રશિયા પર થયો સવાલ તો અમેરિકા કેમ બોલ્યું-ભારતને જ જોઇ લો...

PC: whitehouse.gov

અમેરિકાના રક્ષા મંત્રાલય પેન્ટાગને કહ્યું કે, ભારત એ દેશોનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જે અમેરિકાની સુરક્ષા સહાયતાને પસંદ કરી રહ્યું છે. મંત્રાલયના પ્રવક્તા પેટ રાઇડરે ભારત અને રશિયાના સંબંધોના સંદર્ભમાં કહ્યું કે, અમેરિકા એ વાતને સમજે છે કે રશિયા કે સોવિયત યુગના હથિયાર ખરીદનારા દેશ રશિયા સાથે પોતાના સંબંધોને બનાવી રાખવા માગે છે. મંગળવારે એક મીડિયા બ્રીફિંગમાં રાઇડરને સવાલ કરવા આવ્યો કે, કેટલાક દેશ અમેરિકા સાથે કામ કરી રહ્યા છે અને રશિયા સાથે પણ તો શું અમેરિકાને એ વાતની ચિંતા નથી કે તેઓ જે દેશોને માહિતી અને ટેક્નિક ઉપલબ્ધ કરાવી રહ્યા છે તે રશિયા સાથે તેને શેર કરી શકે છે?

જવાબમાં રાઇડરે કહ્યું કે, ‘એવા ઘણા દેશ છે જે રશિયા સાથે સુરક્ષા કે રક્ષા સંબંધ બનાવી રાખ્યા છે. હું ફરીથી સ્પષ્ટ કરવા માગું છું કે, તે અલગ-અલગ દેશો માટે એક સંપ્રભુ નિર્ણય છે.’ જે દેશોએ હાલમાં રશિયા સાથે સબંધ બનાવી રાખ્યા છે, તેમાંથી ઘણા દેશ પહેલા જ રશિયા નિર્મિત કે સોવિયત યુગમાં હથિયાર ખરીદતા આવ્યા છે. આ હિસાબે એ દેશોનું રશિયા સાથે અત્યારે પણ સંબંધ રાખવું તાર્કિક છે. અમેરિકાની વાત કરવામાં આવે તો અમે જે રક્ષા ઉપકરણ અને હથિયાર ઉપલબ્ધ કરાવીએ છીએ, તેમના પર વધારે ભરોસો કરી શકાય છે.

અમેરિકા પોતાના સુરક્ષા સહયોગીઓને જે હથિયાર આપે છે, તેમની દેખરેખમાં પણ મદદ કરે છે. રાઇડરે કહ્યું કે, અમે દુનિયાભરના અલગ-અલગ પાર્ટનરો અને સહયોગીઓ સાથે આ વાત પર ચર્ચા કરવાની ચાલુ રાખીએ છીએ કે, શું તેઓ અમારી ડિફેન્સ સિસ્ટમને ખરીદવા માગે છે? ભારત તેનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે.

વર્ષ 1997માં ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા વ્યાપારને લગભગ ન બરાબર હતો, પરંતુ આજે બંને દેશો વચ્ચે રક્ષા વેપાર 20 અબજ ડૉલર કરતા વધુનો થઇ ગયો છે. યુક્રેન પર રશિયાના હુમલાને લઇને ભારત હંમેશાં તટસ્થ રહ્યું છે. તો સંયુક રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ મતદાનમાં પણ ગાયબ રહ્યું, જેને લઇને ભારતને રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંને અમેરિકન સાંસદોની નિંદાનો સામનો કરવો પડ્યો છે. અમેરિકન અધિકારીઓએ રશિયા સાથે ભારતના S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદવા પર ચિંતા વ્યક્ત કરી છે.

ભારતે ઓક્ટોબર 2018માં 5 મિસાઇલ સિસ્ટમ માટે રશિયા સાથે 5 અબજ ડોલરના MoU પર હસ્તાક્ષર કર્યા હતા. તાત્કાલીન ટ્રમ્પ પ્રશાસને ભારતના આ પગલાંની નિંદા કરતા ભારતને પ્રતિબંધોની ધમકી પણ આપી હતી. જો કે, ભારતે અમેરિકન પ્રતિબંધોને નજરઅંદાજ કરીને રશિયા સાથે રક્ષા સમજૂતીને યથાવત રાખી. ભારતના વિદેશ મંત્રાલયે નવેમ્બર 2021માં કહ્યું કે, ભારત એક સ્વતંત્ર વિદેશ નીતિનું પાલન કરે છે. તેની રક્ષા ડીલ રાષ્ટ્રીય સુરક્ષા હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp