રોડ અને પૂલ બનાવવાથી વિકાસ ન થઈ શકે, ઘડિયાળ બતાવી ગડકરીએ કહ્યુ- વિદેશનો મોહ છોડો

PC: financialexpress.com

કોરોના મહામારીના સંકટમાં લોકડાઉન વખતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકની વાત કરી હતી. દેશમાં સ્વતંત્રાની ચળવળ વખતે મહાત્મા ગાંધીએ પણ સ્વદેશી અપનાવવાની વાત કરી હતી અને વિદેશી કપડાંની હોળી કરવામાં આવી હતી. કેન્દ્રીય  રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, તેમાં તેઓ સ્વદેશી અપનાવવા પર ભાર મૂકી રહ્યા છે, તેમણે વીડિયોમાં કહ્યું છે કે, મને દુખ થાય છે કે આપણને વિદેશી વસ્તુઓનો મોહ છે, પરંતુ આપણા ભારતની વસ્તુઓમાં પણ ક્ષમતા છે. હવે આપણે અલગથી વિચારવું પડશે.

હમેંશા પોતાના સ્પષ્ટ વિચારો અને બેધડક બોલવા માટે જાણીતા ભાજપના દિગ્ગજ નેતા નિતિન ગડકરીએ કહ્યું કે, રોડ અને પુલો બનાવવાથી જ દેશનો વિકાસ ન થઇ શકે. તેમણે કહ્યું કે, આઇસક્રીમ ખાવાનો ચમચો પણ ચીનથી આવતો ત્યારે હું મજાકમાં કહેતો કે, શું ભારતમા ચમચાઓની કમી છે કે ચીનથી મંગાવવા પડે છે.

ગડકરીએ કહ્યુ કે મને નવાઇ લાગે છે કે આપણે શું કામ ખાદી ડેનિમનો ઉપયોગ નથી કરતા? તેમણે પોતાના હાથ પર પહેલી ઘડિયાળ બતાવીને કહ્યું હતું કે, મેં જે ઘડિયાળ પહેરી છે તે ટાઇટન કંપનીની છે. આપણે ત્યાં વિઝનની કમી છે. તેમણે કહ્યું કે, આ ઘડિયાળમાં જે બેલ્ટ છે તે ખાદીનો છે, ડાયલ છે તેમાં પણ ખાદીનો ઉપયોગ થયો છે. લેડીઝ અને જેન્ટસ બંને માટે આ ઘડિયાળ બની છે અને એક જ મહિનામાં એટલી ડિમાન્ડ નિકળી હતી કે પુરો સ્ટોક ખલાસ થઇ ગયો હતો.

નિતિન ગડકરીએ કહ્યું કે, તમને જાણીને નવાઇ લાગશે કે વિદેશી કંપની  Levi's પુરાં ખાદી ડેનિમના કપડાં ખરીદી રહી છે અને પછી પોતાની બ્રાન્ડિંગ સાથે ભારતમાં 3000-4000માં વેચે છે અને આપણે ખરીદીએ છીએ. પણ, આપણા જ દેશમાં મશીન પર ડેનિમ ખાદી 400-500માં વેચવામાં આવે તો કોઇ ખરીદતું નથી.

ગડકરીએ કહ્યું કે, મને દુખ થાય છે કે આપણે સવારે જે અખબાર વાંચીએ છે તે અખબારનું કાગળ ઇમ્પોર્ટેડ હોય છે. તેમણે કહ્યું કે, હવે આપણે અલગથી વિચારવું પડશે, ટેક્નોલોજી લાવવી પડશે, અલગ રોજગારનું સર્જન કરવું પડશે તો જ ભારતનો વિકાસ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp