શું છે MCD સ્ટેન્ડિંગ કમિટીની તાકત, જેના માટે થયું ધમાસાણ?

PC: zeenews.india.com

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ને નવા મેયર અને ડેપ્યુટી મેયર મળી ગયા છે, પરંતુ આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે મચેલા ધમસાણમાં વારંવાર તમે એક શબ્દ જરૂર સાંભળ્યો હશે ‘સ્ટેન્ડિંગ કમિટી.’ MCD ચલાવવા માટે મેયર અને ડેપ્યુટી મેયર પદથી તો તમે વાકેફ હશો જ, પરંતુ અમે તમને આ આર્ટિકલમાં બતાવીશું કે MCDની સ્ટેન્ડિંગ કમિટી શું હોય છે? તેની શક્તિઓ શું હોય છે અને કેવી રીતે બનાવવામાં આવે છે.

MCD મેયરની ચૂંટણીથી શરૂ થયેલી ચૂંટણીની પ્રક્રિયા ડેપ્યુટી મેયરની ચૂંટણી સુધી તો સારી રીતે ચાલી, પરંતુ ત્યારબાદ સ્થાયી સમિતિના સભ્યોની ચૂંટણી દરમિયાન સદનમાં જોરદાર હોબાળો થયો. બુધવારે સાંજે 6 વાગ્યે શરૂ થયેલો આ હોબાળો આખી રાત ચાલ્યો અને સવારે લગભગ 10 વાગ્યા સુધી હોબાળો ચાલુ રહ્યો. આ દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી, ધક્કા-મુક્કી પણ થઇ અને સાથે જ એક-બીજા પર પાણીની બોટલો પણ ફેકવામાં આવી. આ દરમિયાન સદન 12 વખત સ્થગિત થયું અને 24 ફેબ્રુઆરીની સવારે 10 વાગ્યા સુધી સ્થગિત થયું.

કેમ હોબાળો થયો?

MCDમાં હોબાળો એ સમયે શરૂ થયો, જ્યારે સ્થાયી સમિતિની ચૂંટણી દરમિયાન કોર્પોરેટરો ફોન ઉપયોગ કરી રહ્યા હતા. ભાજપે વોટિંગ દરમિયાન ફોન ઉપયોગ કરવા પર આપત્તિ દર્શાવી અને ફોન ન લઇ જવાની માગ કરી. તો આમ આદમી તરફથી કહેવામાં આવ્યું કે, પોલિંગ બૂથ પર ફોનના ઉપયોગની મનાઇ નથી.

શું હોય છે સ્ટેન્ડિંગ કમિટી?

સ્ટેન્ડિંગ કમિટી MCDની સૌથી શક્તિશાળી કમિટી છે. MCDમાં મેયર અને ડેપ્યુટી મેયર પાસે નિર્ણય લેવાની તાકત ઓછી છે. તેનું એક મોટું અને મહત્ત્વનું કારણ છે કે લગભગ બધા પ્રકારના આર્થિક અને પ્રશાસનિક નિર્ણય 18 સભ્યોની કમિટી જ લે છે અને ત્યારબાદ જ તેને સદનમાં પાસ કરાવવા માટે મોકલવામાં આવે છે. એવામાં જોવા જઇએ તો કમિટી ખૂબ તાકતવાન હોય છે અને આ કમિટીના અધ્યક્ષનો હોદ્દો ખૂબ મહત્ત્વનો છે.

સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી કેવી રીતે થાય છે?

સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 18 સભ્ય હોય છે, જેમાંથી 6ની ચૂંટણી તો MCDના કોર્પોરેટર સદની પહેલી બેઠકમાં વોટિંગ દ્વારા કરે છે અને 12ની ચૂંટણી ઝોનથી થાય છે. પેચ એ છે કે સદનથી 6 સ્ટેન્ડિંગ સભ્ય ચૂંટાતા, પરંતુ 7 ઉમેદવાર મેદાનમાં છે. 4 ઉમેદવાર આમ આદમી પાર્ટીના અને 3 ઉમેદવાર ભાજપે ઉતાર્યા છે. તો અત્યારના ગણિતના હિસાબે આમ આદમી પાર્ટીના 3 અને ભાજપના 2 ઉમેદવારોની જીત નક્કી છે એટલે કે આખું ધમાસાણે સ્ટેન્ડિંગ કમિટીના એક સભ્ય માટે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp