ભાજપના જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ RSS વિશે જાણો શું કહ્યું

PC: thewire.in

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પરિવારના વિરોધ વચ્ચે જામનગર ઉત્તરની બેઠક પરથી ચૂંટણી જીતનારા રિવાબા જાડેજાનો રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) વિશે બોલતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પત્રકાર પરિષદમાં તેમને પુછવામાં આવ્યું હતું કે,  RSS વિશે તમે શું જાણો છો?

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ભાજપે આ વખતે જામનગર ઉત્તર બેઠક પરથી ટિકિટ આપી હતી. તેમની સામે ચૂંટણી જંગમાં રવિન્દ્ર જાડેજાના બહેન અને રિવાબાના નણંદ નયનાબા જાડેજાને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં રિવાબાએ 50,000થી વધારે લીડથી જીત મેળવી હતી.

બુધવારે એક પત્રકાર પરિષદામાં રિવાબાને સવાલ પુછવામાં આવ્યો હતો કે તમે RSS વિશે શું જાણો છો? તો તેમણે પોતાના આગવા અંદાજમાં કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનું ઉદગમ સ્થાન એટલે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ.વિશ્વની સૌથી મોટી સ્વંય સંચાલિત સંસ્થા એટલે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ. રિવાબાએ આગળ કહ્યું કે, રાષ્ટ્રીયતા, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રપ્રેમ, સંગઠન, એકતા ત્યાગ, બલિદાન આ બધાનો સરવાળો કરો એટલે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ.

રિવાબાએ આપેલા જવાબને ઉપસ્થિત મેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી.

તો ટીમ ઇન્ડિયાના ક્રિક્રેટર અને રિવાબાના પતિ રવિન્દ્ર જાડેજાએ પણ ટ્વીટ કરીને રિવાબાની પ્રસંશા કરી છે.જાડેજાએ ટ્વીટમાં લખ્યું કે, RSS વિશે તમારું જ્ઞાન જોઈને ખૂબ સારું લાગ્યું. એક સંસ્થા જે ભારતીય સંસ્કૃતિ અને આપણા સમાજના મૂલ્યોને જાળવી રાખવાના આદર્શોને પ્રોત્સાહન આપે છે. તમારું જ્ઞાન અને મહેનત તમને અલગ બનાવે છે. Keep It Up.

હવે રવિન્દ્ર જાડેજાના ટવિટ પર રાજકારણ શરૂ થઇ ગયું છે. એક યૂઝરે લખ્યું કે શું BCCI અને ભાજપે RSS સામે ઘૂંટણ ટેકવી દીધા છે? તો કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ એક ન્યૂઝ ચેનલની ડિબેટમાં રવિન્દ્ર જાડેજાની ટીકા કરી હતી. અલ્વીએ કહ્યું કે, ED અને ઇન્કમટેક્સથી બધા ડરે છે, ભલે પછી તે ખેલાડી હોય કે રાજનેતા. બધા ભાજપને ખુશ કરવાની કોશિશ કરી રહ્યા છે.

ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ રવિન્દ્ર જાડેજાનો બચાવ કરતા કહ્યું છે કે, જાડેજાની માત્ર એક જ ભૂલ હતી કે તેણે પોતાની પત્નીનું સમર્થન કર્યું અને વખાણ કર્યા. જાડેજાએ સત્યના વખાણ કર્યા છે. પૂનાવાલાએ કહ્યું કે શું RSS  વિશે બોલવું ગુનો છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp