BRICS શું છે? જેમાં શામેલ થવા માટે મોટા મોટા દેશો તલપાપડ છે પણ..

દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં BRICSના વિદેશ મંત્રીઓની બે દિવસીય બેઠક ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે રશિયા અને ચીન BRICS દ્રારા પશ્ચિમના વર્ચસ્વને પડકારવા માંગે છે. આ જૂથમાં ભારતનો પણ સમાવેશ થાય છે, પરંતુ ભારતની નીતિ તમામ જૂથો સાથે કે કોઈપણ એક જૂથમાં સામેલ ન હોવાની નીતિ રહી છે.આ વખતે BRICSનું પ્રમુખપદ દક્ષિણ આફ્રિકા પાસે છે અને તેનું શિખર સંમેલન થવાનું છે.

હવે તમને થશે કે આ BRICS શું છે? તોમને જણાવી દઇએ કે BRICS એ વિશ્વની પાંચ સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે.BRICS એ અંગ્રેજી અક્ષરો B R I C S માંથી બનેલો શબ્દ છે, જેમાં દરેક અક્ષર દેશનું પ્રતિનિધિત્વ કરે છે. આ દેશના નામો છે બ્રાઝીલ,રશિયા, ઇન્ડિયા, ચીન, સાઉથ આફ્રીકા.

આ એવા દેશો છે જેના વિશે કેટલાક નિષ્ણાતો માને છે કે વર્ષ 2050 સુધીમાં તેઓ ઉત્પાદન ઉદ્યોગ, સેવાઓ અને કાચા માલના મોટા સપ્લાયર બની જશે.તેમનું માનવું છે કે ચીન અને ભારત મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો અને સેવાઓના વિશ્વના અગ્રણી સપ્લાયર બનશે, જ્યારે રશિયા અને બ્રાઝિલ કાચા માલના સૌથી મોટા સપ્લાયર બનશે.

 આ શબ્દBRICS ક્યાંથી આવ્યો તે પણ જાણી લઇએ. બ્રિટીશ અર્થશાસ્ત્રી જિમ ઓ'નીલે વિશ્વની સૌથી શક્તિશાળી ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સૅક્સમાં કામ કરતી વખતે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો.તે વખતે BRIC શબ્દ હતો, પરંતુ જ્યારે 2010માં સાઉથ આફ્રિકાને પણ આ જૂથમાં જોડવામાં આવ્યું ત્યારે BRICS શબ્દ બન્યો.ઓ'નીલે વર્ષ 2001માં તેમના સંશોધન પેપરમાં આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો.

2006 માં પ્રથમ વખત, બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનના નેતાઓ એટલે કે BRIC પ્રથમ વખત રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં G-8 જૂથના શિખર સંમેલન સાથે મળ્યા હતા.સપ્ટેમ્બર 2006 માં, જ્યારે આ દેશોના વિદેશ પ્રધાનો ઔપચારિક રીતે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા દરમિયાન મળ્યા હતા, ત્યારે જૂથનું નામ BRIC રાખવામાં આવ્યું હતું.તે જ સમયે, BRIC દેશોની પ્રથમ શિખર સ્તરની સત્તાવાર બેઠક 16 જૂન 2009 ના રોજ યેકાટેરિનબર્ગ, રશિયામાં થઈ હતી.

આ પછી 2010માં બ્રાઝિલની રાજધાની બ્રાસીલિયામાં BRIC સમિટ યોજાઈ હતી. તે જ વર્ષે તે દક્ષિણ આફ્રિકાના ઉમેરા સાથે BRICમાંથી BRICS બન્યું.દક્ષિણ આફ્રિકાએ એપ્રિલ 2011માં ચીનના સાન્યામાં પ્રથમ વખત જૂથની ત્રીજી સમિટમાં હાજરી આપી હતી.

BRICSનું મુખ્યાલય ચીનના શાંઘાઈમાં છે. BRICS પરિષદો દર વર્ષે યોજાય છે અને તેમાં તમામ પાંચ સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લે છે.

જ્યારે આ સમૂહમાં ચાર દેશો હતા ત્યારે એક સભ્ય દેશ દર પાંચમા વર્ષે તેની કોન્ફરન્સનું આયોજન કરતો હતો, જ્યારે હવે દર છ વર્ષે યોજાય છે. એટલે કે દર છઠ્ઠા વર્ષે ભારત આ બેઠકનું આયોજન કરે છે.

BRICS સમિટની અધ્યક્ષતા BRICS સભ્ય દેશોના સર્વોચ્ચ નેતાઓ દર વર્ષે એક પછી એક કરે છે.આ વર્ષે આ બેઠકનુ યજમાન પદ સાઉથ આફ્રીકા કરી રહ્યું છે.

BRICS દેશોની વસ્તી દુનિયાની કુલ વસ્તીના લગભગ 40 ટકા છે અને વૈશ્વિક GDPમાં 30 ટકાનો હિસ્સો છે. BRICS દેશો આર્થિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા માંગે છે, પરંતુ તેમાંથી કેટલાક વચ્ચે ભારે રાજકીય વિવાદ પણ છે. આ વિવાદોમાં ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદ સૌથી મહત્વનો છે.સભ્ય બનવાની કોઈ ઔપચારિક રીત નથી. સભ્ય દેશો પરસ્પર સહમતિથી આ નિર્ણય લે છે.

2020 સુધી, આ જૂથમાં નવા સભ્યો ઉમેરવાની દરખાસ્ત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું ન હતું, પરંતુ તે પછી આ જૂથને વિસ્તારવા પર ચર્ચા શરૂ થઈ.હાલમાં, અલ્જેરિયા, આર્જેન્ટિના, બહેરીન, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે જૂથમાં જોડાવા માટે તેમની અરજીઓ સબમિટ કરી છે. તો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, બેલારુસ, કઝાકિસ્તાન, મેક્સિકો, નિકારાગુઆ, નાઇઝીરિયા,પાકિસ્તાન, સેનેગલ, સૂડાન, સીરિયા, થાઇલેન્ડ,ટયૂનિશિયા, તુર્કી, ઉરુગ્વે, વેનેઝુએલા અને ઝિમ્બાબ્વે જેવા દેશો પણ BRICSનું સભ્યપદ મેળવવામાં રસ દાખવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.