અમેરિકન રાષ્ટ્રપતિની રેસમાં આવેલા રો ખન્ના કોણ છે? દાદા ભારતમાં ફ્રીડમ ફાઇટર હતા

PC: eastbaytimes.com

અમેરિકન પોલિટિશિયન રો ખન્નાનું નામ અચાનકથી ચર્ચામાં આવી ગયું છે. વર્ષ 2024માં થનારી અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની ઉમેદવારીની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઇ રહી છે. રો ખન્ના કેલિફોર્નિયા કોંગ્રેસના પ્રતિનિધિ છે. જો તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ બને છે તો બ્રિટન પછી અમેરિકા બીજો મોટો દેશ બની જશે કે, જેની કમાન એક ભારતવંશીના હાથમાં છે. તો જાણો કોણ છે રો ખન્ના અને તેઓ અહીં સુધી કેવી રીતે પહોંચ્યા.

રો ખન્નાનો જન્મ ફિલાડેલ્ફિયામાં એક મિડલ ક્લાસ ફેમેલીમાં થયો હતો. રો ખન્નાના માતા પિતા 1970ના દાયકામાં સારી સંભાવનાઓની તલાશમાં અમેરિકા આવી ગયા હતા. તેમના પિતા એક કેમિકલ એન્જીનિયર છે અને માતા એક સ્કૂલ ટીચર છે. એક વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, રો ખન્નાને જનસેવાની પ્રેરણા તેમના દાદા તરફથી મળી છે. આ વેબસાઇટ અનુસાર, રો ખન્નાના દાદાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે લાલા લજપત રાય સાથે આઝાદીની લડતમાં હિસ્સો લીધો હતો અને ઘણા વર્ષો સુધી જેલમાં પણ રહ્યા હતા.

રો ખન્નાએ કોંગ્રેસ પહેલા સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીમાં ઇકોનોમિક્સનું ભણતર લીધું હતું. તે સિવાય તેમણે ઓબામા પ્રશાસનમાં ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરીનું કામ પણ કર્યું છે. ખન્નાએ બે બુક ‘આત્રોપ્રેનિયોરલ નેશનઃ વ્હાઇ મેન્યુફેક્ચરિંગ ઇઝ સ્ટિલ કી ટુ અમેરિકાઝ ફ્યુચર’ અને ‘ડિગ્નિટી ઇન અ ડિજિટલ એજ’ લખી છે. ભણતરની વાત કરીએ તો ખન્નાએ યૂનિવર્સિટી ઓફ શિકાગોથી ઇકોનોમિક્સમાં BA અને યેલ યૂનિવર્સિટીથી કાયદાની ડિગ્રી લીધી છે. શિકાગો યૂનિવર્સિટીમાં ભણતર દરમિયાન તેમણે 1996માં એલિનોઝ સેનેટ માટે ફર્સ્ટ કેમ્પેનમાં હિસ્સો લીધો હતો.

રો ખન્નાના શોખની વાત કરીએ તો તેઓ ગોલ્ડન સ્ટેટ વોરિયર્સને પ્રોત્સાહન આપે છે. તે સિવાય રો ખન્નાને ફિલ્મ જોવી અને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો રો ખન્નાના પત્નીનું નામ રીતુ છે અને તેમના બે સંતાન છે. રાજકારણની વાત કરીએ તો તેઓ 17મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટના પ્રતિનિધિ છે. હાલ ચોથી ટર્મ સર્વ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp