ્રેસે ક્યારેય પણ લોકોની જરૂરિયાતોનું સન્માન કર્યું નથી. આ (ઘોષણપત્ર) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી બાબતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણા રાજ્યને મજબૂત અને સશક્ત બનાવવાની મદદ માટે ખૂબ કામ કર્યું છે. વર્ષ 2004 થી વર્ષ 2014 દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ ‘સંયુક્ત આંધ્ર પ્રદેશ’ માટે હસ્તાંતરણ અને અનુદાન સહાયતના રૂપમાં માત્ર 2 લાખ કરોડ રૂપિયા જાહેર કર્યા, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે માત્ર 9 વર્ષોમાં આ રાજ્ય માટે 2 લાખ 50 હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા.’

અમિત શાહે કહ્યું કે, અમે જે વાયદા કર્યા છે તે હંમેશાં પૂરા કર્યા છે, વાયદાઓ પર ખરા પણ રહ્યા છીએ અને પૂર્ણ બહુમત મળવા પર વાયદા પૂરા કર્યા છે. કોંગ્રેસે ક્યારેય અલગ રાજ્યને સમર્થન આપ્યું નહોતું અને જ્યારે ઇમરજન્સીમાં વિભાજન કર્યું તો અપ્રાકૃતિક રૂપે તેલંગાણા આપ્યું. ધર્મના આધાર પર અનામત માત્ર આ રાજ્યમાં છે જે ગેરકાયદેસર છે. અમે તેને હટાવીને પછાત વર્ગોના અનામતને વધારીશું. તેમણે KCR પર કટાક્ષ કરતા કહ્યું કે, જે તાંત્રિકની સલાહ પર ચાલતા હોય, પોતાની પાર્ટીનું નામ બદલ્યું હોય તેઓ રાજ્ય કેવી રીતે સારી ચલાવશે.

આ છે ભાજપના સંકલ્પ પત્રના મુખ્ય વાયદા:

ઇચ્છુક ખેડૂતોને નિઃશુક્લ દેશી ગાયો

મહિલાઓ માટે 10 લાખ નોકરીઓ

આર્થિક રૂપે નબળા લોકોની વાર્ષિક સ્વાસ્થ્ય તપાસ

ધરણી યોજનાની જગ્યાએ મી ભૂમિ

કેન્દ્ર સરકારની યોજનાઓને લાગૂ કરવા માટે વિશેષ નોડલ મંત્રાલય

અસંવૈધાનિક ધર્મ આધારિત અનામત હટાવીશું

નવા રાશન કાર્ડ

કેન્દ્રના ખાતર પર સબસિડી સિવાય 2,500 રૂપિયાની સહાયતા

ધાન માટે 3,100 રૂપિયા MSP

TSPSC પરીક્ષા UPSCની જેમ દર 6 મહિનામાં આયોજિત કરવામાં આવશે

ખાનગી શાળાઓની ફીસની તપાસ થશે

પાત્ર પરિવારોને સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં 10 લાખ સુધીની મફત સારવાર

ઉજ્જ્વલા યોજનાના લાભાર્થીઓને દર વર્ષે 4 મફત ગેસ સિલિન્ડર.

ઉલ્લેખનીય છે કે, તેલંગાણામાં એક જ ચરણ હેઠળ 30 નવેમ્બરે મતદાન થશે. મતગણતરી 3 ડિસેમ્બરે થશે. સત્તાધારી તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને આ વખત કોંગ્રેસ અને ભાજપથી સખત ટક્કર મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્ષ 2018માં થયેલી ગત વિધાનસભાની ચૂંટણીમાં ભારત રાષ્ટ્ર સમિતિ (ત્યારે TRS)ને 88 સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસને 19, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ને 7 સીટ જ્યારે ભાજપને 1 સીટ પર જીત મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp