.. તો 15 રૂપિયા લીટર મળશે પેટ્રોલ, નીતિન ગડકરીએ જણાવ્યું કેવી રીતે થશે સંભવ

PC: twitter.com/ANI

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હવે એવું નિવેદન આપ્યું છે જેના પર લોકો હેરાન પણ થયા અને ખુશ પણ. રાજસ્થાનના પ્રતાપગઢમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, “જો 60 ટકા ઇથેનોલ અને 40 ટકા વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે તો પેટ્રોલ 15 રૂપિયા પ્રતિ લીટર ઉપલબ્ધ થઈ શકે છે. તેનાથી પ્રદૂષણ પણ સમાપ્ત થશે. સાથે જ ફ્યૂલ ઇમ્પોર્ટને પણ ઓછું કરી શકાશે. નીતિન ગડકરીએ જણાવ્યું કે, ખેડૂત હવે અન્નદાતા નહીં, ઉર્જાદાતા પણ બનશે.

તેમણે કહ્યું કે, ઑગસ્ટ મહિનામાં ટોયોટા કંપનીની ગાડીઓને લોન્ચ કરી રહ્યો છું. આ બધી ગાડીઓ ખેડૂતી તરફથી તૈયાર કરેલા ઇથેનોલ પર ચાલશે. 60 ટકા ઇથેનોલ અને 40 ટકા વીજળી, તેનું એવરેજ પકડવામાં આવશે તો 15 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ હશે. જ્યારે ઇથેનોલથી ગાડીઓ ચાલશે તો ઓછા ખર્ચના કારણે જનતાનું પણ ભલું થશે, ખેડૂતોનું પણ ભલું થશે. સાથે જ દેશની જનતાનું પણ ભલું થશે. હાલના સમયમાં ફ્યૂલ ઇમ્પોર્ટ 16 લાખ કરોડ રૂપિયાનું છે.

ઇથેનોલના ઉપયોગથી તેને ઓછું કરી શકાશે, તો આ પૈસા બહાર મોકલવાની જગ્યાએ ખેડૂતોના ઘરે જશે. ખેડૂત પણ ખુશાલ રહેશે. ઉલ્લેખનીય છે કે, આગામી મહિને નીતિન ગડકરી ટોયોટા કંપનીની કાર લોન્ચ કરવાના છે, જેમાં 100 ટકા ફ્લેક્સ ફ્યૂલ એન્જિન હશે અને તે 100 ટકા ઇથેનોલથી ચાલશે. ઇથેનોલનું ઉત્પાદન શેરડીમાંથી થાય છે અને ભારતના લાખો ખેડૂત શેરડીની રોપણી કરે છે, જેમની રોજી રોટીનું મધ્યમ આ જ છે.

કેન્દ્રીય મંત્રીનું કહેવું માનીએ તો દેશમમાં ટૂ-વ્હીલરથી લઈને બધા પ્રકારની ગાડીઓ આગામી દિવસોમાં ઇથેનોલથી ચાલશે. નીતિન ગડકરીએ રાજસ્થાનના પ્રત્યપગઢમાં 5,600 કરોડ રૂપિયાના 11 નેશનલ હાઇવે પ્રોજેક્ટનું ઉદ્વઘાટન અને નિર્માણ કાર્ય શરૂ કરતા ઘણી મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, દેશમાં વાહન ઉદ્યોગનો બિઝનેસ લગભગ 7.55 લાખ કરોડ રૂપિયાનો છે. નીતિન ગડકરીનું કહેવું છે કે, સરકારે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલ પર નિર્ભરતા ઓછી કરવા માટે પ્લાન તૈયાર કરી લીધો છે.

તેઓ ઘણી વખત કહી ચૂક્યા છે કે તેમણે 5 વર્ષમાં પેટ્રોલના ઉપયોગને સમાપ્ત કરવાનો બેડો ઉપાડ્યો છે, જેના પર તેજીથી કામ ચાલી રહ્યું છે એટલે ફલેક્સી એન્જિન પર ભાર આપવામાં આવી રહ્યો છે. સાથે જ ઇલેક્ટ્રિક કારો માટે ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને નીતિન ગડકરીએ ફ્લેક્સ ફ્યૂલ કમ્પેબિલિટી એન્જિન બનાવવા માટે ઑટોમોબાઇલ કંપનીઓને નિર્દેશ આપ્યા છે અને બધી બરાબર રહ્યું તો આગામી થોડા વર્ષોમાં ભારતીય માર્ગો પર પેટ્રોલ અને ફ્યૂલના મિશ્રણવાળા ફ્યૂલથી ચાલતી ગાડીઓ દોડવા લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp