પશ્ચિમ બંગાળ: પંચાયતની ચૂંટણીમાં મમતા બેનર્જીએ બધાના સૂપડા સાફ કરી નાંખ્યા

PC: twitter.com/AITCofficial

પશ્ચિમ બંગાળની પંચાયતની ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી TMCએ બધાના સૂપડાં સાફ કરી નાંખ્યા છે અને બમ્પર જીત તરફ આગળ વધી રહી છે.

પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન મોટા પાયે હિંસા થઈ હતી. રાજ્યમાં જિલ્લા પરિષદ, પંચાયત સમિતિ અને ગ્રામ પંચાયતની 73 હજારથી વધુ બેઠકોના પરિણામો અને વલણોમાં તૃણમૂલ કોંગ્રેસ બમ્પર જીત તરફ છે. બંગાળ પંચાયત ચૂંટણી પરિણામ સંબંધિત દરેક અપડેટ વિશે જાણો.

પશ્ચિમ બંગાળમાં 2024ની લોકસભા ચૂંટણી પહેલા પંચાયતની સેમી ફાઇનલ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ ( TMC)એ જીતી લીધી છે. રાજ્યમાં થયેલાં ત્રિસ્તરીય પંચાયત ચૂંટણીમાં TMCએ  વિપક્ષના સૂપંડાં સાફ કરી નાંખ્યા છે. અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામમાં ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને પંચાયત સમિતિની મોટાભાગની બેઠકો પર મમતાની TMCએ કબ્જો મેળવી લીધો છે.

બંગાળમાં કુલ 63,229 ગ્રામ પંચાયત સીટો છે. TMC 35 હજારથી વધુ સીટો પર આગળ છે. BJP બીજા નંબર પર છે અને 9790 સીટો પર લીડ મેળવી છે. TMCએ 18 જિલ્લા પરિષદો પર પણ કબજો કરી લીધો છે. રાજ્યમાં કુલ 928 જિલ્લા પરિષદની બેઠકો છે. આમાંથી 764 સીટો પર TMC આગળ ચાલી રહી છે. પંચાયત સમિતિની 9730 બેઠકો છે. TMC આગળ ચાલી રહી છે અથવા અત્યાર સુધી 6472 સીટો જીતી છે.

 તો ભારતીય જનતા પાર્ટી 1014 પંચાયત સમિતિ સીટો પર આગળ છે. 2018ના પંચાયતની ચૂંટણીમાં મમતાની આગેવાની હેઠળની TMCએ 90 સીટો પર જીત મેળવી હતી.

પશ્ચિંમ બંગાળમાં પંચાયત, જિલ્લા પંચાયત અને પંચાયત સમિતિના જાહેર થયેલા પરિણામો પર એક નજર નાંખીએ

 ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ- કુલ સીટ 63229 (53713ના પરિણામ જાહેર)

TMC            35265

BJP               9790

CPM+          3143

CONGRESS  2586

અન્ય- 2929

 

  • પંચાયત સમિતિ કુલ સીટ 9730 ( 8092 પરિણામ જાહેર)

TMC        6472

BJP          1014

CPM+      189

કોંગ્રેસ   264

અન્ય   153

 જિલ્લા પરિષદ- કુલ 928 બેઠકો (806ના પરિણામ જાહેર)

TMC        764

BJP          25

CPM+     04

કોંગ્રેસ   12

અન્ય    01

પશ્ચિમ બંગાળમાં 2018ની પંચાયત ચૂંટણીમાં શાસક TMCએ 90 ટકા બેઠકો કબજે કરી હતી. તે જ સમયે, 2019 માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં, ભાજપે 42 લોકસભા બેઠકોમાંથી 18 જીતીને મમતા બેનર્જીને ચોંકાવી દીધા હતા. જો કે 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ આ લીડ જાળવી શકી નથી. મમતા બેનર્જીની TMCએ બમ્પર બહુમતી સાથે 294માંથી 213 વિધાનસભા બેઠકો જીતી હતી, જ્યારે ભાજપે 77 બેઠકો જીતી હતી. જો કે બંગાળમાં ભાજપનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. CM મમતા બેનર્જીને નંદીગ્રામ સીટ પર સુવેન્દુ અધિકારીએ હાર આપી હતી.

આ પછી મમતા પોતાની પરંપરાગત ભવાનીપુર સીટ પરથી ચૂંટણી લડ્યા અને જીતી ગયા. 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ ફરી એકવાર બંગાળમાં  તાકાત લગાવી રહી છે.પાર્ટી સામે પડકાર છે કે તે પોતાના ભૂતકાળના પ્રદર્શનને જાળવી રાખે. લોકસભાની ચૂંટણી પહેલા પંચાયતની ચૂંટણીને કસોટી માનવામાં આવી રહી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp