પસમાંદા મુસલમાનો સાથે આ તે કેવો પ્રેમ, એક પણ મંત્રી નહીં? ઔવેસીનો સવાલ

PC: ndtv.com

સંસદમાં વિપક્ષ તરફથી મોદી સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા પર બોલતા     AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ દેશમાં મુસલામનોની સુરક્ષા, સમાન નાગરિક સંહિતા અને હરિયાણાના નૂહની હિંસા સહિતના અનેક મુદ્દા ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ કે દેશમાં મુસલમાનોની સામે નફરતનો માહોલ બનાવાયો છે.

ઓવૈસીએ અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં બોલવા માટે 11 પોઈન્ટ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે એક RPF જવાને ટ્રેનની અંદર લોકોની ઓળખ કરી અને તેમને મારી નાખ્યા અને કહ્યું કે જો તમારે દેશમાં રહેવું હોય તો તમારે PM મોદીને મત આપવો પડશે. આપણા દેશમાં આ બધું કેમ થઈ રહ્યું છે. લોકોને તેમના કપડા, દાઢી જોઈને મારી નાખવામાં આવે છે.

AIMIMના પ્રમુખે આરોપ લગાવ્યો હતો કે નૂહમાં મુસ્લિમોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. દેશનું વાતાવરણ મુસ્લિમો વિરુદ્ધ બનાવવામાં આવ્યું છે. હિજાબને મુદ્દો બનાવીને મુસ્લિમ યુવતીઓને અભ્યાસથી દૂર રાખવામાં આવી હતી. ઓવૈસીએ સરકારને 1991ના પૂજા અધિનિયમ સાથે ચેડાં ન કરવા જણાવ્યું હતું

ઓવૈસીએ કહ્યું કે અમારા ગૃહમંત્રી ગઈ કાલે ભારત છોડો ના નારા લગાવી રહ્યા હતા, જો તેમને ખબર હોત કે આ કોઈ મુસ્લિમ દ્વારા આપવામાં આવ્યું છે તો તેમણે આ નારો ના લગાવ્યો હોત. આ સૂત્ર યુસુફ મહાર અલીએ આપ્યું હતું, જેનો સંદેશ ગાંધીએ દેશભરમાં આપ્યો હતો.

મણિપુર હિંસાને લઇને ઔવેસીએ એક શેર પણ કહ્યો હતો. તેમણે કહ્યું કે, कुर्सी है तुम्हारा जनाजा तो नहीं कुछ कर नहीं सकते तो उतर क्यों नहीं जाते

ઔવેસીએ કહ્યુ કે સરકારે લઘુમતીઓ માટેના બજેટમાં 40 ટકાનો ઘટાડો કર્યો છે. અનેક સ્કોલરશીપ ખતમ કરી નાંખવામાં આવી છે, જેને કારણે 1 લાખ 80 હજાર મુસલમાન બાળકો પર અસર પડી છે. , PMને પસમંદા મુસ્લિમો માટે ખૂબ પ્રેમ છે, પરંતુ તમારી કેબિનેટમાં એક પણ મુસ્લિમ મંત્રી નથી. ઇખલાખ, પેહલુ ખાન અને અંસારી સહિત મોબ લિંચિંગમાં માર્યા ગયેલા તમામ મુસ્લિમો પસમંદા હતા.

ઓવૈસીએ બિલકિસ બાનોના દોષિતોની મુક્તિનો મુદ્દો પણ ગૃહમાં ઉઠાવ્યો હતો.તેમણે પૂછ્યું કે બિલકિસ બાનો આ દેશની દીકરી છે કે નહીં? માત્ર આ સરકારે તેના ગુનેગારોને છોડ્યા છે. ચીન પર સરકારને ઘેરતા તેમણે સવાલ કર્યો કે ચીન આપણા દેશમાં ઘુસી ગયું છે અને આ સરકારના લોકો તેના પર મૌન છે.

ઔવેસીએ કહ્યુ કે,વડાપ્રધાન પોતાને વિશ્વગુરુ કહે છે, પરંતુ કુલભૂષણ જાધવ ભૂલી ગયા હતા. આ લોકો UCC પર ડ્રામા કરી રહ્યા છે. પસમાંદા મુસ્લિમોને કહે છે કે પ્રેમ છે, પરંતુ તેમની પાસે એક પણ મુસ્લિમ મંત્રી નથી. ઓવૈસીએ પૂછ્યું કે દેશ મોટો છે કે હિન્દુત્વ કે ગોલવલકરની વિચારસરણી મોટી છે? દેશમાં દુકાનદાર અને ચોકીદાર છે. આ લોકો ક્યાં સુધી આપણા મુસ્લિમો પર જુલમ કરશે? જો તમે જુલમ સામે અવાજ નહીં ઉઠાવો તો તમારી દુકાન નહીં ચાલે.

દેશમાં મુસ્લિમોની કુલ વસ્તીના 85 ટકાને પસમંદા મુસલમાનો કહેવામાં આવે છે, એટલે કે જે મુસ્લિમો દબાયેલા છે, દલિત અને પછાત મુસ્લિમો તેમાં આવે છે, જે મુસ્લિમ સમાજમાં એક અલગ સામાજિક લડાઈ લડી રહ્યા છે તેમના અનેક આંદોલનો થઇ ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp