ગુજરાતની યાદ અપાવીને તેજસ્વી યાદવે ભાજપ સામે કેમ ભડાશ કાઢી?

PC: jagran.com

બિહારમાં નવું હેલિકોપ્ટર અને જેટ વિમાનની ખરીદીને લઇને જબરદસ્ત રાજકારણ ગરમાયેલું છે. ભાજપના સાંસદ અને  પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ નવા વિમાનની ખરીદીને પ્રજાના પૈસાનો દુરપયોગ હોવાનું નિવેદન આપ્યું હતું. પહેલાં નીતિશ કુમાર અને હવે તેજસ્વી યાદવે આનો જવાબ આપ્યો છે.

બિહારની નીતિશ સરકાર દ્રારા હેલિકોપ્ટર ખરીદવા બાબતે બબાલ ચાલી રહી છે તે બાબતે પહેલીવાર બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે પોતાની પ્રતિક્રિયા આપી છે. મીડિયા સાથેની વાતચીતમાં તેજસ્વીએ કહ્યુ કે જે હેલિકોપ્ટર ચાલી રહ્યું છે તે પહેલાથી લીઝ પર છે, જેને કારણે સરકાર હેલિકોપ્ટર ખરીદી રહી છે. તેજસ્વી યાદવે ભાજપ સામે નિશાન સાધીને કહ્યું હતું કે, જે લોકો આનો વિરોધ કરી રહ્યા છે. જ્યારે ગુજરાતમાં હેલિકોપ્ટરની ખરીદી કરવામાં આવી હતી ત્યારે એ લોકો કેમ કશું બોલ્યો નહોતા.

આ પહેલાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતું કે, રાજ્ય સરકારનું પોતાનું નવું હેલિકોપ્ટર અને જેટ એન્જિન વિમાન હશે તો એ બધાના હિતમાં હશે. નીતિશ કુમારે કહ્યું હતું કે મને નવાઇ લાગે છે કે આની વિરુદ્ધમાં લોકો કેવા કેવા નિવેદનો આપે છે.

પત્રકારોએ મુખ્યમંત્રી નીતિશને સવાલ પુછ્યો હતો કે ભાજપના સાંસદ સુશીમલ મોદી જેટ વિમાનની ખરીદી પર બિહાર સરકાર સામે સવાલ ઉઠાવી રહ્યા છે. એની પર નીતિશ કુમારે કહ્યું હતું કે, ભાજપ નેતાઓને જ પુછી લેજો કે જ્યારે તેઓ સરકારમાં હતા ત્યારે વિમાનની ખરીદી પર શું બોલતા હતા.

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું હતું કે 250 કરોડ રૂપિયાનું 12 સીટર જેટ પ્લેન અને 100 કરોડ રૂપિયાનું 10 સીટર હેલિકોપ્ટર ખરીદવાનો સરકારનો નિર્ણય બિહાર જેવા ગરીબ રાજ્યની પ્રજાના પૈસાનો ખુલ્લેઆમ દુરપયોગ છે. એને જનતાની સેવા સાથે કોઇ લેવા દેવા નથી.

ગુજરાતમાં ગયા વર્ષે જ 100 કરોડ રૂપિયાના ખર્ચે નવું હેલિકોપ્ટર ગુજરાત સરકારે ખરીદ્યું હતું. સરકારે પાસે 200 કરોડ રૂપિયાનું લક્ઝુરિયસ એર ક્રાફટ હોવા છતા બીજું હેલિકોપ્ટર ખરીદવામાં આવ્યું હતું.

તાજેટરમાં જ બિહારમાં નીતિશ કુમાર અને એનડીએ વચ્ચેનું ગઠબંધન તુટી ગયું હતું અને નીતિશે તેજસ્વી યાદવની આરજેડી સાથે મળીને નવી સરકાર બનાવી હતી. સરકારમાંથી બહાર થયા બાદ ભાજપ બિહાર સરકારની આલોચના કરવાનો કોઇ અવસર છોડતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp