કંગના રણૌતને રાહુલ ગાંધી કરતાં પ્રિયંકા ગાંધી કેમ વધુ સારા લાગે છે?

BJP સાંસદ કંગના રણૌતની ફિલ્મ 'ઇમર્જન્સી'ની રિલીઝ ડેટ બહાર આવી ગઈ છે, હવે તે લોકોને ફિલ્મ જોવા માટે આમંત્રણ આપી રહી છે, જેમાં તેણે ખાસ કરીને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ આમંત્રણ આપ્યું છે. ફિલ્મ સ્ટારમાંથી રાજકારણી બનેલા કંગના રણૌતની આ ફિલ્મ એવા સમયે રિલીઝ થઈ રહી છે, જ્યારે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, આ ફિલ્મ 17 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે, જ્યારે દિલ્હીમાં મતદાન 5 ફેબ્રુઆરીએ થવાનું છે.
ફિલ્મ વિશે હજુ તો કંઈ ખબર નથી, પરંતુ કંગના રણૌત જે રીતે તેની ફિલ્મનું પ્રમોશન કરી રહી છે, તેમાં ઘણો રાજકીય મસાલો દેખાય રહ્યો છે. કંગના રણૌત ફક્ત આમંત્રણ વિશે જ વાત નથી કરી રહ્યા, પરંતુ તેઓ એ પણ જોર આપીને કહી રહ્યા છે કે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને વાયનાડના કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા મળવામાં, મુલાકાત કરવામાં તેમનો વ્યવહાર કેવો હોય છે.
ફિલ્મ 'ઇમર્જન્સી'નું દિગ્દર્શન પણ કંગના રણૌતે જ કર્યું છે, અને તે પોતે મુખ્ય ભૂમિકામાં પણ છે. આ ફિલ્મમાં કંગના રણૌતે ભૂતપૂર્વ PM ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. મંડીથી BJP સાંસદ કંગના રણૌતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળવાના પોતાના અનુભવના આધારે કહ્યું છે કે, ભાઈ-બહેન એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે. કંગના રણૌતને પ્રિયંકા ગાંધીનો સ્વભાવ રાહુલ ગાંધી કરતાં વધુ સારો લાગ્યો છે.
કંગનાએ એક ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમણે પ્રિયંકા ગાંધીને ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રિયંકાએ જવાબ આપ્યો, ચાલો, જોઈ લઈશું.
કંગના રણૌતના મતે, ફિલ્મ જોવા ને લઈને પ્રિયંકા ગાંધી કહે છે, હા, કદાચ હું તે જોઈશ.
કંગના સંસદમાં પ્રિયંકા ગાંધી સાથેની તેમની મુલાકાત વિશે જણાવે છે, જ્યારે હું તેમને મળી ત્યારે તેઓ પહેલા હસ્યા હતા... તે અમારી વચ્ચે ખૂબ જ મીઠી વાતચીત હતી... મને તે ખૂબ જ સારી રીતે યાદ છે... તે ખૂબ જ દયાળુ સ્વભાવની મહિલા છે... તે તેના ભાઈથી તદ્દન વિપરીત છે, તે ચોક્કસ રીતે એક સમજદાર છે, અને તે જે કંઈ કહે છે, તે સાચું હોય છે.
રાહુલ ગાંધીનો ઉલ્લેખ થતાં જ તેઓ ગુસ્સે થઈ જાય છે. તમે તેમના ભાઈ વિશે તો જાણો જ છો... મને જોઈને તેઓ ફક્ત હસ્યા... અને કંઈ પણ બોલ્યા વગર આગળ નીકળી ગયા. તેઓ રાહુલ ગાંધી વિશે કહે છે કે, તેમને શિષ્ટાચારની ખબર નથી. કંગના રણૌતે અગાઉ પણ રાહુલ ગાંધીની ટીકા કરી છે. જ્યારે રાહુલ ગાંધીએ હિંડનબર્ગ રિપોર્ટ પર અદાણી ગ્રુપ અને સેબી પર મિલીભગતનો આરોપ લગાવીને, BJPની કેન્દ્ર સરકારને ઘેરી હતી અને PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું, ત્યારે પણ કંગના રણૌતે તેમના પર આકરા પ્રહારો કર્યા હતા.
કંગના રણૌતે તે સમયે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, 'રાહુલ ગાંધી સૌથી ખતરનાક માણસ છે... ઝેરી અને વિનાશક.' તેમનો એજન્ડા એ છે કે, જો તેઓ PM ન બની શકે, તો તેઓ આ દેશનો નાશ કરી શકે છે. સંસદમાં પ્રિયંકા ગાંધીનું ભાષણ પણ પ્રશંસનીય હતું; ક્યારેક, તેઓ રાહુલ ગાંધી કરતાં વધુ સારા દેખાતા હતા અને, સૌથી મહત્વની વાત, પ્રિયંકા ગાંધી પોતાના નિવેદન પ્રત્યે ગંભીર હતા. તેમણે એક સાંસદને હસતા જોઈને તેમને અટકાવ્યા પણ હતા, પરંતુ રાહુલ ગાંધીની જેમ તેમણે પોતાના ચહેરા પર ગુસ્સો દર્શાવ્યો નહીં.
પણ કંગના રણૌત એ કેમ ભૂલી જાય છે કે તેમણે ગાંધી પરિવારની દુઃખતી નસ પર હાથ મૂકી દીધો છે, અને તે જોઈને રાહુલ ગાંધી કોઈ પ્રતિક્રિયા નહીં આપે. પ્રિયંકા ગાંધીનો મામલો અલગ છે. પ્રિયંકા ગાંધીએ હજુ પોતાનું સ્થાન મજબૂત બનાવવાની જરૂર છે.
નવી લોકસભામાં કટોકટી વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પસાર થવાથી રાહુલ ગાંધી પણ નારાજ છે. હવે સરકાર દેશમાં કટોકટી લાદવાના દિવસ 25 જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે ઉજવવા જઈ રહી છે. તો પછી કંગના રણૌતના ફિલ્મ જોવાના આમંત્રણ પર રાહુલ ગાંધી કેવી રીતે અલગ પ્રતિક્રિયા આપી શકે, કંગના રણૌતનું આમંત્રણ પણ તેમને ચીડવવા જેવું જ હતું, રાહુલ ગાંધી પણ હસ્યા અને આગળ નીકળી ગયા. ફિલ્મ ઈમરજન્સી પણ કંગના રણૌતના રાજકારણનો એક ભાગ છે, અને વ્યવસાય પણ છે, છેવટે રાહુલ ગાંધી એમ કેમ તેમને આ વસ્તુનો કોઈ પણ રીતે ફાયદો ઉઠાવવા દે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp