લોકસભામાં ઓવૈસીએ અમિત શાહને પૂછ્યું- હું કોની ટીમમાં છું? તો જવાબ મળ્યો કેે...

દિલ્હી સેવા બિલ લોકસભામાં પાસ કરી દેવામાં આવ્યું છે. આ બિલ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી શાહે વિપક્ષના નેતાઓને નિશાના પર લીધા હતા. અમિત શાહે વિપક્ષી ગઠબંધનની પાર્ટીઓને સવાલ કરતા પૂછ્યું કે, શું તમે કોઈ એવી પાર્ટી જોઇ છે જેણે પોતાના રાજ્યમાં વિધાનસભાનું સત્ર જ બોલાવ્યું ન હોય. દેશમાં એક એવી સંસદ છે જેનું સત્ર ક્યારેય સમાપ્ત થતું નથી. દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ એક એવો પ્રદેશ છે, જેને એસેમ્બલી હંમેશા ચાલુ જ રહે છે.
અમિત શાહે વિપક્ષની પાર્ટીઓને ચેતવણી આપતા કહ્યું કે, તમે પણ જાણો કે તમે કઇ પાર્ટીનું સમર્થન કરી રહ્યા છો. AAPના નેતૃત્વને લઇ દિલ્હી સરકાર પર હુમલો કરતા શાહે કહ્યું કે, કેબિનેટના અધિકારોની વાત કરનારી પાર્ટીએ 2020માં માત્ર એક જ સત્ર બોલાવ્યું. જે પણ બજેટનું સત્ર. જેમાં 2 દિવસમાં માત્ર 5 બેઠકો થઇ. ત્યાર પછી 2021માં પણ માત્ર એક જ સેશન બોલાવાયું. તે પણ બજેટનું હતું. જેમાં 3 દિવસમાં 4 બેઠકો થઇ.
અમિત શાહે આગળ આંકડા પણ ગણાવ્યા. તેમણે કહ્યું, ત્યાર પછી 2022માં પણ આ પાર્ટીની સરકારે એક જ સેશન બોલાવ્યું. બજેટનું સત્ર. કારણ કે બજેટ પાસ કરવું જરૂરી હતું. આ આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર છે જેણે 2023માં પણ માત્ર એક જ સેશન બોલાવ્યું. તે પણ બજેટનું હતું. ત્યાર બાદ વિધાનસભા જ બોલાવાઇ નથી. શાહે પૂછ્યું કે, આ અધિકારોની વાત કરનારી પાર્ટી કયા અધિકારની વાત કરે છે.
ઓવૈસીજી તમે તમારી ટીમ બનાવો
આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ પાછળથી કશુ કહ્યું. તેના જવામાં શાહે કહ્યું કે, ઓવૈસીજી તમે મુગાલતેમાં છો. પછી AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, એક વાત કહી દો હું કઇ ટીમનો ભાગ બનું. ત્યારે શાહે કહ્યું, એવું છે ઓવૈસીજી હું ઈચ્છું છું તમે પોતાની જ ટીમ બનાવો. તમારા મુદ્દા સૌથી અલગ હોય છે. ત્યારે સંસદમાં બધા હસવા લાગ્યા.
શાહે કહ્યું કે, આ વિપક્ષની પાર્ટીઓ માત્ર પોતાનું INDIA ગઠબંધન બચાવવા માટે એકસાથે આવ્યા છે. તમારા ગઠબંધનમાંથી સોપારી જેવી નાની પાર્ટીઓ છોડીને ન જતી રહે તેની ચિંતા છે તમને. કોઈ તો કહી દેત કે અમે એટલા માટે આવ્યા છે કે કેજરીવાલ ગઠબંધનમાંથી ન જતા રહે. જોજો આ બિલ સંસદમાં પાસ થતા જ અરવિંદ કેજરીવાલ આ INDIAને બાય બાય બોલી જતા રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp