‘અમારા કારણે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે’, મલ્લિકાર્જુન ખડગે આવું કેમ બોલ્યા?

PC: hindustantimes.com

કોંગ્રેસ સ્થાપના દિવસના મોકા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મુંબઇમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રની ભાજપ સરકાર પર હુમલો કર્યો હતો. તેની સાથે જ ભાજપ પર ધારાસભ્ય ચોરી કરીને સરકાર બનાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. સાથે જ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અમારા કારણે જ વડાપ્રધાન છે.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, દરેક જગ્યા પર વડાપ્રધાન મોદી કહેતા ફરે છે કે, સીત્તેર વર્ષોમાં કોંગ્રેસે શું કર્યું. પણ હું તેમને કહેવા માગીશ કે, કોંગ્રેસે સીત્તેર વર્ષોથી આ સુંદર લોકતંત્રને બચાવી રાખવાનું કામ કર્યું છે. જેના કારણે આજે વડાપ્રધાન હેલીકોપ્ટરમાં ફરે છે. તેમણે આગળ કહ્યું કે, જ્યારે લોકો ભૂખા મરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ હરીત ક્રાંતિ લઇને આવ્યું હતું.

તેની સાથે જ તેમણે ભાજપ પર ધારાસભ્યો ચોરી કરીને સરકાર બનાવવાનો આરોપ લગાવ્યો હતો. પોતાના ભાષણમાં ખડગેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં જેમને જનતાનું સમર્થન ન મળ્યું, તે સરકારમાં બેઠા છે. તેમણે આગળ કહ્યું કે, ભાજપના કોઇ એથિક્સ નથી. સરકાર બનાવવા માટે તેઓ કોઇપણ હદ સુધી જઇ શકે છે.

તેની સાથે જ તેમણે ભાજપ પર નિશાનો સાધતા કહ્યું કે, પાર્ટીની પાસે ઘણું મોટું વોશીંગ મશીન છે, જે મોટામાં મોટા ડાઘને પણ સાફ કરી શકે છે. જ્યારે લોકોને આ મશીનમાં નાખવામાં આવે છે તો તેઓ સાફ થઇની નીકળે છે. લોકતંત્રને બચાવવા માટે આપણે બધાએ મળીને લડવું પડશે. કેન્દ્રમાં આ જૂઠ્ઠા લોકોની સરકાર છે.

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે મુંબઇના સૌમ્યા ચૂનાભઠ્ઠી ગ્રાઉન્ડમાં એક જનસભાને સંબોધિત કરી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28મી ડિસેમ્બર, 1885ના રોજ બોમ્બેમાં થઇ હતી. તેના સંસ્થાપકોમાં એઓ હ્યૂમ, દાદા ભાઇ નૌરોજી અને દિનશા વાચા શામેલ હતા અને કોંગ્રેસ પાર્ટીની અધ્યક્ષતા હાઇકોર્ટના બેરિસ્ટર વ્યોમેશ ચંદ્ર બેનર્જીએ કરી હતી. 1947માં આઝાદી મળ્યા બાદ કોંગ્રેસ પાર્ટી ભારતની એક પ્રમુખ રાજકીય પાર્ટી બની ચૂકી હતી.

થોડા સમય પહેલા જ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી હતી પણ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી જીતી હતી અને હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp