UK PMના વીડિયોમાં જોવા મળ્યું કંઈ એવું જેના પર મચ્યો હંગામો, PM સુનકે માગી માફી

PC: hindustantimes.com

બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે ગુરુવારના રોજ ઉત્તર પશ્ચિમ ઇંગ્લેન્ડમાં ગાડી ચલાવતા સમયે સોશિયલ મીડિયા માટે વીડિયો બનાવતી વખતે તેમનો સીટબેલ્ટ દૂર કરવા બદલ માફી માગી હતી. સુનકના ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ કહ્યું કે, તેમણે ફક્ત થોડા સમય માટે તેનો સીટ બેલ્ટ ખોલ્યો હતો અને તેઓ સ્વીકાર કરે છે કે તેમણે ભૂલ કરી છે.

પોલિટિકોના રિપોર્ટ મુજબ, ઇન્સ્ટાગ્રામ માટે રેકોર્ડ કરેલી ક્લિપમાં, સુનક સુરક્ષા ઉપકરણો પહેર્યા વિના કેમેરાને સંબોધિત કરે છે, જો કે, તે જે વાહનમાં હોય છે તે શરૂ હોય છે.

સુનકના ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ કહ્યું કે, તેમણે ફક્ત થોડા સમય માટે તેમનો સીટ બેલ્ટ ખોલ્યો હતો અને તેઓ સ્વીકાર કરે છે કે, તેમણે ભૂલ કરી છે. UKમાં, કારમાં સીટબેલ્ટ નહીં પહેરવા પર 100 પાઉંડનો 'ઓન ધ સ્પોટ' દંડ આપી શકાય છે, જો મામલો કોર્ટમાં જાય છે તો તે વધીને 500 પાઉંડ થઈ જાય છે.

'દરેકને સીટ બેલ્ટ પહેરવો જોઈએ'

એ પૂછવા પર કે શું સુનકને સરકારી કારમાં સવાર થયા દરમ્યાન કોઈ છૂટ છે, પ્રવક્તાએ પત્રકારોને કહ્યું કે, 'તે એક ભૂલ હતી અને તેમણે માફી માગી લીધી છે. પોલિટિકોના મુજબ પ્રવક્તાએ કહ્યું, 'વડાપ્રધાનનું માનવું છે કે, દરેકે સીટ બેલ્ટ પહેરવો જોઈએ.'

વિરોધ પક્ષે સાધ્યું નિશાન

જો કે, PM સુનકના પ્રવક્તાના નિવેદન બાદ આ મામલો ઠંડો પડતો નથી દેખાઈ રહ્યો. પોલિટિકોના રિપોર્ટ મુજબ, PMની આ ભૂલ પર વિપક્ષી લેબર પાર્ટીએ નિશાન સાધ્યું છે. ખરેખર ઋષિ સુનકે ઉત્તર-પશ્ચિમ ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન એક વીડિયો બનાવ્યો હતો. આમાં, તેમણે દેશભરમાં 100થી વધુ પ્રોજેક્ટ્સ માટે ફંડ આપવા માટે સરકારની નવી જાહેરાતોને પ્રોત્સાહન આપવા માટે વીડિયો બનાવ્યો હતો. આ દરમિયાન તેણે સીટ બેલ્ટ કાઢી નાખ્યો હતો.

એક લેબર પ્રવક્તાએ સુનકની અગાઉની વાયરલ ક્લિપના (જેમાં તે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યો હતો) તરફ ઈશારો કરતાં કટાક્ષ કર્યો 'ઋષિ સુનક સીટબેલ્ટને મેનેજ કરવું, પોતાના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો, ટ્રેન સેવા, અર્થવ્યવસ્થા, આ દેશનું મેનેજમેન્ટ કરવું નથી જાણતા. આ લિસ્ટ દરરોજ વધી રહ્યું છે, અને તે અંતહિન પીડાદાયક દ્રશ્યો સર્જી રહ્યું છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp