‘POK પોતાની જાતે જ ભારતમાં મળી જશે, થોડી રાહ જુવોઃ મોદી સરકારના મંત્રી

PC: PIB

કેન્દ્રીય રાજ્ય મંત્રી જનરલ (સેવાનિવૃત્ત) વી.કે. સિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના કબજાવાળું કાશ્મીર થોડા સમય બાદ પોતાની જાતે જ ભારતમાં મળી જશે. રાજસ્થાનના દૌસામાં વી.કે. સિંહે POKના શિયા મુસ્લિમોની ભારત માટે રસ્તા ખોલવાની માગ બાબતે પૂછવામાં આવતા તેમણે જવાબ આપ્યો કે, ‘થોડો સમય રાહ જુવો, POK પોતાની જાતે જ ભારતમાં વિલય થઈ જશે.’

દૌસામાં ભાજપની પરિવર્તન સંકલ્પ યાત્રા દરમિયાન મીડિયાને સંબોધિત કરતા વી.કે. સિંહે હિન્દુત્વના મુદ્દા પર રાહુલ ગાંધી તરફથી હાલમાં આપવામાં આવેલા નિવેદનને લઈને કહ્યું કે, ‘જે વ્યક્તિ ભારતમાં પેન્ટ, ટી-શર્ટ અને વિદેશમાં જઈને કુરતો પાઈજામો પહેરે, તેના માટે શું કહી શકાય છે. રાહુલ ગાંધીએ જનોઈ પહેરી, મંદિર જઈને ઘંટી વગાડી. કૈલાશ માનસરોવરની યાત્રા જવા અગાઉ નોનવેજ ખાઈને ગયા. એવામાં જેમને ખબર નથી કે ધર્મ શું હોય છે, તેમના માટે કંઇ નહીં બોલી શકાય.

કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે પ્રિયંકા ગાંધી પર પણ પ્રહાર કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ ટોંકમાં નિવાઈમાં G20ના આયોજન સ્થળ ભારત મંડપમમાં વરસાદનું પાણી ભરવાને લઈને નિવેદન આપ્યું હતું. તેના પર વી.કે. સિંહે કહ્યું કે, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું સ્ટેસ્ટમેન્ટ વાંચીને મને લાગ્યું કે તેઓ અત્યારે બાલિશ વધારે છે. કોઈ પણ વ્યક્તિ મનમાં પોતાના દેશ માટે સારો ભાવ રાખતી નથી તો પછી તેના માટે શું કહી શકાય છે? G20ના સફળ આયોજન પર વી.કે. સિંહે કહ્યું કે, G20 શિખર સંમેલન સફળ રહ્યું. એવું સંગઠિત આયોજન અગાઉ ક્યારેય થયું નથી.

દેશના 60 શહેરોમાં લગભગ 200 બેઠકો આયોજિત કરવામાં આવી. તેમણે કહ્યું કે એટલા સફળ આયોજન માટે અન્ય દેશોએ પણ ભારતના વખાણ કર્યા. સામૂહિક ઘોષણાપત્રમાં ભારતને મોટી જીત મળી છે. દુનિયા યુક્રેન સહિત ઘણા મુદ્દાઓ પર વહેચાઈ હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બુદ્ધિમત્તાથી આપણાં બધાએ એવો માર્ગ કાઢ્યો, જેના પર કોઈ દેશને કોઈ આપત્તિ નહોતી. બાયોફ્યૂલ અલાયન્સ અને ભારતથી યુરોપ સુધી કોરિડોર બનવાથી ભારતની આર્થિક પ્રગતિનો માર્ગ પ્રશસ્થ થશે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ નેતા શશી થરૂરે પણ સંયુક્ત ઘોષણાપત્રનું સ્વાગત કર્યું છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રીના ચહેરાના સવાલ પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જ્યાં પણ ચૂંટણી થાય છે, ભાજપ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરતી નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચમત્કાર પર ચૂંટણી લડે છે. દરેકે એ માનિની ચાલવું જોઈએ કે પાર્ટી એવા નેતાઓને અવસર આપશે, જે પ્રતિભાશાળી હોય, ઉપયોગી હોય અને જેના પર જનતાનો ભરોસો હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp