ગુજરાતમાં કેમ હારી કોંગ્રેસ? ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટમા સામે આવ્યા આ કારણ

PC: indiatimes.com

ગુજરાતમાં હારના કારણોને શોધવા માટે બનાવવામાં આવેલી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ પોતાનો રિપોર્ટ તૈયાર કરી લીધો છે. ત્રણ સભ્યની કમિટી સીલબંધ કવરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાનો રિપોર્ટ સોંપશે. ગત વર્ષે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ રાજ્યની સત્તામાંથી છેલ્લાં 27 વર્ષોથી બહાર કોંગ્રેસે નેતા વિપક્ષનું પદ પણ ગુમાવવુ પડ્યુ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નિતીન રાઉતની આગેવાનીમાં એક ટીમ બનાવી હતી. ટીમમાં નેતાઓ, ઉમેદવારો, કાર્યકર્તાઓ અને લોકો સાથે સંવાદ કરતા એક મોટો રિપોર્ટ તૈયાર કર્યો છે. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ હારના કારણો શોધવાની સાથોસાથ તેના સમાધાન પણ રિપોર્ટમાં જણાવ્યા છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રિપોર્ટમાં સમન્વય ના હોવો હારનું સૌથી મોટું કારણ માનવામાં આવ્યું છે. કોંગ્રેસ અને ગુજરાત કોંગ્રેસની વચ્ચે સારું સમન્વય ના હોવાના કારણે કોંગ્રેસ 2022 વિધાનસભા ચૂંટણીમાં ખરાબરીતે હાર્યું અને પાર્ટી 77થી ડાયરેક્ટ 17 પર આવી ગઈ. જેને પગલે તેણે નેતા વિપક્ષનું પદ ગુમાવવુ પડ્યું છે. AICCને સોંપવામાં આવનારા રિપોર્ટ કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વની વચ્ચે તાલમેળ ના હોવાથી પાર્ટી પર ખરાબ અસર પડી. તેને પગલે પાર્ટી ચૂંટણી તો લડી પરંતુ, કોઈ મુમેન્ટ્સ ના બનાવી શકી. પાર્ટીની એક તરફ કેન્દ્રીય ટીમ અને પ્રદેશની વચ્ચે સમન્વય નહોતો, તો આ સ્થિતિ પ્રદેશ ટીમ અને જિલ્લા ટીમોની વચ્ચે રહી. આ પાર્ટી સંપૂર્ણરીતે લથડિયા ખાઇ ગઈ. પાર્ટીના ઉમેદવાર ઘણા મોરચા પર એકલા પડી ગયા. કમિટીએ આ તમામ નિષ્કર્ષ ઘણા ચરણના ક્ષેત્રવાર પ્રવાસ કર્યા બાદ કાઢ્યા છે.

પાર્ટીએ ચૂંટણી દરમિયાન થઈ રહેલા નુકસાનની ભરપાઈ માટે કોઈ રણનીતિ ના બનાવી. પાર્ટીને નુકસાન થતુ રહ્યું છે અને નેતા કહેતા રહ્યા જેને જવુ છે તે ચાલ્યા જાય. તેના કારણે ઘણા નેતાઓએ પાર્ટી છોડી. તેનાથી સામાન્ય જનમાનસમાં કોંગ્રેસની છબિ નબળી પડી. તેનાથી પણ નુકસાન થયુ. જવાબદાર નેતાઓએ ડેમેજ કંટ્રોલ કરવામાં રસ ના દાખવ્યો. આ ઉપરાંત, ફેક્ટ ફાઇન્ડિંગ સમિતિને જે અન્ય વાતો મહત્ત્વની લાગી છે. તેમા મેનપાવર અને ફંડની અછત સામેલ છે. BJP ની સામે ચૂંટણી લડતી વખતે ઉમેદવારોને પર્યાપ્ત સુવિધાઓ ના મળી શકી. તેને પગલે ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં પાછળ રહી ગયા. ઉમેદવારોને પાર્ટી તરફથી ધનરાશિ ના મળી. તેના અભાવમાં તેમનો ચૂંટણી પ્રચાર પ્રભાવિત થયો અને તેઓ સમય પર પ્રચાર ના કરી શક્યા. કોંગ્રેસને માત્ર 17 સીટો મળી. આ રાજ્યમાં કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું. ચૂંટણીમાં તમામ મોટા નેતા હારી ગયા. મહિલા ઉમેદવાર તરીકે માત્ર ગેનીબેન ઠાકોર જીતી શક્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp