અમેરિકન રાષ્ટ્રપતિના પત્ની જિલ બાઇડને કમલા હેરિસના પતિને કિસ કરી, Video વાયરલ
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના પત્ની જિલ બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના પતિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જિલ બાઇડન કમલા હેરિસના પતિ ડગ એમ્હોફને કિસ કરતા નજરે પડ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો વીડિયો શેર કરીને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન મંગળવારે કેપિટલ હિલમાં સ્ટેટ ઓફ ધ યૂનિયનને સંબોધિત કરવા માટે પહોંચ્યા હતા. આ સંબોધનને સાંભળવા માટે તમામ લોકો કાર્યક્રમના સ્થળ પર પહોંચ્યા હતા. તેમાં અમેરિકન રાષ્ટ્રપતિના પત્ની જિલ બાઇડન અને કમલા હેરિસના પતિ ડગ એમ્હોફ પણ શામેલ થયા હતા. બાઇડનના સંબોધન પહેલા જિલ બાઇડન હોલમાં પહોંચ્યા અને તેમણે ડગ એમ્હોફ પાસે જઇને તેમના હોઠ પર કિસ કરી.
Did Jill Biden just kiss Kamala's husband on the LIPS?! pic.twitter.com/KvrUxSI8Lu
— Benny Johnson (@bennyjohnson) February 8, 2023
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, જિલ બાઇડને કમલા હેરિસના પતિના હોઠ પર કિસ કરી. કદી વિચાર્યું પણ નહોતું. એક અન્ય યુઝરે પણ પુછ્યું કે, શું જિલ બાઇડને કમલા હેરિસના પતિને કિસ કરી. એક અન્ય યુઝરે લખ્યું કે, સ્ટેટ ઓફ ધ યુનિયનની સેક્સી શરૂઆત.
હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં બહુમત ખોઇ દીધા બાદ જો બાઇડનનું આ પહેલું સંબોધન હતું. આ દરમિયાન બાઇડને કહ્યું કે, કોરોના તથા યુક્રેન અને રશિયાના યુદ્ધના મુદ્દા છતાં અમેરિકન અર્થવસ્થા ગ્રોથ કરવા માટે સારી સ્થિતિમાં છે અને આ વાત દુનિયાના કોઇપણ અન્ય દેશ કરતા સારી છે.
બાઇડને આ દરમિયાન ચીન પર પણ નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું કે, આ વાતને લઇને આપણે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થવું જોઇએ કે, ચીન સાથે પ્રતિસ્પર્ધામાં આપણી જીત દરેકને એક કરશે. આપણે આખી દુનિયામાં ગંભીર પડકારોનો સામનો કરી રહ્યા છીએ. પણ પાછલા બે વર્ષોમાં લોકતંત્ર મજબૂત થયું છે, નબળું નથી પડ્યું. નિરંકુશતા બે વર્ષોમાં નબળી પડી છે, મજબૂત નથી થઇ. મને એક એવા નેતાનું નામ બતાવો કે જે રાષ્ટ્રપતિ શી જિનપિંગની જગ્યા લેવા માગશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp