MVAની સરકાર બની તો અજીત પવાર કે ઉદ્ધવ ઠાકરે કોણ બનશે CM? સંજય રાઉતે આપ્યો જવાબ

PC: indianexpress.com

મહારાષ્ટ્રમાં આ સમયે ભવિષ્યના મુખ્યમંત્રીને લઈને બધી પાર્ટીઓમાં હોડ મચી છે. એક તરફ જ્યાં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજીત પવાર મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને ત્યારબાદ જ અજીત પવારના પોસ્ટર મુંબઇમાં લગવા લાગ્યા, જેમાં તેમને ભાવિ મુખ્યમંત્રીના રૂપમાં દેખાડવામાં આવ્યા છે. ત્યારબાદ જ ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા દેવેન્દ્ર ફડણવીસના પોસ્ટર પણ નાગપુરમાં લાગ્યા, જેમાં તેમને પણ મુખ્યમંત્રી તરીકે દેખાડવામાં આવ્યા હતા.

ત્યારબાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે, એકનાથ શિંદે રજા પર જતા રહ્યા છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ઉદ્ધવ ઠાકરે ગ્રુપના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાલી રહેલી અટકળો અને મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપી છે. ઇન્ટરવ્યૂમાં સંજય રાઉતને પૂછવામાં આવ્યું કે, પહેલા ઉદ્ધવ ઠાકરેની એક અલગ ખુરશી આવતી હતી. હવે એ બધાની ખુરશી એક જેવી થઈ ગઈ છે. નાગપુર રેલીમાં એવું જ થયું. તેનો જવાબ આપતા સંજય રાઉતે કહ્યું કે, તમને ઉદ્ધવ ઠાકરેની બીમારી બાબતે ખબર છે?

તેમણે કહ્યું કે, તેમના સ્પાઇનના ઓપરેશન બાદ તેમને બેસવા માટે અલગ પ્રકારની ખુરશી લાગે છે. તો લોકોને લાગે છે કે આ સ્પેશિયલ ખુરશી છે. તો ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, બધા માટે સામાન્ય ખુરશી રાખો. આપણે બધા એક સાથે બેસીએ છીએ, સામાન્ય ખુરશી રાખો. ત્યારબાદ તેમને પૂછવામાં આવ્યું કે, જો શિવસેનાનો નિર્ણય આવે છે અને જો મહાવિકાસ અઘાડી (MVA)ની સરકાર બનવાની હોય તો ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે કે અજીત પવાર?

આ સવાલનો જવાબ આપતા સંજય રાઉતે કહ્યું કે, હું માનું છું કે, જે પ્રકારે ઉદ્ધવ ઠાકરેને પદ છોડવું પડ્યું તો બધા ઇચ્છશે કે ઉદ્ધવ ઠાકરે ફરી એક વખત મુખ્યમંત્રી બને. અમે બધા અને આખું મહારાષ્ટ્ર ઇચ્છશે. તમે જોયું હશે કે તમારો સરવે શું બોલે છે. તો આ મહારાષ્ટ્રના લોકોનો સરવે છે, મહારાષ્ટ્રના લોકોના મનની વાત છે. તો અમે પણ ઈચ્છીશું કે જે પ્રકારે તેમને કાઢવામાં આવ્યા તો ફરી એક વખત એજ સન્માનથી પદ પર બેસાડવું જોઈએ. ખેર હવે આગામી સમય જ બતાવશે મહારાષ્ટ્રમાં કોની સરકાર બને છે અને કોણ મુખ્યમંત્રીના શપથ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp