- Assembly Elections 2023
- વિષ્ણુદેવ સાયને CM બનાવી ફરીએકવાર ભાજપે ચોંકાવી દીધા, જાણો કોણ છે આ નેતા
વિષ્ણુદેવ સાયને CM બનાવી ફરીએકવાર ભાજપે ચોંકાવી દીધા, જાણો કોણ છે આ નેતા

છત્તીસગઢ વિધાનસભાના ચૂંટણી પરિણામો જાહેર થયાના 7 દિવસ પછી આખરે રવિવારે છત્તીસગઢના મુખ્યમંત્રીનું ભાજપે નામ જાહેર કરી દીધું છે. લાંબી ચર્ચા-વિચારણાને અંતે આદિવાસી ચહેરાને CMનો તાજ પહેરાવાયો છે. ભાજપે છત્તીસગઢના મુખ્યમંત્રી પદ માટે રવિવારે નામની જાહેરાત કરી દીધી છે. આદિવાસી નેતા વિષ્ણુદેવ સાયને રાજ્યની કમાન સોંપવામાં આવી છે. ભાજપે મોટો દાવ રમીને એક આદિવાસી નેતાને રાજ્યની જવાબદારી સોંપી છે. વિષ્ણુદેવ સાયના નામની જાહેરાત પછી બધી અટકળોનો અંત આવી ગયો છે.
ભાજપે છત્તીસગઢમાં મુખ્યમંત્રીની પસંદગી માટે 3 નિરિક્ષકોની નિમણુંક કરી હતી અને તેમને છત્તીસગઢ મોકલવામાં આવ્યા હતા. આ નિરિક્ષકો રવિવારે છત્તીસ ગઢ પહોંચ્યા હતા અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. ધારાસભ્યોની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયમાં કેન્દ્રીય મંત્રીઓ સર્બાનંદ સોનોવાલ, અર્જુન મુંડા અને દુષ્યંત કુમાર ગૌતમ આત્રણેયને નિરિક્ષકની જવાબદારી આપવામાં આવી હતી. ઉપરાંત છત્તીસગઢ ભાજપના પ્રભારી ઓમ માથુર પણ હાજર હતા. કેન્દ્રીય નિરીક્ષક સવારે નવ વાગ્યે રાયપુર પહોંચ્યા હતા. બપોરે 12 વાગ્યાથી CMના નામ પર ધારાસભ્યો સાથે મંથન શરૂ થયું હતું.
ભાજપે આ વખતે વિધાનસભાની ચૂંટણી પહેલાં કોઇ પણ નેતાનું નામ મુખ્યમંત્રી તરીકેના ચહેરા તરીકે જાહેર નહોતું કર્યું.
છતીતસઢ મુખ્યમંત્રી પદ માટે આમ તો અનેક નેતાઓ રેસમાં સામેલ હતા.આ રેસમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ સામેલ હતા. ઉપરાંત અરૂણ સાવ, ઓપી ચૌધરી, રેણુકા સિંહનું નામ પણ સામેલ હતું. પરંતુ ભાજપે આદિવાસી ચહેરાને પ્રાધાન્ય આપીને વિષ્ણુદેવ સાય પર મુખ્યમંત્રી તરીકે પસંદગી કરી છે. ભાજપે છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં 90 બેઠકોમાંથી 54 બેઠકો પર જીત મેળવી હતી.
વિષ્ણુદેવ છત્તીસગઢની કુનકુની વિધાનસભા સીટથી ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમણે કોંગ્રેસના ઉદ મિંજને હરાવ્યા હતા. વિષ્ણુદેવને 87604 અને ઉદ મિંજને 62063 મત મળ્યા હતા.
माननीय श्री @vishnudsai जी ल छत्तीसगढ़ महतारी के सेवा अउ मोदी के गारंटी ल आगे बढ़ाये बर विधायक दल के नेता चुने जाए म गाड़ा-गाड़ा बधाई अउ शुभकामना... pic.twitter.com/bZLWm7HMgN
— BJP Chhattisgarh (@BJP4CGState) December 10, 2023
જૂન 2020મા ભાજપે સાયને છત્તીસગઢના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા. 2022 સુધી તેઓ આ પદ પર રહ્યા હતા, સાથે જ રાયગઢથી તેઓ 4 વાર સાંસદ તરીકે ચૂંટાયા છે. 1999થી 2014 સુધી તેઓ સાંસદ પદે રહ્યા હતા. 2014મા જ્યારે મોદી સરકારે કેન્દ્રમાં સરકાર બનાવી ત્યારે તેમને કેન્દ્રીયમંત્રી બનાવવામાં આવ્યા હતા. 2019ના લોકસભા ઈલેક્શનમાં ભાજપે તેમને ચૂંટણી નહોતી લડાવી. આનું કારણ હતું કે, છત્તીસગઢમાં ભાજપ 2018ની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં હારી ગઈ હતી અને ત્યાર બાદ પાર્ટીએ પોતાના કોઈપણ હાલના સાંસદને ચૂંટણી નહીં લડાવવાનો નિર્ણય કર્યો હતો.
CM તરીકે વિષ્ણુદેવની પસંદગી થતા છત્તીસગઢના પૂર્વ CM રમણસિંહનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, કુનકુરી ધારાસભ્ય અને આદિવાસી નેતા વિષ્ણુદેવજીને આજે ધારાસભ્ય દળની બેઠકમાં સર્વસંમતિથી CM તરીકે છત્તીસગઢની સેવાની જવાબદારી મળવા પર શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે, તમારા નેતૃત્વમાં આપણે બધા પૂર્ણ નિષ્ઠા સાથે ભાજપના સંકલ્પ પત્રના વચનોને પૂરા કરતા પ્રદેશમાં પ્રગતિશીલ પરિવર્તન લાવવામાં સફળ રહીશું. સાથે જ ડબલ એન્જિનની સરકારમાં છત્તીસગઢ બેગણી ઝડપથી વિકાસના નવા કિર્તિમાન સ્થાપિત કરશે.